________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૪ એકસો નવમું પર્વ
પદ્મપુરાણ ત્યાં યક્ષ લાલ નેત્રથી જોરથી ગર્જના કરી બોલ્યો અને બધાની પાસે બધી હકીકત કહી કે જે પ્રાણી સાધુઓની નિંદા કરે તે અનર્થ પામે; જેમ નિર્મળ કાચમાં વાંકુ મુખ કરીને જુએ તો વાંકુ જ દેખાય, તેમ જે સાધુઓને જેવા ભાવથી દેખે તેવું જ ફળ મેળવે. યક્ષ કહે છે હે વિપ્ર! જે મુનિઓની મશ્કરી કરે તે ઘણા દિવસ રુદન કરે અને કઠોર વચન કહે તો કલેશ ભોગવે. મુનિનો વધ કરે તો અનેક કુમરણ પામે, દ્વેષ કરે તો પાપ ઉપાર્જ, ભવભવ દુ:ખ ભોગવે અને જેવું કરે તેવું ફળ પામે. તારા પુત્રોના દોષથી મેં તેમને ખંભિત કર્યા છે, વિદ્યાના અભિમાનથી ગર્વિષ્ઠ, માયાચારી, દુરાચારી, સંયમીઓના ઘાતક છે. આવાં વચન કહ્યાં ત્યારે સોમદેવ વિષે હાથ જોડી સાધુની સ્તુતિ કરી અને રુદન કરવા લાગ્યો, પોતાની નિંદા કરતો. છાતી કુટતો, હાથ ઊંચા કરી સ્ત્રી સહિત વિલાપ કરવા લાગ્યો. પછી પરમદયાળુ મુનિએ યક્ષને કહ્યું, હું કમળનેત્ર! આ બાળકબુદ્ધિ છે, એમનો અપરાધ તમે માફ કરો, તમે જિનશાસનના સેવક છો, સદા જિનશાસન પ્રભાવના કરો છો, તેથી મારા કહેવાથી એમને ક્ષમા કરો. ત્યારે યક્ષે કહ્યું કે આપે કહ્યું તે પ્રમાણ છે એમ કહી તે બન્ને ભાઈઓને છોડી મૂક્યા. ત્યારે એ બન્ને ભાઈઓએ મુનિને પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરી સાધુના વ્રત લેવાને અસમર્થ હોવાથી સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત લીધાં. તે જિનધર્મના શ્રદ્ધાની થયા. અને તેમનાં માતાપિતાએ વ્રત લઈ છોડી દીધા તેથી તે અવ્રતના યોગથી પહેલી નરકમાં ગયા અને આ બન્ને વિપ્ર પુત્ર નિઃશંકપણે જિનશાસનરૂપ અમૃતનું પાન કરી હિંસાનો માર્ગ વિષય તજ્યો, સમાધિમરણથી પહેલાં સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી અયોધ્યામાં ઍવીને સમુદ્ર શેઠની સ્ત્રી ધારિણીની કૂખે જન્મ્યા. નેત્રોને આનંદ આપનાર એકનું નામ પૂર્ણભદ્ર અને બીજાનું નામ કાંચનભદ્ર હતું. તે શ્રાવકનાં વ્રત ધારી પહેલા સ્વર્ગમાં ગયા અને બ્રાહ્મણના ભવના એનાં માતાપિતા પાપના યોગથી નરકમાં ગયા હતા તે નરકમાંથી નીકળી ચાંડાળ અને કૂતરી થયાં. તે પૂર્ણભદ્ર અને કાંચનભદ્રના ઉપદેશથી જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. તે સમાધિમરણ કરીને સોમદેવ દ્વિજનો જીવ ચાંડાળમાંથી નંદીશ્વરદ્વીપનો અધિપતિ દેવ થયો અને અગ્નિલા બ્રાહ્મણીનો જીવ કૂતરીમાંથી અયોધ્યાના રાજાની પુત્રી થઈ. તે દેવના ઉપદેશથી વિવાહનો ત્યાગ કરી આર્થિકા થઈ ઉત્તમ ગતિ પામી; તે બન્ને પરંપરાએ મોક્ષ પામશે. પૂર્ણભદ્ર અને કાંચનભદ્ર જીવ પ્રથમ સ્વર્ગમાંથી ચ્યવીને અયોધ્યાના રાજા હેમ અને રાણી અમરાવતીના મધુ અને કૈટભ નામના જગવિખ્યાત પુત્ર થયા, જેમને કોઈ જીતી શકે નહિ. અતિપ્રબળ અને રૂપવાન તેમણે આ સમસ્ત પૃથ્વી વશ કરી, બધા રાજા તેમને આધીન થયા. ભીમ નામનો રાજા ગઢના બળથી તેમની આજ્ઞા માનતો નહિ, જેમ ચમરેન્દ્ર અસુરકુમારોના ઇન્દ્ર નંદનવન પામીને પ્રફુલ્લિત થાય છે તેમ તે પોતાના સ્થાનના બળથી પ્રફુલ્લિત રહેતા. એક વીરસેન નામના વટપુરના રાજાએ મધુ-કૈટભને વિનંતી પત્ર લખ્યો કે પ્રભો ! ભીમસેનરૂપ અગ્નિએ મારા દેશરૂપ વનને ભસ્મ કર્યું છે. તેથી મધુ ક્રોધથી મોટી સેના લઈ ભીમ ઉપર ચડ્યો. તેણે માર્ગમાં વટપુર જઈને મુકામ કર્યો. વીરસેને સામે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com