________________
૩૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
ત્રીજું પર્વ તો પરાધીન થઈ નોકરી કરી રહ્યા છે, કેટલાક પોતાને સ્વામી માનીને તેમના ઉપર આજ્ઞા કરે છે, તેમનાં વચન ગર્વથી ભરેલાં છે. ધિકકર છે આ સંસારને ! જેમાં જીવ દુઃખ જ ભોગવે છે અને દુ:ખને જ સુખ માની રહ્યા છે. માટે હું જગતનાં વિષયસુખો છોડીને તપ-સંયમાદિ શુભ પ્રયત્ન કરીને મોક્ષસુખની પ્રાપ્તિ માટે ઉધમ કરીશ. આ વિષયસુખ ક્ષણભંગુર છે અને કર્મના ઉદયથી ઊપજ્યાં છે તેથી કૃત્રિમ (બનાવટી) છે. આ પ્રમાણે શ્રી ઋષભદેવનું મન વૈરાગ્યચિંતનમાં પ્રવર્યું છે. તે વખતે લૌકાંતિક દેવો આવીને સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ! આપે સુન્દર વિચાર કર્યો છે. ત્રણ લોકમાં કલ્યાણનું કારણ આ જ છે. ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ થયો હતો. તે હવે આપની કૃપાથી પ્રવર્તશે. આ જીવો તમે બતાવેલા માર્ગ દ્વારા લોકશિખર અર્થાત્ નિર્વાણપદ પામશે. આ પ્રમાણે સ્તુતિ કરીને લૌકાંતિક દેવો પોતાના સ્થાનમાં ગયા. ઇન્દ્રાદિક દેવોએ આવીને તપકલ્યાણકનો ઉત્સવ કર્યો. સુદર્શના નામની રત્નજડિત પાલખીમાં ભગવાનને બેસાડયા. કલ્પવૃક્ષનાં ફૂલોની માળાથી તે પાલખી અત્યંત સુગંધિત બની છે, મોતીના હારોથી શોભાયમાન છે, પાલખીમાં ભગવાન બેસીને ઘરમાંથી વનમાં જવા નીકળ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દથી અને દેવોના નૃત્યથી દસે દિશાઓ શબ્દરૂપ થઈ. તે મહાવિભૂતિ સંયુક્ત તિલક નામના ઉદ્યાનમાં ગયા. માતાપિતાદિક સર્વ કુટુંબીજનોની ક્ષમા માગીને, સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને તેમણે મુનિપદ ધારણ કર્યું. સમસ્ત વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો, કેશલોચ કર્યો. ઇન્દ્ર તે કેશ રત્નથી પેટીમાં લઈ જઈને ક્ષીરસાગરમાં નાખ્યા. જ્યારે ભગવાન મુનિરાજ થયા ત્યારે તેમના પ્રત્યેની ફક્ત ભક્તિના જ કારણે ચાર હજાર રાજાઓ, મુનિનું સ્વરૂપ ન જાણવા છતાં તેમની સાથે નગ્ન થયા. ભગવાને છ મહિના સુધી નિશ્ચળ કાયોત્સર્ગ ધારણ કર્યો અર્થાત્ સુમેરુ પર્વત સમાન નિશ્ચળ થઈને રહ્યા અને મનઇન્દ્રિયનો વિરોધ કર્યો.
હવે કચ્છ મહાકચ્છાદિ જે ચાર હજાર રાજા નગ્ન રૂપ ધારણ કરીને દીક્ષિત થયા હતા તે બધા ભૂખ, તરસ વગેરે પરીષહોથી ચલાયમાન થયા. કેટલાક તો પરીષહરૂપ પવનથી ભૂમિ પર ઢળી પડ્યા, કેટલાક જે ખૂબ બળવાન હતા તે ભૂમિ પર તો ન પડયા છે, પરંતુ બેસી ગયા, કેટલાક કાયોત્સર્ગ છોડીને ભૂખતરસથી પીડાઈને ફળાદિનો આહાર કરવા લાગ્યા અને કેટલાક ગરમીથી તપ્ત થઈને શીતળ જળમાં પ્રવેશવા લાગ્યા. તેમની આવી પ્રવૃત્તિ જોઈને આકાશમાં દેવવાણી થઈ કે “મુનિરૂપ ધારણ કરીને તમે આવું કામ ન કરો. આ રૂપ ધારણ કરીને તમે આવું કાર્ય કરશો તો નરકાદિ દુઃખનું કારણ થશે.” ત્યારે તે નગ્નવેશ તજીને વલ્કલ પહેરવા લાગ્યા, કેટલાકે ચર્માદિ ધારણ કર્યા, કેટલાક દર્ભ-ધાસ આદિ ધારણ કરવા લાગ્યા. તેઓ ફળાદિથી ભૂખ અને શીતળ જળથી તરસ મટાડવા લાગ્યા. આ પ્રમાણે આ લોકો ચારિત્રભ્રષ્ટ થઈને અને સ્વચ્છંદી બનીને ભગવાનના મતથી વિપરીત બની શરીરનું પોષણ કરવા લાગ્યા. કોઈએ તેમને પૂછયું કે તમે આ કામ ભગવાનની આજ્ઞાથી કરો છો કે મનથી કરો છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ભગવાન તો મૌનરૂપ છે, કાંઈ કહેતા નથી. અમે ભૂખ, તરસ, ઠંડી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com