SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૯ હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આપ મોહરૂપ પર્વતને ભેદવા માટે વજરૂપ જ છો અને દુઃખરૂપ અગ્નિને બુઝાવવા માટે જળરૂપ છો. હે નિર્મળસ્વરૂપ આપ કર્મરૂપ રજરહિત કેવળ આકાશરૂપ જ છો, માટે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે ઇન્દ્રાદિક દેવ ભગવાનની સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ઐરાવત હાથી ઉપર બેસાડી ભગવાનને અયોધ્યા લાવ્યા. ઇન્દ્ર ભગવાનને માતાની ગોદમાં પધરાવી, પરમ આનંદિત થઈને તાંડવનૃત્ય કર્યું. આ પ્રમાણે જન્મોત્સવ ઊજવીને દેવો પોતપોતાના સ્થાનમાં ગયા. માતાપિતા ભગવાનને જોઈને ખૂબ હર્ષ પામ્યાં. કેવા છે શ્રી ભગવાન? અદ્ભુત આભૂષણોથી વિભૂષિત છે, પરમ સુગંધનો લેપ શરીર ઉપર થયેલ છે, તેમનું ચારિત્ર સુન્દર છે. તેમના શરીરની કાંતિથી દશે દિશા પ્રકાશિત થઈ રહી છે, મહાકોમળ શરીર છે. માતા ભગવાનને જોઈને અત્યંત હર્ષ પામી, અને અકથ્ય સુખસાગરમાં ડૂબી ગઈ. ઊગતા સૂર્યથી પૂર્વ દિશા શોભે તેમ તે માતા ભગવાનને ગોદમાં લઈને શોભતી હતી. ત્રિલોકનાથને જોઈને નાભિરાજા પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. પુત્રનાં ગાત્રોનો સ્પર્શ કરીને નેત્ર હર્ષિત થયા, મન આનંદ પામ્યું. સમસ્ત જગતમાં મુખ્ય એવા જિનરાજનું ઋષભ નામ પાડીને માતાપિતા સેવા કરવા લાગ્યાં. હાથના અંગૂઠામાં ઇન્દ્ર અમૃતરસ મૂક્યો હતો, તેનું પાન કરીને ભગવાનના શરીરની વૃદ્ધિ થતી ગઈ વળી, પ્રભુની ઉંમર જેવડા દેવકુમારો ઇન્દ્ર મોકલ્યા હુતા. તેમની સાથે નિષ્પાપ ક્રીડા કરતા હતા. તે ક્રિીડા માતાપિતાને અત્યંત સુખ આપતી હતી. ભગવાનના આસન, શયન, સવારી, વસ્ત્ર, આભૂષણ, અશન, પાન, સુગંધાદિ વિલેપન, ગીત, વાજિંત્ર, નૃત્ય આદિની બધી સામગ્રી દેવો દ્વારા લાવવામાં આવતી હતી. તેમનામાં થોડા જ સમયમાં અનેક ગુણોની વૃદ્ધિ થતી ગઈ. તેમનું રૂપ અત્યંત સુન્દર, અવર્ણનીય, આંખ અને મનને ઠારનારું, છાતી મેરુની ભીંત સમાન મહાઉન્નત અને દઢ હતી. દિગ્ગજોના થાંભલા સમાન બાહુ હુતા, જાણે કે જગતનાં કાર્ય પૂરાં કરવાને કલ્પવૃક્ષ જ હતા. બન્ને જાંધ ત્રણલોકરૂપ ઘરને ટેકારૂપ સ્તંભરૂપ હતી. તેમનું મુખ પોતાની કાંતિથી ચન્દ્રમાને જીતતું હતું અને દીપ્તિથી સૂર્યને જીતતું હતું, તેમના બન્ને હાથ કોમળથીય અતિકોમળ અને લાલ હથેળિયોવાળા, તેમના કેશ સઘન દીર્ધ, વક્ર, પાતળા, ચીકણા અને શ્યામ હતા જાણે કે સુમેરુના શિખર ઉપર નીલાચલ વિરાજતો હોય. રૂપ તો મહાઅભૂત, અનુપમ, સર્વલોકોના નેત્રને પ્રિય, જેના ઉપર અનેક કામદેવ વારી જઈએ એવું, સર્વ ઉપમાને ઉલંધી જાય, સર્વના મન-નેત્રને હરે એવું હતું. આ પ્રમાણે ભગવાન કુમાર અવસ્થામાં પણ જગતને સુખ આપતા હતા. તે વખતે કલ્પવૃક્ષ સર્વથા નષ્ટ થયાં અને વાવ્યા વિના પોતાની મેળે ધાન્ય ઊગવા લાગ્યું. લોકો અત્યંત ભોળા અને પકર્મોથી અજાણ હતા. તેમણે પ્રથમ ઈશુરસનો આહાર કર્યો. તે આહાર કાંતિ તેમજ વીર્યાદિક આપવાને સમર્થ હતો. કેટલાક વખત પછી લોકોની ભૂખ વધવા લાગી. જ્યારે શેરડીના રસથી તૃપ્તિ ન થઈ ત્યારે સર્વે લોકો નાભિરાજાની પાસે આવ્યા અને નમસ્કાર કરીને વિનંતી કરવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy