________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૧
ભાવાર્થ:- જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાં-ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે. એટલે ૫૨જીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્દભાવથી હિંસા નામ પામે છે. તે માટે જ તે લક્ષણમાં અવ્યાપ્તિ દોષ લાગે છે. ૪૬.
પ્રશ્ન:- હિંસાનો અર્થ તો ઘાત કરવો તે છે, પ૨જીવના પ્રાણનો ઘાત કર્યા વિના હિંસા નામ કેવી રીતે પામે ? તેનો ઉત્તર આગળ કહે છે:
यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्। पश्चाज्जायेत न वा हिंसा प्राण्यन्तराणां तु ।। ४७ ।।
અન્વયાર્થ:- [ યસ્માત્] કારણ કે [આત્મા] જીવ [સષાય: સન્] કષાયભાવો સહિત હોવાથી [પ્રથમં ] પહેલાં [ ઞાત્મના] પોતા વડે જ [ આત્માનં] પોતાને [ ઇન્તિ] હણે છે [તુ] અને [ પશ્વાત્] પછીથી ભલે [પ્રાયન્તરાળાં] બીજા જીવોથી [ હિંસા ] હિંસા [ નાયેત ] થાય [ વા ] કે [૬] ન થાય.
અર્થ:- ‘યસ્માત્ સર્વાંષાય: સન્ આત્મા પ્રથમ આત્મના આત્માનું હન્તિ તુ પશ્વાત્ પ્રાયન્તરાળાં હિંસા નાયેત વા ન નાયત ’– કારણ કે કષાયભાવો સહિત થયેલો આત્મા પહેલાં પોતાથી જ પોતાને હણે છે, પછી અન્ય પ્રાણી-જીવોનો ઘાત થાવ કે ન થાવ.
ભાવાર્થ:- હિંસા નામ તો ઘાતનું જ છે, પણ ઘાત બે પ્રકારના છે. એક આત્મઘાત, બીજો પરઘાત. જ્યારે આ આત્મા કષાયભાવે પરિણમ્યો અને પોતાનું બૂરું કર્યું ત્યારે આત્મઘાત તો પહેલાં જ થયો. ત્યારે પછી બીજા જીવનું આયુષ્ય પૂરું થયું હોય અથવા પાપનો ઉદય હોય તો તેનો પણ ઘાત થાય. તું તેનો ઘાત કરી શકતો નથી કારણ કે તેનો ઘાત તો તેના કર્મને આધીન છે. આને તો આના ભાવનો દોષ છે. આ રીતે પ્રમાદસહિત યોગમાં આત્મઘાતની અપેક્ષાએ તો હિંસા નામ પામ્યો છે. ૪૭.
હવે પરઘાતની અપેક્ષાએ પણ હિંસાનો સદ્દભાવ બતાવે છેઃ
हिंसायाअविरमणं हिंसा परिणमनपि भवति हिंसा । तस्मात्प्रमत्तयोगे
प्राणव्यपरोपणं
नित्यम् ।।४८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com