________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
એકસો નવમું પર્વ
૧૫
જઈ અત્યંત ભક્તિથી મહેમાનગતિ કરી. તેની સ્ત્રી ચંદ્રાભા ચંદ્ર સમાન મુખવાળી હતી. મૂર્ખ વી૨સેને તેના હાથે મધુની આરતી ઉતરાવી અને તેના હાથે જ જમાડયો. ચંદ્રાભાએ પતિને ઘણું કહ્યું કે પોતાના ઘરમાં સુંદર વસ્તુ હોય તે રાજાને બતાવવી નહિ પણ પતિએ માન્યું નહિ. રાજા મધુ ચંદ્રાભાને જોઈ મોહિત થયો અને મનમાં વિચાર્યું કે આની સાથે વિંધ્યાચળના વનમાં રહેવું સારું અને આના વિના આખી પૃથ્વીનું રાજ્ય પણ સારું નથી. તેથી રાજા અન્યાયી થયો. મંત્રીએ તેને સમજાવ્યો કે અત્યારે આ વાત કરશો તો કાર્ય સિદ્ધ નહિ થાય અને રાજ્યભ્રષ્ટ થશો. તેથી મંત્રીઓના કહેવાથી રાજા વીરસેનને સાથે લઈ ભીમ ઉપર ચડયો. યુદ્ધમાં તેને જીતીને વશ કર્યો અને બીજા બધા રાજાને પણ વશ કર્યા, પછી અયોધ્યા જઈ ચંદ્રભાને મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યો. સર્વ રાજાને વસંતની ક્રીડા અર્થે પોતાની પત્નીઓ સાથે બોલાવ્યા અને વીરસેનને ચંદ્રાભા સહિત બોલાવ્યો ત્યારે પણ ચંદ્રાભાએ કહ્યું કે મને ન લઈ જાવ, તેણે માન્યું નહિ. રાજાએ એક મહિનો વનમાં ક્રીડા કરી અને જે રાજાઓ આવ્યા હતા તેમને દાન-સન્માનથી તેમની સ્ત્રી સહિત વિદાય કર્યા. વીરસેનને થોડા વધારે દિવસ રાખ્યો અને વીરસેનને પણ ખૂબ દાન-સન્માન આપી વિદાય કર્યો. ચંદ્રાભા વિશે કહ્યું કે એના નિમિત્તે અદ્ભુત આભૂષણો બનાવ્યાં છે તે હજી પૂરાં થયાં નથી તેથી એને તારી પાછળ વિદાય કરીશું. તે ભોળો કાંઈ સમજ્યો નહિ અને ઘેર આવ્યો. તેના ગયા પછી મધુએ ચંદ્રભાને મહેલમાં બોલાવી, અભિષેક કરી પટરાણીપદ આપ્યું અને સર્વ રાણીઓમાં મુખ્ય બનાવી. ભોગથી જેનું મન અંધ થયું છે એવો તે એને રાખી પોતાને ઇન્દ્ર સમાન માનવા લાગ્યો. વીરસેને સાંભળ્યું કે મધુએ ચંદ્રાભાને રાખી છે તેથી પાગલ થઈ જઈ કેટલાક દિવસો પછી મંડપ નામના તાપસનો શિષ્ય થઈ પંચાગ્નિ તપ કરવા લાગ્યો. એ દિવસ રાજા મધુ ન્યાયના આસને બેઠો હતો ત્યાં એક પરદારારતનો ન્યાય કરવાનો આવ્યો. રાજા ન્યાય કરવામાં ઘણો વખત સુખી બેસી રહ્યો. પછી મહેલમાં ગયો ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું-મહારાજ, આજે બહુ વખત કેમ થયો? હું તો ભૂખથી ખેદખિન્ન થઈ ગઈ આપ ભોજન કરો પછી ભોજન કરુંને! ત્યારે રાજા મધુએ કહ્યું કે આજે એક પ૨સ્ત્રીમાં આસક્ત પુરુષનો ન્યાય કરવાનો આવી ગયો તેથી વાર લાગી. ત્યારે ચંદ્રાભાએ હસીને કહ્યું કે જે પરસ્ત્રીરત હોય તેને ખૂબ માન આપવું. રાજાએ ક્રોધથી કહ્યું કે તું આ શું બોલે છે? જે દુષ્ટ વ્યભિચારી હોય તેને તો દંડ આપવાનો. ૫૨સ્ત્રીનો સ્પર્શ કરે, તેની સાથે વાત કરે, તે પાપી છે, તો ૫૨સ્ત્રીનું સેવન કરે તેની તો શી વાત કરવી ? આવાં કાર્ય કરે તેને તો આકરો દંડ આપી નગરમાંથી કાઢી મૂકવાના હોય. અન્યાયમાર્ગી છે તે મહાપાપી નરકમાં પડે છે અને રાજાઓ દ્વારા દંડને પાત્ર છે. તેમનું માન કરવાનું હોય? ત્યારે રાણી ચંદ્રાભાએ રાજાને કહ્યું-હું નૃપ! પદારાસેવન મોટો દોષ હોય તો તમે તમને દંડ કેમ ન આપો. તમે જ પરદારારત છો તો બીજાનો શો દોષ? જેવો રાજા તેવી પ્રજા. જ્યાં રાજા હિંસક હોય અને વ્યભિચારી હોય ત્યાં ન્યાય કેવો ? માટે ચૂપ રહો. જે જળથી બીજ ઉગે અને જગતના જીવોને જળ જ જો બાળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com