________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૬ એકસો દસમું પર્વ
પદ્મપુરાણ નાખે તો બીજું શીતળ કરનાર કોણ હોય? આવા ચંદ્રાભાના ઠપકાનાં વચન સાંભળી રાજાએ કહ્યું-હે દેવી! તું કહે છે તે જ સત્ય છે. તેણે તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે હું પાપી, લક્ષ્મીરૂપી પાશથી બંધાયેલો, વિષયરૂપ કીચડમાં ફસાયેલો હવે આ દોષથી કેવી રીતે છૂટું? રાજા એમ વિચારે છે તે વખતે અયોધ્યાના સહૃક્ઝામ્રવનમાં મહાસંઘ સહિત સિંહપાદ નામના મુનિ આવ્યા. એ સાંભળીને રાજા રણવાસ સહિત અને પ્રજાજનો સહિત મુનિનાં દર્શન માટે ગયો, વિધિપૂર્વક ત્રણ-પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી જમીન પર બેઠો, જિનેન્દ્રનો ધર્મ સાંભળી, ભોગોથી વિરક્ત થઈ મુનિ થયો. મહાન રાજાની પુત્રી રાણી ચંદ્રાભા જે અતુલ્ય રૂપવતી હતી તે રાજવિભૂતિ તજી આર્થિકા થઈ. તેને દુર્ગતિની વેદનાનો અધિક ભય છે. મધુનો ભાઈ કૈટભ રાજ્યને વિનશ્વર જાણી મહાવ્રતધારી મુનિ થયો. બન્ને ભાઈ મહા તપસ્વી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સકળ સ્વજનને પરમ આનંદ આપનાર મધુનો પુત્ર કુળવર્ધન અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યો. મધુ સેંકડો વરસ વ્રત પાળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના આરાધી સમાધિમરણકરી સોળમા અમ્રુત સ્વર્ગમાં અચ્યતેન્દ્ર થયો અને કૈટભ પંદરમા આરણ નામના સ્વર્ગમાં આરણેન્દ્ર થયો. ગૌતમ સ્વામી કહે છે હું શ્રેણિક! આ જિનશાસનનો પ્રભાવ જાણો કે આવા અનાચારી પણ અનાચારનો ત્યાગ કરી અય્યતેન્દ્રપદ પામે તો ઇન્દ્રપદનું શું આશ્ચર્ય? જિનધર્મના પ્રસાદથી મોક્ષ પણ પામે. મધુનો જીવ અય્યતેન્દ્ર હતો, તેની સમીપે સીતાનો જીવ પ્રતીન્દ્ર થયો. મધુનો જીવ સ્વર્ગમાંથી ઍવી શ્રી કૃષ્ણની રુકમણી રાણીનો પ્રધુમ્ન નામનો કામદેવ પુત્ર થયો અને મોક્ષ પામ્યો. કૈટભનો જીવ કૃષ્ણની જામવંતી રાણીનો જંબુકુમાર નામનો પુત્ર થઈ પરમધામ પામ્યો. આ તને મધુનું ચરિત્ર કહ્યું. હવે હું શ્રેણિક! બુદ્ધિમાનોના મનને પ્રિય એવા લક્ષ્મણના મહાધીર વીર આઠ પુત્રોનું પાપનો નાશ કરવાનું ચરિત્ર ધ્યાનથી સાંભળ.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાજા મધુના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો નવમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
એકસો દસમું પર્વ (લક્ષ્મણના આઠ કુમારોનું વિરક્ત થઈ દીક્ષાગ્રહણ અને નિર્વાણપ્રાપ્તિ)
પછી કાંચનસ્થાન નગરના રાજા કાંચનરથ અને રાણી શત€દો તેમની પુત્રીઓ અતિરૂપવતી અને રૂપના ગર્વથી ગર્વિષ્ઠ હતી તેના સ્વયંવરને અર્થે અનેક રાજાઓને ભૂચર-ખેચરોને, તેમના પુત્રોને કન્યાના પિતાએ પત્ર લખી અને દૂત મોકલી શીવ્ર બોલાવ્યા. સૌથી પ્રથમ દૂતને અયોધ્યા મોકલ્યો અને પત્રમાં લખ્યું કે મારી પુત્રીઓનો સ્વયંવર છે તો આપ કૃપા કરી કુમારોને શીધ્ર મોકલો. તેથી રામ-લક્ષ્મણે પ્રસન્ન થઇ પરમઋદ્ધિયુક્ત બધા પુત્રોને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com