________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૯
ચિંતાઓથી પૃથક થઈને પ્રાણવિસર્જન કર ! અને જો તારું મન કોઈ સુધા પરીષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર. કેમકે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ““હું દુઃખી છું હું સુખી છું—એવા સંકલ્પ કરીને દુ:ખી થયા કરે છે, પરંતુ ભેદવિજ્ઞાની જીવ આત્મા દેહને ભિન્ન ભિન્ન માનીને દેહને કારણે સુખી-દુઃખી થતો નથી, પણ વિચારે છે કે મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી ? હું બાળક, વૃદ્ધ યા તરુણ નથી તો પછી મનોવેદના કેવી? હે મહાભાગ્ય ! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ટ્યુત ન થઈશ, દઢચિત્ત થઈને પરમ નિર્જરાની અભિલાષ કર. જો,
જ્યાંસુધી તું આત્મચિન્તવન કરતો થકો સંન્યાસ ગ્રહણ કરીને સંથારામાં બેઠો છો, ત્યાંસુધી ક્ષણે ક્ષણે તને પ્રચુર કર્મોનો વિનાશ થાય છે! શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવી શત્રુએ પહેરાવ્યાં હતાં તોપણ તપસ્યાથી કિંચિત્ પણ શ્રુત ના થતાં આત્મધ્યાનથી મોક્ષને પામ્યા! શું તે મહાસુકુમાર સુકુમાલકુમારનું ચરિત્ર સાંભળ્યું નથી? જેનું શરીર શિયાળે થોડું થોડું કરડીને અતિશય કષ્ટ દેવા માટે ઘણા દિવસ (ત્રણ દિવસ) સુધી ભક્ષણ કર્યું હતું, પરંતુ કિંચિત્ પણ માર્ગશ્રુત ન થતાં જેમણે સર્વાર્થસિદ્ધિ સ્વર્ગ પાસ કર્યું હતું. એવાં અસંખ્ય ઉદાહરણ શાસ્ત્રમાં છે જેમાં દુસ્સહ ઉપસર્ગો સહન કરીને અનેક સાધુઓએ સ્વાર્થસિદ્ધિ કરી છે. શું તારું આ કર્તવ્ય નથી કે તેમનું અનુકરણ કરીને જીવન-ધનાદિમાં નિર્વાઇક થઈ, અંતર-બાહ્ય પરિગ્રહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કરવું ! અને ઉપરોક્ત ઉપદેશથી સમ્યક પ્રકારે કપાયને પાતળા કરી-કૃશ કરી રત્નત્રયની ભાવનારૂપ પરિણમનથી પંચ નમસ્કાર-મંત્ર સ્મરણ પૂર્વક સમાધિમરણ કરવું જોઈએ.-આ સમાધિમરણની સંક્ષેપ વિધિ છે.
સલ્લેખના પણ અહિંસા છે
नीयन्तेऽत्र कषाया हिंसाया हेतवो यतस्तनुताम्। सल्लेखनामपि ततः प्राहरहिंसाप्रसिद्ध्यर्थम।। १७९।।
અન્વયાર્થઃ- [વત:] કારણ કે [2] આ સંન્યાસ મરણમાં [ હિંસાય:] હિંસાના [ દેતવ:] હેતુભૂત [ષાય: ] કપાય [ તનુતાન] ક્ષીણતાને [ નીયન્ત] પામે છે [તત:] તેથી [સત્તેરવનામ] સંન્યાસને પણ આચાર્યો [હિંસાપ્રસિદ્ધચર્થ ] અહિંસાની સિદ્ધિ માટે [પ્રદુ:] કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com