________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
છઠ્ઠું પર્વ
૭૧
જાવ તો દક્ષિણ સમુદ્ર તરફ જશો નહિ. ત્યારે તેમણે નમસ્કાર કરીને માતાપિતાને કારણ પૂછ્યું. પિતાજીએ કહ્યું કે હે પુત્રો ! એ વાત કહેવા જેવી નથી. પણ પુત્રોએ બહુ હઠ કરી ત્યારે પિતાજીએ કહ્યું કે લંકાપુરી આપણા કુળમથી ચાલી આવે છે, બીજા તીર્થંકર ભગવાન શ્રી અજિતનાથ સ્વામીના સમયથી માંડીને આપણું આ ખંડમાં રાજ્ય છે. અગાઉ અશિનવેગ અને આપણી વચ્ચે યુદ્ધ થયેલું અને પરસ્પર ઘણા મર્યા હતા અને લંકા આપણી પાસેથી ચાલી ગઈ હતી. અનિવેગે નિર્ધાત નામના વિદ્યાધરને ત્યાં સ્થાપ્યો હતો, તે મહાબળવાન અને ક્રૂર છે, તેણે દેશદેશમાં ગુપ્તચરો રાખ્યા છે અને આપણાં છિદ્રો શોધે છે. પિતાના દુઃખની આ વાત સાંભળીને માલીએ નિસાસો નાખ્યો, આંખમાંથી આસું નીકળી આવ્યાં, ક્રોધથી જેનું ચિત્ત ભરાઈ ગયું છે એવો પોતાની ભુજાઓનું બળ જોઈને પિતાને કહેવા લાગ્યો કે હે પિતા, આટલા દિવસો સુધી આ વાત
અમને કેમ ન કરી? તમે સ્નેહથી અમને છેતર્યા. જે શક્તિશાળી હોવા છતાં કામ કર્યા વિના નિરર્થક બકવાસ કરે છે તે લોકમાં લઘુતા પામે છે માટે હવે અમને નિર્ધાત ઉ૫૨ ચડાઈ કરવાની આજ્ઞા આપો. અમારી આ પ્રતિજ્ઞા છે કે લંકા લીધા પછી જ અમે બીજું કામ કરીશું. માતાપિતાએ તેમને ધી૨વીર જાણીને સ્નેહદષ્ટિથી આજ્ઞા આપી. પછી એ પાતાલલંકામાંથી એવી રીતે નીકળ્યા કે જાણે પાતાલલોકમાંથી ભવનવાસી દેવ નીકળી રહ્યા હોય. તે વેરી ઉપર અત્યંત ઉત્સાહથી ચાલ્યા. ત્રણે ભાઈ શસ્ત્રકળામાં મહાપ્રવીણ છે. સમસ્ત રાક્ષસોની સેના તેમની સાથે ચાલી. તેમણે ત્રિકૂટાચલ પર્વત જોયો અને જાણી લીધું કે લંકા આની નીચે વસે છે. માર્ગમાં નિર્ધાતના કુટુંબીઓ જે દૈત્ય કહેવાતા એવા વિદ્યાધરો મળ્યા. તે માલી સાથે યુદ્ધ કરીને ઘણા ખરા મરણ પામ્યા, કેટલાક પગમાં પડય ।, કેટલાક સ્થળ છોડીને ભાગી ગયા, કેટલાક શત્રુના લશ્કરમાં શરણે આવ્યા. પૃથ્વી ઉપર એમનો યશ ખૂબ ફેલાયો. તેમના આગમનની ખબર મળતાં નિર્ધત લંકાની બહાર નીકળ્યો. તે યુદ્ધમાં મહાશૂરવીર છે. તેના છત્રની છાયાથી સૂર્ય આચ્છાદિત થયો છે. બન્ને સેનાઓ વચ્ચે મહાન યુદ્ધ થયું. માયામયી હાથી, ઘોડા, વિમાન, રથ વડે પરસ્પર યુદ્ધ થયું. હાથીનો મદ ઝરવાથી આકાશ જળરૂપ થઈ ગયું. હાથીના કાનરૂપી વીંઝણાથી નખાતા પવનથી આકાશ પવનરૂપ થઈ ગયું, શત્રુઓનાં પરસ્પરનાં શસ્ત્રોનાં પ્રહારથી પ્રગટેલા અગ્નિથી જાણે કે આકાશ અગ્નિરૂપ જ થઈ ગયું. નિર્ધાતને આ પ્રમાણે ઘણો વખત યુદ્ધ ચાલ્યું ત્યારે માલીએ વિચાર્યું કે નબળાને મારવાથી શો લાભ ? આમ વિચારીને તે નિર્ધાત સામે આવ્યો અને ગર્જના કરી કે ક્યાં છે એ પાપી નિર્ધાત? પ્રથમ તો તેણે નિર્ધાતને વિચારીને તે નિર્ધાતને જોઈને તીક્ષ્ણ બાણો વડે રથમાંથી નીચે પછાડયો. તે ઊભો થયો અને ઘોર યુદ્ધ કર્યું એટલે માલીએ ખડ્ગ વડે નિર્ધાતને મારી નાખ્યો. તેને મરેલો જાણીને તેના વંશના માણસો ભાગીને વિજ્યાર્ધ તરફ પોતપોતાના સ્થાનકે ગયા અને કેટલાક કાયર બનીને માલીના જ શરણે આવ્યા. માલી આદિ ત્રણે ભાઈઓએ લંકામાં પ્રવેશ કર્યો. તેમણે માતાપિતા આદિ સમસ્ત પરિવારને લંકામાં બોલાવી લીધો. હેમપુરના રાજા મેઘ વિદ્યાધરની રાણી ભોગવતીની પુત્રી ચન્દ્રમતી માલીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com