________________
૩૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજું પર્વ
પદ્મપુરાણ લાગ્યા કે હે નાથ ! બધાં કલ્પવૃક્ષ નાશ પામ્યાં છે અને અમે સુધાતૃષાથી પીડિત છીએ, આપને શરણે આવ્યા છીએ, આપ રક્ષા કરો. આ કેટલાંક ફળવાળાં વૃક્ષો પૃથ્વી ઉપર ઊગ્યાં છે, એમની વિધિ અમે જાણતા નથી. એમાં ક્યાં ખાવા યોગ્ય છે અને ક્યાં ખાવા યોગ્ય નથી ? આ ગાયભેંસનાં સ્તનોમાંથી કાંઈક ઝરે છે, પણ તે શું છે? આ વાઘસિંહાદિ પહેલાં સરળ હતા, હવે એ વક્રરૂપ દેખાય છે અને આ મહામનોહર સ્થળ ઉપર અને જળમાં ફૂલો દેખાય છે તે શું છે? હે પ્રભુ! આપની કૃપાથી આજીવિકાના ઉપાયો અમે જાણીએ તો અમે સુખેથી જીવી શકીએ. પ્રજાનાં આ વચનો સાંભળીને નાભિરાજાને દયા આવી. મહાધીર નાભિરાજાએ તેમને કહ્યું કે આ જગતમાં ઋષભદેવ સમાન બીજા કોઈ નથી, જેમના જન્મ સમયે રત્નોની વૃષ્ટિ થઈ હતી. ઇન્દ્રાદિ દેવો આવ્યા હતા, લોકોને આનંદ થયો હતો. તે ભગવાન મહા અતિશય સંયુક્ત છે, તેમની પાસે જઈને આપણે સૌ આજીવિકાનો ઉપાય પૂછીએ. ભગવાનનું જ્ઞાન મોહતિમિરનો અંત કરનાર છે. તે પ્રજા સહિત નાભિરાજા ભગવાનની સમીપ આવ્યા અને સમસ્ત પ્રજાએ નમસ્કાર કરીને ભગવાનની સ્તુતિ કરી. હે દેવ! આપનું શરીર આખા લોકને ઓળંગનાર તેજોમય ભાસે છે. તે સર્વ લક્ષણોથી પૂર્ણ મહાશોભાયમાન છે, આપના અત્યંત નિર્મળ ગુણ આખા જગતમાં ફેલાઈ ગયા છે, તે ગુણ ચન્દ્રમાના કિરણ સમાન ઉજ્જવળ, અત્યંત આનંદદાયી છે. હે પ્રભુ! અમે જે કામ માટે આપના પિતાજીની પાસે આવ્યા હતા તે માટે તેઓ અમને આપની પાસે લાવ્યા છે. તમે મહાપુરુષ, મહાવિદ્વાન, અનેક અતિશયોથી મંડિત છો. આવા મહાન પુરુષ પણ આપની સેવા કરે છે માટે આપ દયા લાવીને અમારું રક્ષણ કરો. સુધા, તૃષા દૂર કરવાનો ઉપાય બતાવો. સિંહાદિક કૂર પ્રાણીઓનો ભય મટે એવો ઉપાય પણ બતાવો, ત્યારે કોમળ હૃદયવાળા, કૃપાનિધિ ભગવાને ઇન્દ્રને કર્મભૂમિની રીત પ્રગટ કરવાની આજ્ઞા કરી. પ્રથમ નગર, ગ્રામ, ગૃાદિની રચના થઈ. જે મનુષ્યો શૂરવીર દેખાયા તેમને ક્ષત્રિય વર્ણના નકકી કરવામાં આવ્યા. તેમને આજ્ઞા કરવામાં આવી કે તમે દીન, અનાથની રક્ષા કરો. કેટલાકોને વાણિજ્યાદિક કર્મ બતાવીને વૈશ્ય ગણાવાય. જે સેવાદિ અનેક કાર્યો કરતા હતા. તેમને શુદ્ર ગણાવ્યા. આ પ્રમાણે ભગવાને ગોઠવણ કરી. પ્રજા આ કર્મરૂપ યુગને કૃતયુગ (સત્યયુગ) કહેવા લાગી. તેઓ પરમહર્ષ પામ્યા. શ્રી ઋષભદેવને સુનન્દા અને નંદા એ બે રાણી હતી. મોટી રાણીને ભરતાદિક સો પુત્રો અને બ્રાહ્મી નામની એક પુત્રી થઈ તથા બીજી રાણીને બાહુબલિ નામનો પુત્ર અને સુન્દરી નામની પુત્રી થઈ. ભગવાને ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. પહેલાં વીસ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ત્યાંસી લાખ પૂર્વ ઘરમાં રહ્યા.
એક દિવસ નીલાંજના નામની અપ્સરા ભગવાનની સામે નૃત્ય કરતાં કરતાં અદશ્ય થઈ ગઈ (મૃત્યુ પામી). તે જોઈને ભગવાનની બુદ્ધિમાં વિરક્તિ જન્મી. તે વિચારવા લાગ્યા કે આ સંસારી જીવો નકામા જ ઈન્દ્રિયોને તૃપ્ત કરીને ઉચ્ચ ચારિત્રની વિડંબના કરે છે. પોતાના શરીરને ખેદનું કારણ એવી જે જગતની ચેષ્ટા તેને જગતના જીવો સુખ માને છે. આ જગતમાં કેટલાક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com