________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [અહં] હું [મરળાન્ત] મરણના સમયે [અવશ્ય] અવશ્ય [ વિધિના ] શાસ્ત્રોક્ત વિધિથી [સìત્ત્વનાં] સમાધિમરણ [ રિષ્યામિ] કરીશ[ તિ] એ રીતે [ભાવના પરિણત: ] ભાવનારૂપ પરિણતિ કરીને [અનાગતમવિ] મરણકાળ આવવા પહેલાં જ [ ] આ [ શીતં] સંલેખના વ્રત [ પાનયેત્] પાળવું અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.
૧૩૪ ]
ટીકા:- ‘અહં મરળાન્તે અવશ્ય વિધિના સર્જાવનાં રિષ્યામિ–કૃતિ ભાવના પરિબત: અનાાત અપિ શીલં પાલયેસ્।' અર્થ:-હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક સમાધિમરણ કરીશ-એવી ભાવનાસહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી તેવા શીલ (સ્વભાવ)ને પ્રાપ્ત કરી લે
છે.
ભાવાર્થ:- શ્રાવકે આ વાતનો વિચાર સદૈવ કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સંલેખના કરીશ. કારણ કે મરણ વખતે પ્રાયઃ મનુષ્યોના પરિણામ બહુ દુ:ખી થઈ જાય છે તથા કુટુંબીજનો અને ધનાદિથી મમત્વભાવ છૂટતો નથી. જેણે મમત્વભાવ છોડી દીધો તેણે સંલેખના કરી. મમત્વભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદિ ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂ૨ જ સંલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ. ૧૭૬.
मरणेऽवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे । रागादिमन्तरेण व्याप्रियमाणस्य नात्मघातोऽस्ति।। १७७।।
અન્વયાર્થ:- [ અવશ્ય] અવશ્ય [વિનિ] થવાવાળું [મરને ‘સતિ’] મરણ થતાં [ષાયસìવનાતનૂરળમાત્રે] કષાય સલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં
[રાવિમન્તરે ]
રાગાદિભાવોના અભાવમાં
[ વ્યાપ્રિયમાળસ્ય] પ્રવર્તમાન પુરુષને [ આત્મઘાત: ] આત્મઘાત [ નાસ્તિ ] નથી.
ટીકા:- 'अवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे मरणे रागादिमन्तरेण વ્યાપ્રિયમાળસ્ય આત્મઘાત: ન અસ્તિા’-અર્થઃ-અવશ્ય જ થનાર જે મરણ છે તેમાં કષાયનો ત્યાગ કરતાં રાગદ્વેષ વિના પ્રાણત્યાગ કરનાર જે પુરુષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી.
ભાવાર્થ:- સંલેખના કરનાર પુરુષની ઇચ્છા એવી નથી કે હું જબરજસ્તીથી મરણ કરું પણ એનો અભિપ્રાય એવો હોય છે કે જબરજસ્તીથી મરણ થવા લાગે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com