________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો નવમું પર્વ
SOC કરી કશ્યપનું ખૂબ સન્માન કર્યું, ખૂબ વૈભવથી તેને વધાવ્યો અને ઘેર વિદાય કર્યો. કશ્યપ કાશીમાં લોકપાળની જેમ આનંદ કરે છે, સર્વગુપ્ત બધા લોકોથી નિંદાતો મૃતક તુલ્ય થયો, કોઈ તેને મળતું નહિ, તેનું મોઢું જોતા નહિ. તેથી સર્વગુપ્ત પોતાની સ્ત્રી વિજયાવતીનો દોષ બધે ફેલાવ્યો કે એણે રાજા અને મારી વચ્ચે ભેદ કરાવ્યો. આ પ્રચારથી વિજયાવતી અત્યંત ઠેષ પામી કે હું ન તો રાજાની થઈ શકી કે ન ધણીની રહી શકી. તેણે મિથ્યા તપ કર્યું અને મરીને રાક્ષસી થઈ. રાજા રતિવર્ધને ભોગોથી ઉદાસ થઈ સુભાનુ સ્વામીની નિકટ મુનિવ્રત લીધા. તે રાક્ષસીએ રતિવર્ધન મુનિને ઘણા ઉપસર્ગ કર્યા. મુનિ શુદ્ધોપયોગના પ્રસાદથી કેવળી થયા. પ્રિયંકર અને હિતકર બન્ને કુમારો પહેલાં આ જ નગરમાં દામદેવ નામના બ્રાહ્મણની પત્ની શ્યામલીના પેટે સુદેવ અને વસુદેવ નામના પુત્ર થયા હતા. વસુદેવની સ્ત્રી વિશ્વા અને સુદેવની સ્ત્રી પ્રિયંગુનો ગૃહસ્થ વ્યવહાર પ્રશંસનીય હતો. એમણે શ્રીતિલક નામના મુનિને આહારદાન આપ્યું હતું તેથી દાનના પ્રભાવથી બન્ને ભાઈ સ્ત્રી સહિત ઉત્તરકુરુ ભોગભૂમિમાં ઉપજ્યા, તેમનું ત્રણ પલ્યનું આયુષ્ય હતું. સાધુના આહારદાનરૂપી કલ્પવૃક્ષના મહાફળ ભોગભૂમિમાં ભોગવી બીજા સ્વર્ગમાં દેવ થયા. ત્યાં સુખ ભોગવી ચ્યવને સમ્યજ્ઞાનરૂપ લક્ષ્મીથી મંડિત પાપકર્મનો ક્ષય કરનારા પ્રિયંકરહિસંકર થયા, તે મુનિ થઈ રૈવેયક ગયા, ત્યાંથી ચ્યવીને લવણાંકુશ થયા. મહાભવ્ય અને તદ્દભવ મોક્ષગામી છે. રાજા રતિવર્ધનની રાણી સુદર્શના પ્રિયંકર- હિતંકરની માતા, પુત્રોમાં જેનો અત્યંત અનુરાગ હતો તે, પતિ અને પુત્રોના વિયોગથી અત્યંત આર્તધ્યાન કરી જુદી જુદી યોનિઓમાં ભ્રમણ કરી કોઈ એક જન્મમાં પણ પુણ્ય ઉપાર્જન કરી આ સિધ્ધાર્થ થયો. ધર્મ અનુરાગી, સર્વ વિદ્યામાં નિપુણ તેણે પૂર્વજન્મના સ્નેહથી લવણ-અંકુશને ભણાવ્યા અને એવા નિપુણ બનાવ્યા કે દેવોથી પણ જીતી ન શકાય. છેવટે ગૌતમ સ્વામીએ શ્રેણિકને કહ્યું કે હું નૃપ ! આ સંસાર અસાર છે અને આ જીવનાં કોણ કોણ માતાપિતા નથી થયાં? જગતના બધા જ સંબંધો જૂઠા છે, એક ધર્મનો જ સંબંધ સત્ય છે તેથી વિવેકીઓએ ધર્મનો જ પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી તે સંસારનાં દુ:ખોથી છૂટે. બધા કર્મ નિંદ્ય, દુઃખની વૃદ્ધિનાં કારણ છે તેમને તજીને જિનવરોએ ભાખેલાં તપથી અનેક સૂર્યની કાંતિને જીતી સાધુ શિવપુર એટલે મુક્તિમાં જાય છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણ-અંકુશના પૂર્વભવોનું વર્ણન કરનાર એકસો આઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો નવમું પર્વ (સીતાનું ઉગ્ર તપશ્ચરણ અને સમાધિમરણથી સ્વર્ગગમન) સીતા પતિ અને પુત્રોને તજીને કયાં કયાં તપ કરતી રહી તે સાંભળ. સીતાનો યશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com