________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે તે કદીપણ તે કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાત્વી કહીએ.
વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. પરંતુ પોતાના શુદ્ધોપયોગના બળ વિના પૂર્વબદ્ધ કર્મને વશ થઈ કર્મના ઔયિક ભાવોમાં પ્રવર્તે છે. આ રીતે સમ્યગ્દષ્ટિને તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન પરિણમનરૂપ તો નિર્બાધપણે નિરન્તર જ છે, પણ જ્ઞાનોપયોગ અપેક્ષાથી જોવામાં આવે તો સામાન્યરૂપ અથવા વિશેષરૂપ, શક્તિ અવસ્થામાં કે વ્યક્ત અવસ્થામાં સદાકાળ હોય છે.
પ્રશ્ન:- ભલે, આ લક્ષણમાં અવ્યાતિ દોષ તો નથી, પણ અતિવ્યાપ્તિ દોષ તો લાગે છે? કારણ કે દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત સાત તત્ત્વોને જ માને છે, અન્યમતના કલ્પિત તત્ત્વોને માનતા નથી. લક્ષણ એવું કહેવું જોઈએ કે લક્ષ્ય વિના બીજા સ્થાનમાં ન હોય.
ઉત્ત૨:- દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વને જ માને છે, પરંતુ વિપરીત અભિનિવેશ સહિત માને છે, શરીરાશ્રિત ક્રિયાકાંડને પોતાના જાણે છે, તેથી અજીવતત્ત્વમાં જીવતત્ત્વ માન્યું. વળી આસવબંધરૂપ `શીલ, સંયમાદિકરૂપ પરિણામ તેને સંવર-નિર્જરારૂપ માની મોક્ષનું કારણ માને છે. દ્રવ્યલિંગી પાપથી તો વિરક્ત થયો છે પણ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિથી પરિણમ્યો છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. આ રીતે (વિપરીત અભિપ્રાય રહિત ) તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અંગીકાર કરવું. ૨૨.
સમ્યક્ત્વના આઠ અંગોનું વર્ણન.
૧-નિઃશંકિત અંગ
सकलमनेकान्तात्मकमिदमुक्तं वस्तुजातमखिलज्ञैः । किमु सत्यमसत्यं वा न जातु शङ्केति कर्तव्या ।। २३ ।।
અન્વયાર્થ:- [ વિજ્ઞ: ] સર્વજ્ઞદેવે [૩] કહેલો [ડ્વું] આ [ સાં] સમસ્ત
[ વસ્તુનાતં] વસ્તુસમૂહ [ અનેાન્તાત્મ ં] અનેક સ્વભાવરૂપ છે તે [મુિ સત્ય] શું સત્ય છે? [વા અસત્ય] અથવા જઠ છે [તિ] એવી [શંī] શંકા [ ખાતુ] કદીપણ [7] ન [ ર્તવ્યા] કરવી જોઈએ.
૧. શીલ=શુભભાવરૂપ વ્યવહા૨ બ્રહ્મચર્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com