________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો દસમું પર્વ
૬૧૭ મોકલ્યા. બન્ને ભાઈઓના સકળ કુમારો લવ-અંકુશને આગળ કરી પરસ્પર પ્રેમભર્યા કાંચનસ્થાનપુર ચાલ્યા. સેંકડો વિમાનમાં બેઠા, અનેક વિદ્યાધરો સાથે આકાશમાર્ગ નીકળ્યા. તે મોટી સેના સહિત આકાશમાંથી પૃથ્વીને જોતાં ચાલ્યા. કાંચનસ્થાનપુર પહોંચ્યા. ત્યાં બન્ને શ્રેણીઓના વિદ્યાધરો આવ્યા હતા તે યોગ્ય સ્થાને બેઠા, જેમ ઇન્દ્રની સભામાં જાતજાતનાં આભૂષણ પહેરી દેવો બેસે અને નંદનવનમાં દેવ નાના પ્રકારની ચેષ્ટા કરે તેવી ચેષ્ટા કરવા લાગ્યા. બન્ને કન્યા મંદાકિની અને ચંદ્રવકત્રા મંગળસ્નાન કરી સર્વ આભૂષણ પહેરી પોતાના નિવાસેથી રથમાં બેસીને નીકળી, જાણે કે લક્ષ્મી અને લજ્જા જ છે. અનેક વ્યવહાર જાણનાર તેમનો કંચુકી સાથે હતો. તે રાજકુમારોના દેશ, કુળ, સંપત્તિ, ગુણ, નામ, ચેષ્ટા વગેરેનું વર્ણન કરતો હતો. તે કહેતો કે આ રાજકુમારોમાં કોઈ વાનરધ્વજ, કોઈ સિંહધ્વજ, કોઈ વૃષભધ્વજ, કોઈ ગજધ્વજ ઇત્યાદિ અનેક પ્રકારના ધ્વજધારી મહાપરાક્રમી છે. આમાંથી જેની તને ઇચ્છા હોય તેને તું પસંદ કર. તે બધાને જોવા લાગી અને આ બધા રાજકુમારો તેમને જોઈ સંદેહની તુલામાં આરૂઢ થયા કે રૂપગર્વિત છે, કોણ જાણે કોને વરે? આવી રૂપવતીને આપણે જોઈ નથી, જાણે આ બન્ને સમસ્ત દેવીઓનું રૂપ એકત્ર કરાવી બનાવી છે. આ કામની પતાકા લોકોને ઉન્માદનું કારણ છે. આમ બધા રાજકુમારો પોતપોતાના મનમાં અભિલાષા કરવા લાગ્યા. બન્ને ઉત્તમ કન્યા લવ-અંકુશને જોઈ કામબાણથી વીંધાઈ ગઈ. તેમાં મંદાકિની નામની કન્યાએ લવના કંઠમાં વરમાળા નાખી અને બીજી કન્યા ચંદ્રવકત્રાએ અંકુશને વરમાળા પહેરાવી. આથી સમસ્ત રાજકુમારોના મનરૂપ પક્ષી શરીરરૂપી પિંજરામાંથી ઊડી ગયા. જે ઉત્તમજનો હતા તેમણે પ્રશંસા કરી કે આ બન્ને કન્યાઓએ રામના બન્ને પુત્રોને પસંદ કર્યા તે સારું કર્યું. આ કન્યા એમને યોગ્ય જ છે. આ પ્રમાણે સજ્જનોના મુખમાંથી વાણી નીકળી. જે ભલા માણસો હતા તેમનાં ચિત્ત યોગ્ય સંબંધથી આનંદ પામે જ.
હવે લક્ષ્મણની વિશલ્યાદિ આઠ પટરાણીના મહાસુંદર, ઉદારચિત્ત પૃથ્વી પર પ્રસિદ્ધ ઇન્દ્ર સમાન આઠ પુત્રો પોતાના અઢીસો ભાઈ સહિત અત્યંત પ્રેમથી બેઠા હતા, જેમ તારાઓમાં ગ્રહ શોભે. તે આઠ કુમારો સિવાયના બીજા બધા જ ભાઈઓ રામના પુત્રો પર ગુસ્સે ભરાયા. તે બોલતા કે અમે નારાયણના પુત્ર કીર્તિ અને કળાવાન, લક્ષ્મીવાન, બળવાન, નવયુવાન અમે કયા ગુણથી હીન છીએ કે આ કન્યાઓ અમને ન વરી અને સીતાના પુત્રોને વરી? ત્યારે આઠય મોટા ભાઈઓએ તેમનાં ચિત્ત શાંત કર્યા, જેમ મંત્રથી સર્પને વશ કરવામાં આવે. તેમના સમજાવવાથી બધા જ ભાઈઓ લવ-અંકુશ તરફ શાંતચિત્ત થયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ કન્યાઓ અમારા પિતાજીના મોટા ભાઈના પુત્રોને વરી છે તેથી અમારી ભાભી થઈ જે માતા સમાન છે અને સ્ત્રીપર્યાય નિંધ છે, સ્ત્રીઓની અભિલાષા અવિવેકી કરે, સ્ત્રીઓ સ્વભાવથી જ કુટિલ હોય છે, એમના માટે વિવેકજનો વિકારી ન થાય. જેમને આત્મકલ્યાણ કરવું હોય તે સ્ત્રીઓ તરફથી પોતાનું મન પાછું વાળી લે આમ વિચારીને બધા ભાઈઓનાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com