________________
છઠું પર્વ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦
પદ્મપુરાણ વિચાર્યું કે “આ રાજસંપદા ક્ષણભંગુર છે, મનુષ્યજન્મ અતિ દુર્લભ છે તેથી હું મુનિવ્રત ધારણ કરીને આત્મકલ્યાણ કર.' આમ વિચારીને સહસ્ત્રારિ નામના પુત્રને રાજ્ય આપીને પોતે વિદ્વાન સાથે મુનિ થયા અને લંકામાં પહેલાં અશનિવેગે નિર્ધાત નામના વિદ્યાધરને મૂક્યો હતો તે હવે સહસ્ત્રારિની આજ્ઞા પ્રમાણ કરીને લંકામાં વહીવટ કરતો. એક વખતે નિર્ધાત દિગ્વિજય માટે નીકળ્યો. તેણે આખાય રાક્ષસદ્વીપમાં રાક્ષસોનો સંચાર ન જોયો, બધા ભાગી ગયા હતા તેથી નિર્ધાત નિર્ભય થઈને લંકામાં રહેવા લાગ્યો. એક દિવસ રાજા કિધુકંધ રાણી શ્રીમાલા સહિત સુમેરુ પર્વત પરથી દર્શન કરીને આવતો હતો ત્યારે માર્ગમાં દક્ષિણ સમુદ્રના તટ પર દેવકુફ ભોગભૂમિ સમાન પૃથ્વી ઉપર કરનતટ નામનું વન જોયું. જોઈને તે પ્રસન્ન થયા અને રાણી શ્રીમાલાને કહેવા લાગ્યાઃ હે દેવી! તમે આ રમણીય વન જુઓ, અહીં વૃક્ષ ફૂલોથી સંયુક્ત છે, નિર્મળ નદી વહે છે અને વાદળાના આકાર જેવો ધરણીમાલા નામનો પર્વત શોભે છે, પર્વતના શિખરો ઊંચા છે અને કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ જળનાં ઝરણાં વહે છે, જાણે કે પર્વત હસી રહ્યો છે અને પુષ્પની સુગંધથી પૂર્ણ, પવનથી હાલતાં વૃક્ષો જાણે કે આપણને જોઈને આપણો વિનય કરી રહ્યા છે, વૃક્ષો ફળોના ભારથી નમેલાં છે તે જાણે આપણને નમસ્કાર જ કરી રહ્યાં છે. જેમ ચાલ્યા જતા પુરુષને સ્ત્રી પોતાના ગુણોથી મોહિત કરી આગળ ન જવા દે તેમ આ વન અને પર્વતની શોભા આપણને મોહિત કરી નાખે છે–આગળ જવા દેતા નથી અને હું પણ આ પર્વતને ઓળંગી આગળ નહિ જઈ શકું, અહીં જ નગર વસાવીશ. અહીં ભૂમિગોચરી લોકો આવતા નથી. પાતાળલંકાની જગ્યા ઊંડી છે અને ત્યાં મારું મન ખેદખિન્ન થયું છે, હવે અહીં રહેવાથી મન પ્રસન્ન થશે. આ પ્રમાણે રાણી શ્રીમાલાને કહીને પોતે પહાડ ઉપરથી ઊતર્યા. ત્યાં પહાડ ઉપર સ્વર્ગ સમાન નગર વસાવ્યું. નગરનું નામ કિધુકંધપુર રાખ્યું. ત્યાં તેણે સર્વ કુટુંબસહિત નિવાસ કર્યો. રાજા કિધુકંધ સમ્યગ્દર્શન સંયુક્ત છે, ભગવાનની પૂજામાં સાવધાન છે. તેને રાણી શ્રીમાલાના યોગથી સૂર્યરજ અને રક્ષરજ નામના બે પુત્ર અને સૂર્યકમલા નામની પુત્રી થઈ. સૂર્યકમલાની શોભાથી સર્વ વિધાધરો મોહિત થયા.
મેઘપુરના રાજા મેસ અને રાણી મધાના પુત્ર મૃગારિદમને કિધુકંધની પુત્રી સૂર્યકમળાને જોઈ અને તેમાં એવો આસક્ત થયો કે તેને રાતદિવસ ચેન પડતું નહિ. તેથી તેના કુટુંબીજનોએ તેના માટે સૂર્યકમળાની યાચના કરી. રાજા કિકંધે રાણી શ્રીમાલા સાથે મંત્રણા કરીને પોતાની પુત્રી સૂર્યકમળા મૃગારિદમન સાથે પરણાવી. તે પરણીને જતો હતો ત્યાં માર્ગમાં કર્ણ પર્વત ઉપર તેણે કર્ણકુંડલ નામનું નગર વસાવ્યું.
હવે પાતાળલંકામાં રાજા સુકેશને ઇન્દ્રાણી નામની રાણીથી માલી, સુમાલી અને માલ્યાવાન નામના ત્રણ પુત્રો થયા. તે જ્ઞાની, ગુણવાન હતા. પોતાની ક્રિીડાઓથી માતાપિતાનું મન હરતા. દેવ સમાન જેમની ક્રિીડા હતી. તે ત્રણ પુત્રો મહાબળવાન અને સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી ચૂકયા હતા. એક દિવસ માતાપિતાએ તેમને કહ્યું કે તમે કિન્કંધપુર તરફ ક્રિીડા કરવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com