________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
ચોથું પર્વ
૩૩
તે તરી રહી છે! શ્યામ, શ્વેત, સુવર્ણ એ ત્રણ વર્ણનાં નેત્રોની શોભા ધરનાર, મૃગ સમાન નેત્રોવાળી, હંસીની ચાલવાળી, એવી વિદ્યાધરીઓ દેવાંગના સમાન શોભે છે. વિદ્યાધર પુરુષો મહાસુન્દર, શૂરવીર, સિંહ સમાન પાક્રમી છે. મહાબાહુ, મહાપરાક્રમી, આકાશગમનમાં સમર્થ, શુભ લક્ષણોવાળા, શુભ ક્રિયા કરનારા, ન્યાયમાર્ગી, દેવો સમાન પ્રભાવાળા પોતાની સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી અઢી દ્વીપમાં ઈચ્છાનુસાર ગમન કરે છે. આ પ્રમાણે બન્ને શ્રેણીઓમાં તે વિધાધરો દેવતુલ્ય ઈષ્ટ ભોગ ભોગવતા થકા મહાવિદ્યાઓ ધારણ કરે છે, કામદેવ સમાન છે રૂપ જેમનું અને ચન્દ્રમા સમાન છે વદન જેમના, એવા વિદ્યાધરો હોય છે. ધર્મના પ્રસાદથી પ્રાણી સુખસંપત્તિ પામે છે તેથી એક ધર્મનો જ પ્રયત્ન કરો અને જ્ઞાનરૂપ સૂર્યથી અજ્ઞાનિતિમરનો નાશ કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં વિધાધરોના કથનનો ત્રીજો અધિકાર સંપૂર્ણ થયો.
***
ચોથું પર્વ
(ભગવાન ઋષભદેવના આહારનિમિત્તના વિહા૨નું વર્ણન )
તે ભગવાન ઋષભદેવ મહાધ્યાની, સુવર્ણ સમાન પ્રભાના ધારક, જગતના હિત નિમિત્તે છ માસ પછી આહાર લેવા નીકળ્યા. લોકો મુનિના આહારની વિધિ જાણતા નહોતા. તેમણે અનેક નગર અને ગામમાં વિહાર કર્યો. જાણે કે અદ્દભુત સૂર્ય જ વિહરી રહ્યો હોય! જેમણે પોતાના દેહની કાંતિથી પૃથ્વીમંડળ ઉપર પ્રકાશ પાથરી દીધો છે, જેમના સ્કંધ સુમેરુના શિખર સમાન દેદીપ્યમાન છે એવા તે ૫૨મ સમાધાનરૂપ અધોષ્ટિએ જોતા, જીવદયાનું પાલન કરતા વિહાર કરી રહ્યા છે. નગર, ગ્રામાદિમાં અજ્ઞાની લોકો વિવિધ પ્રકારનાં વસ્ત્ર, રત્ન, હાથી, ઘોડા, રથ, કન્યાદિકની ભેટ ધરતા હતા, પણ પ્રભુને તેનું તો કાંઈ પ્રયોજન છે નહિ, તેથી પ્રભુ ફરીથી વનમાં ચાલ્યા જાય છે, આ પ્રમાણે છ મહિના સુધી વિધિપૂર્વક પ્રાપ્તિ ન થઈ અર્થાત્ દીક્ષાસમયથી એક વર્ષ આહાર વિના વીત્યું. પછી વિહાર કરતાં તે હસ્તિનાપુર આવ્યા, ત્યારે સર્વજનો પુરુષોત્તમ ભગવાનને જોઈને આશ્ચર્ય પામ્યા. રાજા સોમપ્રભ અને તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર, આ બન્ને ભાઈ ઊઠીને તેમની સામે ગયા. શ્રેયાંસકુમારને ભગવાનને જોતાં જ પૂર્વભવનું સ્મરણ થયું અને તેમણે મુનિના આહારની વિધિ જાણી લીધી. તે રાજા ભગવાનની પ્રદક્ષિણા દેતાં સુમેરુની પ્રદક્ષિણા સૂર્ય દઈ રહ્યો હોય તેવા શોભતાં હતા. તેમણે વારંવાર નમસ્કાર કરીને રત્નપાત્રમાંથી અર્ધ્ય આપી ભગવાનનાં ચરણો ધોયાં અને પોતાના શિરના કેશ વડે સ્પર્શ કર્યો. તેમને આનંદનાં આંસુ આવ્યાં અને ગદગદિત થઈને બોલ્યા. જેમનું ચિત્ત ભગવાનના ગુણમાં અનુરાગી થયું છે એવા શ્રેયાંસે મહાપવિત્ર રત્નોના કળશોમાં રાખેલા અત્યંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com