________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૯
વીરT:'જેમણે અનેક પ્રકારના નય સમૂહનું પ્રવર્તન જાણ્યું છે, સર્વ નયો સમજાવવાને સમર્થ છે. ૫૮.
अत्यंतनिशितधारं दुरासदं जिनवरस्य नयचक्रम्। खण्डयति धार्यमाणं मूर्धानं झटिति दुर्विदग्धानाम्।। ५९ ।।
અન્વયાર્થ- [ fનનવરસ્ય] જિનેન્દ્રભગવાનનું [ અત્યન્તનિશિતધાર ] અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને [ કુરાસવં] દુઃસાધ્ય [ નવ8] નયચક્ર [ ધાર્યમાળ] ધારણ કરવામાં આવતાં [ કુર્વિદ્ધાનાં ] મિથ્યાજ્ઞાની પુરુષોના [ મૂર્ધાન] મસ્તકને [ ટિતિ] શીધ્ર જ [ વહેંતિ] ખંડ ખંડ કરી દે છે.
ભાવાર્થ:- જૈનમતના નયભેદ સમજવા અત્યંત મુશ્કેલ છે. જે કોઈ મૂઢ પુરુષ સમજ્યા વિના નયચક્રમાં પ્રવેશ કરે છે તે લાભને બદલે નુકસાન મેળવે છે. આ રીતે હિંસાના ભંગ કહ્યા. ૫૯.
હવે હિંસાના ત્યાગનો ઉપદેશ કરે છે:
अवबुध्य हिंस्यहिंसकहिंसाहिंसाफलानि तत्त्वेन। नित्यमवगूहमानैर्निजशक्त्या त्यज्यतां हिंसा।।६०।।
અન્વયાર્થ- [ નિયં] નિરંતર [ મવપૂરમાઃ] સંવરમાં ઉદ્યમી પુરુષોએ [ તત્ત્વન] યથાર્થ રીતે [ હિંચહિંસઋહિંસાહિંસાનાનિ] હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ [ ગવવુä] જાણીને [ જિનવિજ્યા ] પોતાની શક્તિ પ્રમાણે [ હિંસા ] હિંસા [ત્યતા] છોડવી જોઈએ.
ટીકાઃ- “નિત્ય નવમાનૈ: નિશવન્યા હિંસા ત્યજ્યતાન'– સંવરમાં ઉધમી એવા જીવોએ હંમેશા પોતાની શક્તિ વડે હિંસાનો ત્યાગ કરવો. જેટલી હિંસા છૂટે તેટલી છોડવી. કેવી રીતે? “તત્ત્વન હિંસ્ય હિંસવ હિંસા હિંસા સાનિ ગવવુä'– યથાર્થ રીતે હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ- આ ચાર ભાવોને જાણીને હિંસા છોડવી. એને જાણ્યા વિના ત્યાગ થતો નથી. જો કર્યો હોય તોપણ કાર્યકારી નથી. તેમાં
૧. હિંસ્ય-જેની હિંસા થાય તેને હિંસ્ય કહે છે. પોતાના ભાવપ્રાણ અથવા દ્રવ્યપ્રાણ અને પરજીવના ભાવપ્રાણ કે દ્રવ્યપ્રાણ એ હિંસ્યના ભેદ છે. અથવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com