________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો આઠમું પર્વ
SOO પતિવ્રતા સ્ત્રી ખોઈ. કેટલીક બોલતી હતી કે નિર્મળ કુળમાં જન્મેલા ક્ષત્રિય છે તેમની એ જ રીત હોય છે, કોઈ પણ પ્રકારે કુળને કલંક ન લગાડે. લોકોનો સંદેહ દૂર કરવા માટે રામે તેને દિવ્ય શપથ લેવા કહ્યું અને દિવ્ય શપથની કસોટીમાં તે નિર્મળ આત્મા સાચો સાબિત થયો, તેણે લોકોનો સંદેહ મટાડી જિનદીક્ષા ધારણ કરી. કોઈ કહે છે, હું સખી! જાનકી વિના રામ કેવા દેખાય છે જાણે કે ચાંદની વિનાના ચંદ્ર અને દીપ્તિ વિનાના સૂર્ય. ત્યારે કોઈએ કહ્યું-એ પોતે જ મહાન કાંતિધારક છે, એમની કાંતિ પરાધીન નથી. કોઈ કહે છે – સીતાનું ચિત્ત વજ જેવું છે કે આવા પુરુષોત્તમ પતિને છોડીને જિનદીક્ષા લીધી. કોઈ કહે છે-ધન્ય છે સીતાને! જે અનર્થરૂપ ગૃહવાસ ત્યાગીને તેણે આત્મકલ્યાણ કર્યું. વળી કોઈ બોલતી કે આવા સુકુમાર બેય કુમારો લવણ અને અંકુશને કેમ તજી શકી? સ્ત્રીનો પ્રેમ પતિથી છૂટે, પોતાની કૂખે જન્મેલા પુત્રોથી ન છૂટે. ત્યારે કોઈ બોલી-આ બન્ને પુત્રો પરમ પ્રતાપી છે, એમને માતા શું કરે? એમની સહાય એમનાં પુણ્ય જ કરશે અને બધા જ જીવો પોતપોતાના કર્મને આધીન છે. આ પ્રમાણે નગરની નારીઓ વાર્તાલાપ કરે છે. જાનકીની વાત કોને આનંદ ન આપે? અને એ બધી જ રામને જોવાની અભિલાષિણી રામને જોતાં તૃપ્ત થતી નહિ, જેમ ભમરો કમળના મકરંદથી તૃપ્ત થતો નથી. કેટલીક લક્ષ્મણ તરફ જોઈને બોલી-આ નરોત્તમ નારાયણ લક્ષ્મીવાન, પોતાના પ્રતાપથી જેમણે પૃથ્વીને વશ કરી છે, ચક્રધારી, ઉત્તમ રાજ્યલક્ષ્મીના સ્વામી, વેરીની સ્ત્રીઓને વિધવા કરનાર, રામના આજ્ઞાકારી છે. આ પ્રમાણે બન્ને ભાઈઓએ લોકોની પ્રશંસા મેળવતાં પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. જે આ શ્રી રામનું ચરિત્ર નિરંતર ધારણ કરે તે અવિનાશી લક્ષ્મી પામે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં કૃતાંતવક્રત્રના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો સાતમું પર્વ પૂર્ણ થયું.
* * * એકસો આઠમું પર્વ
(લવણ-અંકુશના પૂર્વભવ) રાજા શ્રેણિક ગૌતમ સ્વામીના મુખે શ્રી રામનું ચરિત્ર સાંભળીને મનમાં વિચારવા લાગ્યો કે સીતાએ પોતાના પુત્રો લવણ-અંકુશનો મોહ તજી દીધો પણ તે સુકુમાર મૃગ જેવા નેત્રોવાળા નિરંતર સુખના ભોક્તા કેવી રીતે માતાનો વિયોગ સહી શકે? આવા પરાક્રમી અને ઉદાર ચિત્તવાળાને પણ ઇષ્ટ-વિયોગ અને અનિષ્ટ-સંયોગ થાય છે તો બીજાની તો શી વાત કરવી? આમ વિચારીને તેમણે ગણધરદેવને પૂછયું, હે પ્રભો! મેં તમારા પ્રસાદથી રામ-લક્ષ્મણનું ચરિત્ર સાંભળ્યું, હવે લવ-અંકુશનું ચરિત્ર પણ સાંભળવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું-હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com