________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૧
ત્યાં પ્રથમ જ મધના દોષ કહે છે:
मद्यं मोहयति मनो मोहितचित्तस्तु विस्मरति धर्मम्। विस्मृतधर्मा जीवो हिंसामविशङ्कमाचरति।।६२।।
અન્વયાર્થઃ- [ મā] દારૂ [ મનો. મોદયતિ] મનને મોહિત કરે છે, અને [ મોહિતચિત્ત ] મોહિત ચિત્ત પુરુષ [7] તો [ ધર્મમ] ધર્મને [ વિરમતિ] ભૂલી જાય છે તથા [ વિસ્મૃતધર્મા] ધર્મને ભૂલી ગયેલો [ નીવડ] જીવ [ વિશ] નીડર થઈને બેધડક [ હિંસામ] હિંસા [ સાવરતિ] આચરે છે.
ટીકાઃ- “માઁ મન: મોહયતિ'– મદિરા મનને મોહિત કરે છે. મદિરા પીધા પછી કાંઈ ખબર રહેતી નથી. ‘તુ મોહિતચિત્ત: ધર્મ વિરતિ'– અને મોહિત ચિત્તવાળો મનુષ્ય ધર્મને ભૂલી જાય છે. ખબર વિના ધર્મને કોણ સંભાળે? “વિસ્મૃતધર્મા નીવ: વિશમ્ હિંસામ્ સાવતિ'– ધર્મને ભૂલેલો જીવ નિઃશંકપણે હિંસા આચરે છે. ધર્મની ખબર ન હોવાથી હિંસા કરવામાં ડર શેનો હોય? માટે મદિરા હિંસાનું પરંપરા કારણ છે. ૬ર.
આગળ મદિરાને હિંસાનું સાક્ષાત્ કારણ કહે છે:
रसजानां बहूनां जीवानां योनिरिष्यते मद्यम्। मद्यं भजतां तेषां हिंसा संजायतेऽवश्यम्।।३।।
અન્વયાર્થ:- [] અને [ મā] મદિરા [ વહૂનાં] ઘણા [ રસનીનાં નીવાન] રસથી ઉત્પન્ન થયેલા જીવોનું [ યોનિઃ] ઉત્પત્તિસ્થાન [ રૂધ્યતેવું માનવામાં આવે છે. તેથી જે [ā] મદિરાનું [ભનતાં] સેવન કરે છે તેને [તેષાં ] તે જીવોની [ હિંસા ] હિંસા [ અવશ્ય ] અવશ્ય જ [ સંનાયતે થાય છે.
ટીકાઃ- “ર માં રસનીનાં નીવાનાં વહૂનાં યોનિઃ સુષ્યતે'- મદિરા રસથી ઉત્પન્ન થયેલા ઘણા એકેન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન છે તેથી “માં બનતાં તેષાં હિંસા અવશ્ય સંનાયતે'- જે મદિરાપાન કરે છે તેમને તે મદિરાના જીવોની હિંસા અવશ્યમેવ થાય છે મદિરામાં જીવ ઊપજ્યા હતા તે બધાને આ પી ગયો તો હિંસા કેમ ન થાય? ૬૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com