________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૦ એકસો નવમું પર્વ
પદ્મપુરાણ લોકપ્રસિદ્ધ છે. સીતાનો સમય શ્રી મુનિસુવ્રતનાથજીનો સમય હતો. મહાશોભાયમાન, ભવભ્રમના નિવારક તે વીસમા ભગવાનનો સમય અરનાથ અને મલ્લિનાથ ભગવાનના સમય જેવો જ હતો. તે સમયમાં શ્રી સકળભૂષણ કેવળી કેવળજ્ઞાનથી લોકાલોકને જાણતા વિહાર કરે છે. તેમણે અનેક મહાવ્રતી અણુવ્રતી કર્યા. અયોધ્યાના સર્વજનો જિનધર્મમાં નિપુણ વિધિપૂર્વક ગૃહસ્થનો ધર્મ આરાધે છે. સકળ પૂજા ભગવાન શ્રી સકળભૂષણના વચનોમાં શ્રધ્ધાવાન છે. જેમ ચક્રવર્તીની આજ્ઞા પાળે તેમ ભગવાન ધર્મચક્રી તેમની આજ્ઞા ભવ્ય જીવ પાળે છે. રામનું રાજ્ય ધર્મના ઉદ્યોતરૂપ, જે સમયે ઘણા માણસો વિવેકી અને સાધુસેવામાં તત્પર હતા. જુઓ, જે સીતા પોતાની મનોજ્ઞતાથી દેવાંગનાઓની શોભાને જીતતી તે તપથી દગ્ધ થયેલી માધુરી લતા જ હોય એવી થઈ ગઈ છે. વૈરાગ્યમંડિત અશુભભાવ રહિત સ્ત્રીપર્યાયને ખુબ નીંદતી, મહાન તપ કરતી હતી. જેના વાળ ધૂળથી મલિન થઈ ગયા છે, શરીર સ્નાન અને સંસ્કારરહિત છે, પરસેવાવાળા શરીરમાં રજ ચોટે છે તેથી શરીર મલિન થઈ રહ્યું છે, બેલા, તેલા, પક્ષ ઉપવાસથી તન ક્ષીણ કર્યું છે, દોષ ટાળી શાસ્ત્રોક્ત પારણું કરે છે, શીલ, વ્રત, ગુણો પ્રત્યે અનુરાગ છે, અધ્યાત્મના વિચારથી તેનું ચિત્ત અત્યંત શાંત થઈ ગયું છે, તેણે ઇન્દ્રિયોને વશ કરી છે, બીજાઓથી ન થાય એવું તપ કરવા લાગી. જેનાં અંગ ઉપરથી માંસ, લોહી સુકાઈ ગયાં છે, જેનાં અસ્થિ અને નસો પ્રગટપણે દેખાય છે, જાણે કે કાષ્ટની પૂતળી જ છે, સૂકી નદી સમાન ભાસે છે. જેના ગાલ બેસી ગયા છે, ચાર હાથ જમીન જોઈને ચાલે છે, દયાથી ભરેલી સૌમ્ય દષ્ટિ છે, તપનાં કારણ એવા દેહના સમાધાન માટે વિધિપૂર્વક ભિક્ષાવૃત્તિથી આહાર કરે છે. તેણે એવું તપ કર્યું કે શરીર જુદું જ થઈ ગયું. પોતાના કે પારકા કોઈ ઓળખી શકે તેમ નથી. સીતાને આવું તપ કરતી જોઈને બધી આર્થિકાઓ એની જ વાત કરે છે, એની રીત જોઈ બીજી પણ તેને આદર આપે છે, બધામાં તે મુખ્ય બની ગઈ. આ પ્રમાણે બાંસઠ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. આયુષ્યના તેત્રીસ દિવસ, બાકી રહ્યા ત્યારે અનશનવ્રત ધારણ કરી પરમ આરાધના આરાધી જેમાં પુષ્પાદિક ઉચ્છિષ્ટ સાથરાનો ત્યાગ કરવામાં આવે છે તે પ્રમાણે શરીરને તજી અશ્રુત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ.
(શંબુ અને પ્રધુમ્નકુમારના પૂર્વભવ) ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જિનધર્મનું માહાસ્ય જુઓ, જે સ્ત્રીપર્યાયમાં જન્મી હતી તે તપના પ્રભાવથી દેવોનો ઇન્દ્ર થઈ. સીતા અશ્રુત સ્વર્ગમાં પ્રતીન્દ્ર થઈ.
ત્યાં મણિની કાંતિથી ઉદ્યોતમાન વિમાનમાં ઉપજી, મણિકાંચનાદિ અમૂલ્ય દ્રવ્યોથી મંડિત વિચિત્રતાવાળા સુમેના શિખર સમાન ઊંચા વિમાનમાં પરમ ઐશ્વર્યથી સંપન્ન પ્રતીન્દ્ર થઈ. હજારો દેવાંગનાના નેત્રોનો આશ્રય, તારાઓથી મંડિત ચંદ્રમા શોભે તેમ શોભતો હતો. તે ભગવાનની પૂજા કરતો, મધ્યલોકમાં આવી તીર્થયાત્રા અને સાધુઓની સેવા કરતો, તીર્થકરોના સમવસરણમાં ગણધરોના મુખે ધર્મશ્રવણ કરતો. આ કથા સાંભળી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે પ્રભો ! સીતાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com