________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ સપ્તમ પર્વ
પદ્મપુરાણ પરણી. પ્રતિકૂટ નગરના રાજા પ્રીતિકાંતની રાણી પ્રીતિમતીની પુત્રી પ્રીતિ સુમાલીને પરણી અને કનકકાંત નગરના રાજા કનકની રાણી કનકશ્રીની પુત્રી કનકાવલી માલ્યવાનને પરણી. એમને પહેલાંની કેટલીક રાણીઓ હતી. તેમાં આ મુખ્ય રાણી થઈ. તેમને દરેકને હજાર હજારથી પણ કેટલીક અધિક રાણીઓ થઈ. માલીએ પોતાના પરાક્રમથી વિજ્યાર્ધની બન્ને શ્રેણી વશ કરી લીધી. સર્વ વિધાધરો એમની આજ્ઞા આશીર્વાદની પેઠે માથે ચડાવવા લાગ્યા. કેટલાક દિવસો પછી એમના પિતા રાજા સુકેશ માલીને રાજ્ય આપીને મહામુનિ થયા અને રાજા કિધુકંધ પોતાના પુત્ર સૂર્યરજને રાજ્ય આપીને વૈરાગી થયા. એ બન્ને પરમ મિત્ર રાજા સુકેશ અને કિધુકંધ સમસ્ત ઇન્દ્રિયના સુખોને ત્યાગીને, અનેક ભવનાં પાપને હરનાર જિનધર્મ પામીને સિદ્ધ સ્થાનના નિવાસી થયા. હું શ્રેણિક! આ પ્રમાણે અનેક રાજા પ્રથમ રાજ્યાવસ્થામાં અનેક વિલાસ કરી પછી રાજ્યનો ત્યાગ કરી, આત્મધ્યાનના યોગથી સમસ્ત પાપોને ભસ્મ કરી, અવિનાશી ધામ પામ્યા. આમ જાણીને હે રાજા! મોહનો નાશ કરી, શાંત દશાને પ્રાપ્ત થાઓ.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વાનરવંશીઓનું નિરૂપણ કરનાર છઠું પર્વ પૂર્ણ થયું.
*
*
*
સસમ પર્વ (રાવણનો જન્મ અને વિદ્યા સાધનાદિનો નિર્દેશ) હવે રથનૂપુર નગરમાં રાજા સહસ્ત્રાર રાજ્ય કરતો. તેની રૂપ અને ગુણોમાં અત્યંત સુંદર રાણી માનસુંદરી ગર્ભવતી થઈ હતી. તેનું શરીર અતિ કૃશ થયું હતું, તેના બધાં આભૂષણો ઢીલાં થઈ ગયા હતા. તેના પતિએ અત્યંત આદરથી તેને પૂછયું કે હે પ્રિય! તારા અંગ શા કારણે ક્ષીણ થયા છે, તારી શી અભિલાષા છે? તારી જે અભિલાષા હોય તે હું હમણાં જ પૂરી કરીશ. હે દેવી! તું મને પ્રાણથી પણ અધિક પ્યારી છે. રાજાએ આમ કહ્યું ત્યારે રાણીએ વિનયપૂર્વક તેના પતિને વિનંતિ કરી કે હે દેવ! જે દિવસથી બાળક મારા ગર્ભમાં આવ્યું છે તે દિવસથી મને એવી ઈચ્છા થાય છે કે હું ઇન્દ્ર જેવી સંપદા ભોગવું. આપના અનુગ્રહથી મેં લાજ છોડીને આપને મારો મનોરથ જણાવ્યો છે, કેમ કે સ્ત્રીને લજ્જા પ્રધાન છે તેથી તે મનની વાત કહેતી નથી. રાજા સહસ્ત્રાર જે વિદ્યાબળથી પૂર્ણ હતો તેણે ક્ષણ માત્રમાં તેના મનોરથ પૂર્ણ કર્યા તેથી આ રાણી અત્યંત આનંદ પામી, તેની સર્વ અભિલાષા પૂર્ણ થઈ, તેણે મહાન પ્રતાપ અને કાંતિ ધારણ કર્યા. સૂર્ય ઉપરથી પસાર થાય તે પણ તેનું તેજ સહી શકે નહી. નવ મહિના પૂરા થયા ત્યારે તેને પુત્ર જન્મ્યો. તે સમસ્ત બાંધવોને પરમ સંપદાનું કારણ હતો. રાજા સહસ્ત્રારે હર્ષિત થઈ પુત્રજન્મનો મહાન ઉત્સવ કર્યો, અનેક વાજિંત્રોના અવાજથી દશે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com