________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અર્થ:- સમ્યગ્દષ્ટિ શ્રાવક તે ૧ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ-આ ચારે કષાયોનો નાશ કરીને એકદેશ ચારિત્ર સન્મુખ થાય છે અર્થાત્ ગ્રહણ કરે છે. કારણ કે નિશ્ચયથી તે જ અપ્રત્યાખ્યાનાવરણ આદિ ચારે દેશચારિત્ર-શ્રાવકનાં વ્રતોનો ઘાત કરે છેઆ રીતે આ ત્રીજો ભેદ અંતરંગ પરિગ્રહનો થયો. ૧૨૫.
निजशक्त्या शेषाणां सर्वेषामन्तरङ्गसङ्गानाम्। कर्तव्यः परिहारो मार्दवशौचादिभावनया।। १२६ ।।
અન્વયાર્થ:- માટે[ નિખશવજ્યા] પોતાની શક્તિથી [માર્વવશવાવિભાવના] માર્દવ, શૌચ, સંયમાદિ દશલક્ષણ ધર્મદ્વારા [ શેષા ] બાકીના [ સર્વેષા] બધાય [ સન્તરીનાન્] અંતરંગ પરિગ્રહોનો [ પરિદર: ] ત્યાગ [ વર્તવ્ય: ] કરવો જોઈએ.
ટીકા- “શેષાનાં સર્વેક્ષાત્ અંતર/સંનાર્ નિશસ્યા માર્દવ શીવાદ્રિ ભાવના પરિહાર: કર્તવ્ય:'– અર્થ:- અને બાકીના જે ૧૦ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે તેમને પોતાની શક્તિ અનુસાર પોતાના કોમળ પરિણામ તથા સંતોષરૂપી ભાવનાથી છોડવા અર્થાત્ યથાક્રમ બધાનો ત્યાગ કરવો.
ભાવાર્થ- અંતરંગ પરિગ્રહ ૧૪ પ્રકારના છે તેમનાં નામ આ જ ગ્રન્થમાં શ્લોક ૧૧૬માં બતાવ્યાં છે. ૧ મિથ્યાત્વ, ૪ ચોકડીરૂપ ચાર કષાય, તથા ૯ હાસ્યાદિ નોકષાય- આ રીતે ૧૪ ભેદ છે. તેમનો ક્રમપૂર્વક ત્યાગ કરવો. તેમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી ૪ કષાય છે તે સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય છે તે દેશચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ શ્રાવકાદ થવા દેતા નથી. પ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય તે સકલસંયમનો ઘાત કરે છે. અર્થાત્ મુનિપદ થવા દેતા નથી. તથા સંજ્વલનાદિ ૪ અને હાસ્યાદિ ૬ તથા ૩ વેદ-એ બધા યથાખ્યાતચારિત્રના ઘાતમાં નિમિત્ત છે. (નિજશક્તિના બળથી) આ રીતે આ બધાં વ્રતોને ક્રમપૂર્વક ધારણ કરીને, અંતરંગ પરિગ્રહને ક્રમપૂર્વક છોડવો જોઈએ. ૧ર૬.
૧. પ્રત્યાખ્યાનાવરણ-અ=ઈપ થોડા, પ્રત્યાખ્યાન ત્યાગને, આવરણ=આચ્છાદિત કરવાવાળા. ૨. નોકષાય=૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ ૪ શોક, ૫ ભય, ૬ જુગુપ્સા ( ગ્લાનિ), ૭ સ્ત્રીવેદ, ૮
પુરુષવેદ, ૯ નપુંસકવેદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com