SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SOS એકસો સાતમું પર્વ પદ્મપુરાણ છે. જેણે આભૂષણો તજ્યાં છે તો પણ શ્રી, ડ્રી ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, લજ્જાની શિરોમણિ જેવી શોભે છે. શ્વેત વસ્ત્ર પહેરેલી તે મંદ પવનથી ચલાયમાન ફીણવાણી પવિત્ર નદી જ છે. જાણે નિર્મળ શરદ પૂનમની ચાંદની સમાન શોભા ધરતી સમસ્ત આર્થિકારૂપ કુમુદિનીઓને પ્રફુલ્લિત કરનારી લાગે છે. વૈરાગ્યવતી મૂર્તિમાન જિનશાસનની દેવી જ છે. આવી સીતાને જોઈ જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા શ્રી રામ કલ્પવૃક્ષ સમાન ક્ષણભર નિશ્ચળ થઈ ગયા, નેત્રભૂકુટિ સ્થિર થઈ, જાણે શરદની મેઘમાળા સમીપે કંચનગિરિ શોભે તેમ શ્રી રામ આર્થિકાઓની સમીપમાં શોભતા હતા. શ્રી રામ મનમાં ચિંતવવા લાગ્યા-આ સાક્ષાત્ ચંદ્રકિરણ ભવ્યોરૂપી કુમુદિનીને ખીલવનાર શોભે છે. નવાઈની વાત એ છે કે કાયર સ્વભાવવાળી આ વાદળાના અવાજથી ડરતી તે હવે મહાન તપસ્વીની ભયંકર વનમાં ભય કેમ નહિ પામે? નિતંબના ભારથી આળસથી ગમન કરનારી અત્યંત કોમલાંગી તપથી કરમાઈ જશે. ક્યાં આ કોમળ શરીર અને ક્યાં આ દુર્બર જિનરાજનું તપ? તે અતિ કઠણ છે. જે અગ્નિ મોટાં મોટાં વૃક્ષોને બાળી નાખે તેનાથી કમલિનીની શી હાલત થાય? આ સદાય મનવાંછિત આહાર કરનારી હવે કેવી રીતે જે મળે તે ભિક્ષાથી કાળક્ષેપ કરશે? આ પુણ્યાધિકારિણી રાત્રે સ્વર્ગના વિમાન સમાન સુંદર મહેલમાં મનોહર શય્યા પર સૂતી અને વીણા, બંસરી, મૃદંગાદિ મંગળ શબ્દો સાંભળતાં સૂતી તે હવે ભયંકર વનમાં કેવી રીતે રાત્રિ પૂર્ણ કરશે? વન તો દર્ભની તીક્ષ્ણ અણીઓથી વિષમ અને સિંહ વાઘાદિના અવાજથી ભયંકર હોય છે, જુઓ, મારી ભૂલ કે મેં મૂઢ લોકોના અપવાદથી પતિવ્રતા સતી શીલવતી, મધુર ભાષિણીને ઘરમાંથી કાઢી મૂકી. આ પ્રમાણે ચિંતાના ભારથી પીડિત શ્રી રામ પવનથી કંપાયમાન કમળની જેમ ધ્રુજતા હતા. પછી કેવળીનાં વચનને યાદ કરી, ધૈર્યથી આંસુ લુછી શોકરહિત થઈ અત્યંત વિનયથી સીતાને નમસ્કાર કર્યા. સૌમ્ય ચિત્તવાળા લક્ષ્મણે પણ હાથ જોડી નમસ્કાર કરી રામ સહિત સ્તુતિ કરી–હે ભગવતી, તું સતી વંદનીય છે, ધન્ય છે, સુંદર ચેષ્ટાવાળી છે. જેમ ધરા સુમેરુને ધારે તેમ તું જિનરાજનો ધર્મ ધારે છે. તે જિનવચનરૂપ અમૃત પીધું છે. તેનાથી ભવરોગ મટાડીશ, સમ્યકત્વ જ્ઞાનરૂપ જહાજથી સંસાર સમુદ્રને તરીશ. જે પતિવ્રતા નિર્મળ ચિત્ત ધારે છે તેમની એ જ ગતિ છે કે પોતાના આત્માને સુધારે અને બેય લોક તેમ જ બેય કુળ સુધારે, તે પવિત્ર ચિત્તથી આવી ક્રિયા ગ્રહણ કરી છે. હું ઉત્તમ નિયમ ધરનારી! અમે જે કાંઈ અપરાધ કર્યો હોય તેને માફ કરો. સંસારી જીવોના ભાવ અવિવેકરૂપ હોય છે તેથી તું જિનમાર્ગમાં પ્રવર્તી, સંસારની માયાને અનિત્ય જાણી અને પરમ આનંદરૂપ આ દશા જીવોને દુર્લભ છે; આ પ્રમાણે બન્ને ભાઈ જાનકીની સ્તુતિ કરી લવણ અંકુશને આગળ રાખી અનેક વિદ્યાધરો, મહિપાલો સાથે અયોધ્યામાં પ્રવેશ્યા. જેમ દેવો સહિત ઇન્દ્ર અમરાવતીમાં પ્રવેશ કરે અને બધી રાણીઓએ પરિવાર સહિત નગરમાં પ્રવેશ કર્યો. રામને નગરમાં પ્રવેશતાં જોઈ મકાનો ઉપર બેઠેલી સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે-આ શ્રી રામચંદ્ર, જેમનું અંત:કરણ શુદ્ધ છે, શુરવીર છે, મહાવિવેકી છે તેમણે મૂઢ લોકોના અપવાદથી આવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy