________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘ય: ગૃહમાતીય ગુણને પરીન મીયતે ગતિથલે ન વિતરતિ : સોમવાન Bર્થ ન ભવતિ' અર્થ:-પોતાની મેળે–સ્વયમેવ ઘેર આવેલા તથા રત્નત્રયાદિ ગુણસહિત અને ભમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વગેરે છે, તેમને જે શ્રાવક ગૃહસ્થ દાન દેતો નથી તે શ્રાવક લોભ-હિંસા સહિત કેમ ન હોય? અવશ્ય જ હોય
છે.
ભાવાર્થ- જેવી રીતે ભમરો બધાં ફૂલોની વાસ લે છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી તેવી જ રીતે મુનિ મહારાજ વગેરે પણ કોઈ પણ શ્રાવક ગૃહસ્થને પીડા પહોંચાડતા નથી. તેમને એમ કહેતા નથી કે અમારે માટે ભોજન બનાવો અથવા આપો. પણ શ્રાવક પોતે જ્યારે આદરપૂર્વક બોલાવે છે ત્યારે તેઓ થોડો લૂખો સૂકો શુદ્ધ પ્રાસુક જેવો આહાર મળે છે તેવો જ ગ્રહણ કરી લે છે, તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતીને જો દાન ન આપે તો તે અવશ્ય હિંસાનો ભાગીદાર થાય છે. ૧૭૩.
कृतमात्मार्थं मुनये ददाति भक्तमिति भावितस्त्यागः। अरतिविषादविमुक्तः शिथिलितलोभो भवत्यहिंसैव।।
અવયાર્થઃ- [ માત્મા ] પોતાને માટે [ કૃત] બનાવેલ [ ભરૂ૫] ભોજન [ મુન] મુનિને [વાતિ] આપે-[ રૂતિ] આ રીતે [ભાવિત:] ભાવપૂર્વક [ રતિવિષાવિમુp:] અપ્રેમ અને વિષાદરહિત તથા [ શિથિનિતનોમ: ] લોભને શિથિલ કરનાર [ ત્યT:] દાન [ અહિંસા 4] અહિંસા સ્વરૂપ જ [ભવતિ] છે.
ટીકા:- ‘મીત્માર્થ તું મુ$ મુન ફાતિ પુતિ ભાવિત: ત્યT: ૩ રતિવિષાવિમુp: શિથિનિતનોમ: હિંસૈવ ભવતિા'-અર્થ-પોતાને માટે બનાવેલું ભોજન તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લાભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.
ભાવાર્થ:- આ અતિથિસંવિભાગ-વૈયાવૃત્ત શિક્ષાવ્રતમાં દ્રવ્ય-અહિંસા તો પ્રગટ જ છે કેમ કે દાન દેવાથી બીજાની સુધા-તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે તેથી ભાવ-અહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર પૂર્ણ અહિંસાવ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલવ્રતોનું વર્ણન પૂરું થયું. ૧૭૪.
(અહીં સુધી શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન પૂરું થયું)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com