________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[
૭૧
ભાવાર્થઃ- કોઈ અજ્ઞાની કહે છે કે બીજી જગ્યાએ હિંસા કરવી તે પાપ છે પણ યજ્ઞાદિમાં ધર્મના નિમિત્તે તો હિંસા કરવી, તેમાં કાંઈ દોષ નથી. આવી શ્રદ્ધાથી હિંસામાં પ્રવર્તવું યોગ્ય નથી. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ કદીપણ ન હોય.
પ્રશ્ન:- જૈનમતમાં મંદિર બનાવવાં, પૂજા-પ્રતિષ્ઠા કરવી વગેરે કહ્યું છે ત્યાં ધર્મ છે કે
નથી ?
ઉત્તર:- મંદિર, પૂજા, પ્રતિષ્ઠાદિ કાર્યમાં જો જીવહિંસા થવાનો ભય ન રાખે, યનાચારથી ન પ્રવર્તે, માત્ર મોટાઈ મેળવવા જેમતેમ કર્યા કરે તો ત્યાં ધર્મ નથી, પાપ જ છે. અને યત્નપૂર્વક કાર્ય કરતાં થોડી હિંસા થાય તો તે હિંસાનું પાપ તો થયું પણ ધર્માનુરાગથી પુણ્ય ઘણું થાય છે અથવા એકઠું કરેલું ધન ખરચવાથી લોભકષાયરૂપ અંતરંગ હિંસાનો ત્યાગ થાય છે. હિંસાનું મૂળ કારણ તો કષાય છે, તેથી તીવ્ર કષાયરૂપ થઈ તેમની હિંસા ન કરવાથી પાપ પણ થોડું થયું. માટે આ રીતે પૂજા-પ્રતિષ્ઠાદિ કરે તો ધર્મ જ થાય છે.
જેમ કોઈ મનુષ્ય ધન ખર્ચવા માટે ધન કમાય તો તેને કમાયો જ કહીએ. જો તે ધન ધર્મકાર્યમાં ન ખર્ચાત તો તે ધનવડે વિષયસેવનથી મહાપાપ ઉપજત તેથી તે પણ નફો જ થયો. જેમ મુનિ એક જ નગરમાં રાગાદિ ઊપજવાના ભયથી વિહાર કરે છે, વિહાર કરતાં થોડીઘણી હિંસા પણ થાય છે, પણ નફા-નુકસાન વિચારતાં એક જ નગરમાં રહેવું યોગ્ય નથી. તેમ અહીં પણ નફા-નુકસાનનો વિચાર કરવો જોઈએ. એક સામાન્ય કથનવડે વિશેષ કથનનો નિષેધ ન કરવો. આવું જ કાર્ય તો આરંભી, અવ્રતી અને તુચ્છ વ્રતી કરે છે. તેથી સામાન્યપણે એવો જ ઉપદેશ છે. ધર્મના નિમિત્તે હિંસા ન કરવી. ૭૯.
धर्मो हि देवताभ्यः प्रभवति ताभ्यः प्रदेयमिह सर्वम्। इति दुर्विवेककलितां धिषणां न प्राप्य देहिनो हिंस्या।। ८०।।
અન્વયાર્થઃ- [ દિ] “નિશ્ચયથી [ ધર્મ] ધર્મ [ તેવતાભ્ય:] દેવોથી [પ્રમવતિ] ઉત્પન્ન થાય છે માટે [ રૂદ] આ લોકમાં [ તામ્ય:] તેમના માટે [ સર્વ ] બધું જ [પ્રવેયમ] આપી દેવું યોગ્ય છે” [ રૂતિ કુર્વિવેઝનિતાં] આ રીતે અવિવેકથી પ્રસાયેલ [ fuષTi] બુદ્ધિ [પ્રાણ] પામીને [ દિન:] શરીરધારી જીવોને [ હિંસ્યા: ] મારવા ન જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com