________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯
કતકફળ (નિર્મળી) નાખીને કાદવ અને જળને જાદું જાદુ કરે છે. ત્યાં નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાનો પુરુષાકાર પ્રતિભાસે છે એવા નિર્મળ જળનો આસ્વાદ લે છે. તેમ ઘણા અજ્ઞાની જીવો કર્મના સંયોગથી જેનો જ્ઞાનસ્વભાવ ઢંકાઈ ગયો છે એવા અશુદ્ધ આત્માને અનુભવે છે. કોઈ પોતાની બુદ્ધિ વડે શુદ્ધ નિશ્ચયનયના સ્વરૂપને જાણી કર્મ અને આત્માને જુદા જુદા કરે છે. ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાના ચૈતન્ય પુરુષનો આકાર પ્રતિભાસે છે એવો નિર્મળ આત્માને સ્વાનુભવરૂપ આસ્વાદે છે. તેથી શુદ્ધનય કતકફળ સમાન છે. એના શ્રદ્ધાનથી સર્વ સિદ્ધિ થાય છે. પ.
આગળ કહે છે કે જો એક નિશ્ચયનયના શ્રદ્ધાનથી જ સર્વ સિદ્ધિ થાય તો આચાર્ય વ્યવહારનયનો ઉપદેશ શા માટે કરે છે? તેનો ઉત્તર-અર્થ આ ગાથમાં કહ્યો છે. ૫.
વળી જે શ્રોતા ગાથાના અર્થમાંના ઉપદેશને અંગીકાર કરવા લાયક નથી તેનું કથન કરે
अबुधस्य बोधनार्थ मुनीश्वरा देशयन्त्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।६।।
અન્વયાર્થઃ- [ મુનીશ્વર :] ગ્રન્થ કરનાર આચાર્ય [ નવુધચ] અજ્ઞાની જીવોને [વાંધનાર્થ] જ્ઞાન ઉત્પન્ન કરવા માટે [ અમૃતાર્થ] વ્યવહારનયનો [શયત્તિ] ઉપદેશ કરે છે અને [:] જે જીવ [વ7 કિવળ [વ્યવહારમ્ વ] વ્યવહારનયને જ [ ગવૈતિ] જાણે છે. [10] તેને-તે મિથ્યાદષ્ટિ માટે [ રેશના] ઉપદેશ [ નાસ્તિ] નથી.
ટીકાઃ- “મુનીશ્વર : વુધચ વોથનાર્થ મુતાર્થ રેશસ્તિ' મુનીશ્વરો એટલે આચાર્યો અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થ એવો જે વ્યવહારનય તેનો ઉપદેશ કરે છે.
ભાવાર્થ- અનાદિનો અજ્ઞાની જીવ વ્યવહારનયના ઉપદેશ વિના સમજે નહિ તેથી આચાર્ય વ્યવહારનય દ્વારા તેમને સમજાવે છે. તે જ બતાવીએ છીએ. જેમ કોઈ સ્વેચ્છને બ્રાહ્મણે
સ્વસ્તિ” શબ્દ વડે આશીર્વાદ આપ્યો. તેને (અર્થની) કાંઈ ખબર પડી નહિ, તેના તરફ તાકી જ રહ્યો. ત્યાં દુભાષિયો તેને સ્વેચ્છની ભાષામાં કહેવા લાગ્યો કે આ કહે છે કે “તારુ ભલું થાવ.” ત્યારે આનંદિત થઈને તેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com