________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “રત્નત્રયતેને સતતં પર્વ મીત્મા પ્રભાવનીય: ''– રત્નત્રયના તેજથી નિરંતર પોતાના આત્માને પ્રભાવનાસંયુક્ત કરવો જોઈએ. અને ‘‘વનતપોનિનqનાવિદ્યાતિશ: વિનધર્મ પ્રમાવનીય:''- વળી દાન, તપ, જિનપૂજા, વિદ્યા, ચમત્કારાદિ વડે જૈનધર્મને પ્રભાવનાસંયુક્ત કરવો.
ભાવાર્થ - પ્રભાવના એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો અતિશય તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી પ્રગટ થાય છે. અને જૈનધર્મનો અતિશય ઘણાં દાન-દયાવડ ઉગ્ર તપ કરીને, ખુબ ધન ખર્ચી ભગવાનની પૂજા કરાવીને, શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ દેવાદિના ચમત્કારવડ (જૈનધર્મની મહિમા) પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. આ રીતે સમ્યકત્વનાં આઠ અંગ કહ્યાં તે કોઈ સમ્યગ્દષ્ટિને પૂરેપરાં હોય છે, કોઈને થોડા હોય છે, કોઈને ગૌણપણે હોય છે, કોઈને મુખ્યરૂપે હોય છે. પરંતુ સમ્યકત્વની શોભા તો ત્યારે જ થાય જ્યારે એ આઠ અંગ સંપૂર્ણ મુખ્યપણે, પ્રગટ પ્રત્યક્ષ ભાસે. આ રીતે સમ્યકત્વ અંગીકાર કર્યા પછી ધર્મી ગૃહસ્થ શું કરવું તે આગળ કહીએ છીએ. ૩).
આ પ્રમાણે શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ ઉપાય જેનું બીજું નામ પ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્દર્શન વર્ણન નામે પ્રથમ અધિકાર.
૧. પ્રભાવના=અજ્ઞાન-અંધકારનો ફેલાવ તેને જે રીતે થઈ શકે તે રીતે દૂર કરીને જિનશાસનનાં માહાભ્યનો પ્રકાશ કરવો તે પ્રભાવના છે. (રત્ન. શ્રાવકાચાર ગા. ૧૮).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com