________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૫
જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે તો મરણ જ થાય, તેમ જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઈન્દ્રિયના આકાર શા કામના? તેમ જ્ઞાન વિના શરીરનો વેશ કે ક્રિયાકાંડના સાધનથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી. ‘તસ્માત્ જ્ઞાનાન્તર વારિત્રીરાધનં ૩જીમ્'- માટે સમ્યજ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહ્યું છે. ૩૮.
ચારિત્રનું લક્ષણ
चारित्रं भवति यतः समस्तसावद्ययोगपरिहरणात्। सकलकषायविमुक्तं विशदमुदासीनमात्मरुपं तत्।। ३९ ।।
અન્વયાર્થઃ- [વત: ] કારણ કે [ તત્] તે [ ચારિત્ર] ચારિત્ર [ સમસ્તસાવાયો પરિહરણI ] સમસ્ત પાપયુક્ત મન, વચન, કાયાના યોગના ત્યાગથી,
સંજોષાયવિમુ$] સંપૂર્ણ કષાય રહિત, [ વિશā] નિર્મળ, [હવાસીન] પરપદાર્થોથી વિરક્તતારૂપ અને [ માત્મi ] આત્મસ્વરૂપ [ ભવતિ ] હોય છે.
ટીકાઃ- “યત: સમસ્ત સાવયો પરિહર વારિત્રે મવતિ'– સમસ્ત પાપસહિત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરવાથી ચારિત્ર થાય છે. મુનિ પહેલાં સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે ત્યારે એવી પ્રતિજ્ઞા કરે છે. ‘મÉ સર્વસાવદ્યયો વિરતોગસ્મિ'- હું સર્વપાપસહિતના યોગનો ત્યાગી છું. કેવું છે. ચારિત્ર? ‘સેવનઋષાયવિમુp'– સમસ્ત કષાયોથી રહિત છે. સમસ્ત કષાયનો અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર થાય છે. વળી કેવું છે? ‘વિશ'– નિર્મળ છે. આત્મસરોવર કપાયરૂપી કાદવથી મેલું હતું કપાય જતાં સહેજે નિર્મળતા થઈ. વળી કેવું છે? ‘હવાસીનમ્'- પદ્રવ્યથી વિરક્ત સ્વરૂપ છે. ‘તત્ માત્મવું વર્તતે- તે ચારિત્ર આત્માનું સ્વરૂપ છે. કષાયરહિત જે આત્માનું સ્વરૂપ પ્રગટ થયું તે જ સદાકાળ રહેશે, તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ છે, નવીન આવરણ કદીપણ નથી. સામાયિક ચારિત્રમાં સકળચારિત્ર થયું પણ સંજ્વલન કષાયના સદ્દભાવથી મલિનતા ન ગઈ. તેથી જ્યારે સકળ કષાયરહિત થયા ત્યારે યથાખ્યાત નામ પામ્યું, જેવું ચારિત્રનું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.
પ્રશ્ન- શુભોપયોગરૂપ ભાવ છે તે ચારિત્ર છે કે નહિ?
ઉત્તર:- શુભપયોગરૂપ વિશુદ્ધ પરિણામોથી હોય છે. વિશુદ્ધતા નામ મંદ કષાયનું છે. તેથી કષાયની હીનતાથી કથંચિત્ ચારિત્ર નામ પામે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com