SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ત્રીજું પર્વ પદ્મપુરાણ ગરમીથી પીડિત બની આ કાર્ય કરીએ છીએ. વળી, કેટલાક આપસમાં કહેવા લાગ્યા કે ચાલો ઘરે જઈને સ્ત્રીપુત્રાદિને જોઇએ. ત્યારે તેમનામાંથી કેટલાકે કહ્યું કે જો આપણે ઘરમાં જઇશું તો ભરત આપણને ઘરમાંથી હાંકી કાઢશે અને તીવ્ર દંડ દેશે, માટે ઘેર ન જવું, પણ વનમાં જ રહેવું. આ બધામાં સૌથી અભિમાની ભરતનો પુત્ર, ભગવાનનો પૌત્ર મારિચ ભગવાં વસ્ત્રો પહેરીને પરિવ્રાજિક (સંન્યાસી) નો માર્ગ પ્રગટ કરવા લાગ્યો. પછી કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિ આવીને ભગવાનનાં ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ! તમે સૌને રાજ્ય આપ્યું, તો અમને પણ આપો. આ પ્રમાણે યાચના કરવા લાગ્યા ત્યારે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્ર આવીને તેમને વિજ્યાદ્ધનું રાજ્ય આપ્યું, તે વિજ્યાદ્ધ પર્વત ભોગભૂમિ સમાન છે, પૃથ્વીના તળથી તે પચ્ચીસ યોજન ઊંચો છે, સવા છ યોજનનું મૂળ છે, ભૂમિ ઉપર પચાસ યોજન પહોળો છે. જમીનથી દસ યોજન ઊંચે જઈએ ત્યાં દસ દસ યોજનની બે શ્રેણી છે. એક દક્ષિણ શ્રેણી અને એક ઉત્તર શ્રેણી. આ બન્ને શ્રેણીઓમાં વિદ્યાધરો વસે છે. દક્ષિણ શ્રેણીની નગરી પચાસ અને ઉત્તર શ્રેણીની સાઠ છે. એક એક નગરને કરોડ કરોડ ગ્રામ વીંટળાયેલાં છે. દસ યોજનથી એ બીજા દયોજન જઈએ તો ત્યાં ગંધર્વ, કિન્નરાદિ દેવોના નિવાસ છે અને પાંચ યોજન ઉપર જઈએ ત્યાં નવશિખર છે. તેમાં પ્રથમ સિદ્ધકૂટ પર ચારણમુનિ આવીને ધ્યાન ધરે છે. વિધાધરોની દક્ષિણ શ્રેણીની જે પચાસ નગરી છે તેમાં રથનૂપુર મુખ્ય છે અને ઉત્તર શ્રેણીની જે સાઠ નગરી છે તેમાં અલકાવતી નગરી મુખ્ય છે. આ વિધાધરોનો લોક સ્વર્ગલોક સમાન છે, ત્યાં સદાય ઉત્સાહુ પ્રવર્તે છે. નગરને વિશાળ દરવાજા અને દ્વાર છે, સુવર્ણના કોટ, ઊંડી ખાઈ અને વન-ઉપવન વાવ, કૂવા, સરોવરાદિથી શોભાયમાન છે. ત્યાં સર્વ ઋતુનાં ધાન્ય અને સર્વ ઋતુનાં ફળ-ફૂલ સદા મળે છે, સર્વ પ્રકારની ઔષધિઓ મળે છે. સરોવરો કમળોથી ભરેલાં છે. તેમાં હંસ ક્રીડા કરે છે. ત્યાં દહીં, ઘી, જળનાં ઝરણાં વહે છે. વાવનાં પગથિયાં મણિસુવર્ણનાં છે, કમળોની સુવાસથી શોભે છે. ત્યાં કામધેનું સમાન ગાય છે, પર્વત સમાન અનાજના ઢગલા છે, માર્ગ ધૂળ-કંટકાદિ રહિત છે, વિશાળ વૃક્ષોની છાયા છે અને મનોહર જળનાં સ્થાન છે. ચોમાસામાં મનવાંછિત મેઘવર્ષા થાય છે, મેઘોની આનંદદાયક ગર્જના સંભળાય છે, શીતકાળમાં શીતની અધિક બાધા નથી, ગ્રીષ્મઋતુમાં વિશેષ ગરમી લાગતી નથી. ત્યાં છે તુના વિલાસ છે, સ્ત્રીઓ સર્વ આભૂષણોથી મંડિત કોમળ અંગવાળી છે, સર્વકળામાં નિપુણ પટકુમારિકા સમાન પ્રભાવવાળી છે. કેવી છે તે વિદ્યાધરી? કેટલીક તો કમળના ગર્ભ સમાન પ્રભા ધારણ કરે છે, કેટલીક શ્યામસુન્દર નીલકમળની પ્રભા ધારણ કરે છે, કેટલીક સુવર્ણપુષ્પ સમાન રંગ ધારણ કરે છે, કેટલીક વિધુત સમાન જ્યોતિ ધારણ કરે છે, આ વિદ્યાધરીઓ મહાસુગંધી શરીરવાળી છે, જાણે કે નંદનવનના પવનથી જ બનાવી હોય! તે સુંદર ફૂલોનાં ઘરેણાં પહેરે છે, જાણે કે વસંતની પુત્રી જ છે! અને ચન્દ્રમાં સમાન તેની કાંતિ છે, જાણે કે પોતાના પ્રકાશરૂપ સરોવરમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy