________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વ્યાપ્તિ છે. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂર્છા અર્થાત્ મમત્વપરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. ૧૧૨.
શંકાકા૨ની શંકા
यद्येवं भवति तदा परिग्रहो न खलु कोऽपि बहिरङ्ग । भवति नितरां यतोऽसौ धत्ते मूर्छानिमित्तत्वम् ।। ११३ ।।
અન્વયાર્થ:- [ યવિ ]જો [vi] આમ [ભવતિ] છે અર્થાત્ મૂર્છા જ પરિગ્રહ હોય [તવા તો [ વસ્તુ] નિશ્ચયથી [વત્તિ: પરિગ્રહ: ] બાહ્ય પરિગ્રહ [રુ: અવિ] કાંઈ પણ [7 ભવતિ] નહિ સિદ્ધ થાય, તો એમ નથી [ યત: ] કેમ કે [ગૌ] એ બાહ્ય પરિગ્રહ [ મૂર્છાનિમિત્તત્વમ્ ] મૂર્ચ્છના નિમિત્તપણાને [નિતર ં] અતિશયપણે [ઘત્તે ] ધારણ કરે છે.
ટીકા:- પ્રશ્ન- ‘વસ્તુ યવિ વં ભવતિ તવા વહિરંગ: વ્હોઽપિ પરિગ્રહ: 7 ( રચાત્ )
ઉત્તર:- ય: અસૌ (વદિયંશ:) નિતાં મૂર્છાનિમિત્તત્વમ્ ધત્તે’– અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો નિશ્ચયથી મૂર્ચ્છનું જ નામ પરિગ્રહ છે તો પછી ધન-ધાન્યાદિ બાહ્યવસ્તુ પરિગ્રહ ન ઠરી. એને પરિગ્રહ શા માટે કહો છો ? શ્રીગુરુ ઉત્તર આપે છેઃ-આ બાહ્ય ધન-ધાન્યાદિ તો અત્યંતપણે પરિગ્રહ છે કેમ કે બાહ્યવસ્તુ જ મૂર્છાનું કારણ છે.
ભાવાર્થ:- પરિગ્રહનું લક્ષણ તો મૂર્છા જ છે. પણ બાહ્ય ધન-ધાન્યાદિ વસ્તુ મૂર્છા ઉપજાવવાને (નિમિત્ત) કારણ છે માટે તેને પણ પરિગ્રહ કહીએ છીએ. ૧૧૩.
શંકાકા૨ની શંકા
एवमतिव्याप्तिः स्यात्परिग्रहस्येति चेद्भवेन्नैवम्। यस्मादकषायाणां कर्मग्रहणे न मूर्च्छास्ति ।। ११४।।
અન્વયાર્થ:- [vi] આ રીતે [પરિગ્રહસ્ય] બાહ્ય પરિગ્રહની [ અતિવ્યાપ્તિ: ] અતિવ્યાસિ [ ચાત્] થાય છે [ તિ શ્વેત્] એમ જો કદાચ કહો તો [વું] એમ [ત્ત ભવેત્] થતું નથી [ યસ્માત્] કારણ કે [અષાયાળાં] કષાયરહિત અર્થાત્ વીતરાગી પુરુષોને [ ર્મપ્રદળે ] કાર્યણવર્ગણાના ગ્રહણમાં [મૂર્છા] મૂર્છા [ નાસ્તિ ] નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com