________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૧
અર્થ:- સત્પુરુષોને દાન દેવાથી કલ્પતરુની જેમ શોભા પણ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. લોભી, પાપી પુરુષોને દાન આપવાથી મડદાની ઠાઠડીની જેમ શોભા તો થાય પણ દુ:ખ પણ થાય છે. જેમ કે મડદાની ઠાઠડી શણગારીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય પણ ઘરના સ્વામીને દુઃખ આપનાર બને છે, એવી જ રીતે અપાત્ર વગેરેને દાન આપવાથી સંસારમાં લોકો તો વખાણ કરે છે પણ તેનું ફળ ખરાબ જ થાય છે, સારું થતું નથી. ૧૭૧.
દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છેઃ
हिंसायाः पर्यायो लोभोऽत्र निरस्यते यतो दाने । तस्मादतिथिवितरणं हिंसाप्युपरमणमेवेष्टम् ।। १७२ ।।
અન્વયાર્થ:- [યત: ] કારણ કે [ત્ર વાને] અહીં દાનમાં [હિંસાયા: ] હિંસાના [ પર્યાય: ] પર્યાય [ નોમ: ] લોભનો [ નિસ્યંતે] નાશ કરવામાં આવે છે, [તસ્માત્] તેથી [ અતિથિવિતરણં ] અતિથિદાનને [ હિંસાવ્યુપરમળમેવ ] હિંસાનો ત્યાગ જ [ રૂમ્ ] કહ્યો છે.
ટીકા:- ‘યત: અત્ર વાને હિંસાયા: પર્યાય: નોમ: તિરસ્યતે તસ્માત્ અતિથિ વિતરખં હિંસાવ્યુપમાં વર્।' અર્થઃ-આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે તેનો ત્યાગ થાય છે તેથી અતિથિ પાત્રને દાન દેવું તે હિંસાનો જ ત્યાગ છે.
ભાવાર્થ:- ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે, તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે, તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે. ૧૭૨.
गृहमागताय गुणिने मधुकरवृत्या परानपीडयते।
वितरति यो नातिथये स कथं न हि लोभवान् भवति।। १७३ ।।
અન્વયાર્થ:- [ય:] જે ગૃહસ્થ [ગૃહમાતાય] ઘેર આવેલા [મુનિને] સંયમાદિ ગુણવાન એવા અને [મધુવૃત્યા] ભ્રમર સમાન વૃત્તિથી [પરાન્] બીજાઓને [ અપીઙયતે ] પીડા ન દેવાવાળા [અતિથયે] અતિથિ સાધુને [TM વિતરતિ] ભોજનાદિ દેતો નથી, [સ: ] તે [નોમવાન્ ] લોભી [ i] કેમ [ ન હિ ભવતિ] ન હોય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com