________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૫
ત્યારે મારા પરિણામ શુદ્ધ રહે અને હું સંસારના વિષય-ભોગોથી મમત્વનો ત્યાગ કરી દઉં. તેના મરણમાં જો રાગદ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાત થઈ શકતો નથી. ૧૭૭.
આત્મઘાતી કોણ છે તે હવે બતાવે છે:
यो हि कषायाविष्ट: कुम्भकजलधूमकेतुविषशस्त्रैः। व्यपरोपयति प्राणान् तस्य स्यात्सत्यमात्मवधः।। १७८।।
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [ પાયાવિદ:] ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો [...] જે પુરુષ [pક્સનર્તધૂમકેતુવિષશઐ: ] શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના [ પ્રાણાન] પ્રાણને [ વ્યારોપયતિ] પૃથક કરે છે [ તસ્ય ] તેને [ માત્મવધ: ] આત્મઘાત [ સત્યમ્] ખરેખર [ચાત્ ] થાય છે.
ટીકા:- ‘દિ ૫: (શ્રાવવ:) વષાયાવિદ (સન ) મ–નન–ધૂમકેતુ-વિષશત્રે પ્રાગાન વ્યારોપયતિ તસ્ય માત્મવધ: સત્ય ચાતા '–અર્થ-જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થકો થાસ રોકીને, વા જળથી, અગ્નિથી, વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ થાય છે.
| ભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભ ઇત્યાદિ કષાયોની તીવ્રતાથી જે પોતાના પ્રાણનો ઘાત કરવો તેને જ આપઘાત-મરણ કહે છે. ૧૭૮.
વિશેષ:- સલ્લેખના ધર્મ (સમાધિમરણ વિધિ) ગૃહસ્થ અને મુનિ બેઉને છે, સલ્લેખના અથવા સંન્યાસમરણનો એક જ અર્થ છે. માટે બાર વ્રતો પછી સલ્લેખનાનું વર્ણન કર્યું છે. આ સલ્લેખનાવ્રતની ઉત્કૃષ્ટ મર્યાદા બાર વર્ષ સુધીની છે; એમ શ્રી વીરનંદી આચાર્યકૃત યત્યાચારમાં કહ્યું છે.
જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય, દેવમનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદિ ભોજ્ય પદાર્થો દુષ્માપ્ય થઈ જાય અથવા ધર્મનો નાશ કરવાવાળાં કોઈ વિશેષ કારણ આવી મળે ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન આપોઆપ વિનાશસન્મુખ જાણી, સંન્યાસ ધારણ કરે. જો મરણમાં કોઈ પ્રકારે સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે, કે જો આ ઉપસર્ગમાં મારું આયુ પૂર્ણ થઈ જશે તો (મૃત્યુ થઈ જશે તો) મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com