________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૮ એકસો આઠમું પર્વ
પદ્મપુરાણ રાજન ! કાકંદી નામની નગરીમાં રાજા રતિવર્ઝનને રાણી સુદર્શનાથી બે પુત્રો થયા. એક પ્રિયંકર અને બીજો હિતકર. ત્યાંની રાજ્યલક્ષ્મીનો ધુરંધર સર્વગુપ્ત સ્વામીદ્રોહી હતો અને રાજાને મારવાનો ઉપાય ગોતતો. સર્વગુપ્તની સ્ત્રી વિજયાવતી પાપિણી હતી, રાજા સાથે ભોગ કરવા ચાહતી. રાજા શીલવાન, પદારા પરાડમુખ, તેની માયાજાળમાં ન ફસાયો. ત્યારે તેણીએ કહ્યું કે મંત્રી તમને મારી નાખવા ઇચ્છે છે. રાજાએ તેની વાત માની નહિ. તેથી તેણે પતિને ભરમાવ્યો કે રાજા તને મારી મને લઈ જવા ઇચ્છે છે. આથી દુષ્ટ મંત્રીએ રાજાના બધા સામંતોને ફોડ્યા અને રાજાના સૂવાના મહેલમાં રાત્રે આગ લગાડી રાજા તો સદા સાવધાન હતો અને મહેલમાં ગુપ્ત સુરંગ રખાવી હતી તે સુરંગના માર્ગ થઈ બન્ને પુત્રો અને સ્ત્રીને લઈ બહાર નીકળી ગયો અને કાશીનો સ્વામી રાજા કશ્યપ જે ન્યાયી, ઉગ્રવંશી, રાજા રતિવર્ઝનનો સેવક હતો તેના નગરમાં ગુપ્ત રીતે પહોંચ્યો. અહીં સર્વગુપ્ત રતિવર્ધનના સિંહાસન પર બેઠો, બધા ઉપર આજ્ઞા પ્રવર્તાવી. રાજા કશ્યપને પણ પત્ર લખી દૂત મોકલ્યો કે તમે આવીને મને પ્રણામ કરીને મારા સેવક થાવ. કશ્યપે દૂતને જવાબ આપ્યો કે સર્વગુપ્ત સ્વામીદ્રોહી છે તે દુર્ગતિનું દુઃખ ભોગવશે,
સ્વામીદ્રોહીનું નામ પણ ન લેવાયું, મોટું ન જવાય તો સેવા તો કેવી રીતે કરાય? તેણે રાજાને બન્ને પુત્ર અને સ્ત્રી સાથે બાળી નાખ્યા તે સ્વામીવાત, સ્ત્રીઘાત અને બાળહત્યાના મહાન દોષ તેણે કર્યા છે તેથી એવા પાપીનું સેવન કેવી રીતે કરીએ? તેનું મુખ પણ ન જોવું અને બધા લોકોની સમક્ષ હું તેનું મસ્તક કાપી ધણીનું વેર લઈશ. આમ કહીને દૂતને પાછો મોકલ્યો. દૂતે જઈ સર્વગુપ્તને બધો વૃત્તાંત કહ્યો તેથી તે અનેક રાજાઓ અને મોટી સેના સાથે કશ્યપ ઉપર આવ્યો. તેણે આવીને કશ્યપના દેશને ઘેરી લીધો, કાશીની ચારે તરફ સેના ફેલાઈ ગઈ, પણ કશ્યપને સંધિ કરવાની ઇચ્છા નથી. યુદ્ધનો જ નિશ્ચય છે. રાજા રતિવર્ધન રાત્રે કાશીના વનમાં આવ્યો અને એક તરુણ દ્વારપાળને કશ્યપ પાસે મોકલ્યો તેણે જઈ કશ્યપને રાજાના આવવાના સમાચાર કહ્યા. કશ્યપ તો અતિ પ્રસન્ન થયો અને મહારાજ ક્યાં છે? મહારાજ ક્યા છે? એવા વચન વારંવાર બોલવા લાગ્યો. ત્યારે દ્વારપાળે કહ્યું કે મહારાજ વનમાં રહ્યા છે ત્યારે એ ધર્મી સ્વામીભક્ત ખૂબ આનંદ પામી પરિવાર સહિત રાજા પાસે ગયો, તેની આરતી ઉતારી અને પગમાં પડી જયજયકાર કરતો નગરમાં લાવ્યો અને નગરને આનંદથી ઉછાળ્યું અને નગરમાં આવા અવાજ ફેલાઈ ગયા કે કોઈથી જીતી ન શકાય એવા રતિવર્ધન રાજા જયવંત હો. રાજા કશ્યપે પોતાના સ્વામીના આગમનથી મોટો ઉત્સવ કર્યો અને સેનાના બધા સામંતોને કહેવરાવી દીધું કે આપણા સ્વામી તો વિદ્યમાન છે અને તમે સ્વામીદ્રોહીને સાથે આપી સ્વામી સાથે લડશો એ તમારા માટે શું ઉચિત છે?
આથી તે બધા સામંતો સર્વગુપ્તને છોડી સ્વામી પાસે આવ્યા અને યુદ્ધમાં સર્વગુપ્તને જીવતો પકડી લીધો, કાકંદી નગરીનું રાજ્ય રતિવર્ધનના હાથમાં આવ્યું. રાજા જીવતો રહ્યો તેથી ફરી વાર જન્મોત્સવ કર્યો, ખૂબ દાન આપ્યું, સામંતોનું સન્માન કર્યું, ભગવાનની વિશેષ પૂજા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com