________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “હિ પરિશ્મન અત્યંતવિરુદ્ધ વાર્યયો: પિ સમવાયીત્ યથા વૃતં વેતિ રૂતિ વ્યવહાર: ગ િતાદશ: વ્યવહાર: ઢિ ફત:' અર્થ:-નિશ્ચયથી એક અધિકરણમાં પરસ્પર વિરુદ્ધ બે કાર્યોનો બંધ થવાથી “જેમ ઘી બાળે છે” એવો એકનો બીજામાં વ્યવહાર થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ વ્યવહાર પ્રસિદ્ધ થઈ ગયો છે કે સમ્યકત્વથી શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે.
ભાવાર્થ:- જોકે ઘી બાળતું નથી તોપણ અગ્નિના સંબંધથી જ્યારે ઘી ગરમ થઈ જાય છે ત્યારે એવું જાણવામાં આવે છે કે ઘી બાળે છે. તેવી જ રીતે સમ્યકત્વનું કામ કર્મબંધ કરવાનું નથી તોપણ જ્યારે આત્મામાં સમ્યકત્વ અને રાગભાવ બન્ને મળી જાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે સમ્યકત્વથી કર્મનો બંધ થાય છે. તેથી જ લોકમાં વ્યવહાર પણ એવો થાય છે કે સમ્યકત્વથી શુભકર્મોનો બંધ થાય છે, રત્નત્રયથી મોક્ષનો લાભ થાય છે. ર૨૧.
सम्यक्त्वबोधचारित्रलक्षणो मोक्षमार्ग इत्येषः। मुख्योपचाररूप: प्रापयति परं पदं पुरुषम्।। २२२।।
અન્વયાર્થ- [તિ ] આ રીતે [: ] આ પૂર્વકથિત [મુથોપવારા:] નિશ્ચય અને વ્યવહારરૂપ [સચવર્તવોધવારિત્રનૈક્ષણ:] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર લક્ષણવાળો [ મોક્ષમા:] મોક્ષનો માર્ગ [પુરુષમ્] આત્માને [પર પતં] પરમાત્માનું પદ [ પ્રાપતિ] પ્રાપ્ત કરાવે છે.
ટીકાઃ- “સમ્પત્ત્વિવોથવારિત્રનHT: તિ: US: મોક્ષમાર્ગી: મુરધ્યોપવારH: પુરુષ પરં પવું પ્રાયતિ' અર્થ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ ત્રણ સ્વરૂપ જ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહાર એમ બે પ્રકારનો જ આત્માને મોક્ષ પહોંચાડે છે.
ભાવાર્થ- નિશ્ચયમોક્ષમાર્ગ સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાધક છે તથા વ્યવહારમોક્ષમાર્ગ પરંપરાએ મોક્ષમાર્ગનો સાધક છે અર્થાત્ વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે. ર૨૨.
नित्यमपि निरुपलेपः स्वरूपसमवस्थितो निरुपघातः। गगनमिव परमपुरुष: परमपदे स्फुरति विशदतमः।। २२३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com