________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૮૧
ભાવાર્થ:- ભગવાનની વાણી સ્યાદ્વાદરૂપ અનેકાન્તાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણનયની વિવક્ષાથી કરવામાં આવે છે. જેમ કે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે, એ જ નય-વિવેક્ષા છે. ૨૨૫.
[ નોંધ:- આ શ્લોકમાં એમ બતાવ્યું છે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે, પણ તેનો અર્થ એમ નથી કે સાચો ધર્મ કોઈ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય)ના આશ્રયથી થાય અને કોઈવાર નિશ્ચયનય (ભૂતાર્થનય)ના આશ્રયથી થાય છે; ધર્મ તો સદાય નિશ્ચયનય અર્થાત્ ભૂતાર્થનયના વિષયના આશ્રયથી જ થાય છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે થાય છે પણ મોક્ષમાર્ગ બે નથી. સરાગતાથી પણ મોક્ષમાર્ગ તથા વીતરાગતાથી પણ મોક્ષમાર્ગ-એમ પરસ્પર વિરુદ્ધતાથી તથા સંશયરૂપ મોક્ષમાર્ગ નથી.]
ગ્રંથ પૂર્ણ કરતાં આચાર્ય મહારાજ પોતાની લઘુતા બતાવે છે:
वर्णैः कृतानि चित्रैः पदानि तु पदैः कृतानि वाक्यानि। वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।। २२६ ।।
અન્વયાર્થ- [ ચિત્ર ] અનેક પ્રકારના [ વર્ષે ] અક્ષરો વડ [ કૃતનિ] રચાયેલા [પવાન] પદ, [vā] પદોથી [વૃતાનિ] બનાવેલા [વાવયાનિ] વાકયો છે, [1] અને [વાવ:] તે વાક્યોથી [પુન:] પછી [ રૂદ્ર] આ [પવિત્ર] પવિત્ર-પૂજ્ય [શાસ્ત્રમ્ ] શાસ્ત્ર [ā] બનાવવામાં આવ્યું છે, [ સરામિઃ ] અમારાથી [ 7 મિપિ વૃતમ્'] કાંઈ પણ કરાયું નથી.
ટીકા:- ત્રેિ વ: પાનિ કૃતાનિ તુ પર્વ: વાવયાનિ કૃતાનિ વાવસ્થેપવિત્ર શાત્રે તું પુન: કરમામ: ના અર્થ:સ્વામી અમૃતચન્દ્ર મહારાજ ગ્રન્થ પૂર્ણ કરતાં પોતાની લઘુતા બતાવે છે અને કહે છે કે આ ગ્રંથ મેં બનાવ્યો નથી. તો પછી કોણે બનાવ્યો છે?—તો કહે છે કે અનેક પ્રકારના સ્વર, વ્યંજન, વર્ણ અનાદિ કાળના છે, તે વર્ષોથી પદ અનાદિનાં છે, તથા પદોથી વાકય બને છે અને તે વાકયોએ આ પવિત્ર શાસ્ત્ર બનાવ્યું છે, અમે કાંઈ પણ બનાવ્યું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com