________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦૬
ત્યાંસીમું પર્વ
પદ્મપુરાણ ચૈત્યાલય બનાવ્યાં. દેશ, ગ્રામ, નગર, વન, ગૃહ, ગલી સર્વ સ્થળે જિનમંદિરો હતાં, ભવ્ય જીવો સદા તેમાં પૂજાભક્તિ કરતા. સર્વત્ર ધર્મની થા થતી. સુકૌશલ દેશની મધ્યમાં અયોધ્યા ઇન્દ્રપુરી તુલ્ય હતી. ત્યાં ક્રીડા કરવાના પર્વતો હતા, જે પ્રકાશ મંડિત જાણે શરદના વાદળ જ છે. અયોધ્યાનો કોટ અતિ ઉત્તુંગ સમુદ્રની વેદિકાતુલ્ય મહાશિખરથી શોભિત જેના પરના રત્નોનાં કિરણોના પ્રકાશથી થતી શોભા મનથી પણ અગોચર હતી.
નિશ્ચયથી આ અયોધ્યા નગરી પવિત્ર મનુષ્યોથી ભરેલી સદાય મનોજ્ઞ હતી, હવે શ્રી રામચંદ્રે તેને અતિ શોભિત કરી. જેમ સ્વર્ગની વાત સાંભળવામાં આવે છે કે ત્યાં ખૂબ સંપદા છે, જાણે કે રામ-લક્ષ્મણ તે સ્વર્ગમાંથી આવ્યા અને ત્યાંની સર્વ સંપદા લેતા આવ્યા. રામના પધારવાથી અયોધ્યા અગાઉ હતી તેથી અધિક શોભાયમાન થઈ. પુણ્યહીન જીવોને ત્યાંનો નિવાસ દુર્લભ છે, રામચંદ્રે પોતાના શરીરથી, શુભ લોકોથી અને સ્ત્રી ધનાદિથી તેને સ્વર્ગ તુલ્ય કરી. સર્વ સ્થળે રામનો યશ ફેલાયો, પરંતુ સીતાના પૂર્વકર્મના દોષથી મૂઢ લોકો આવી વાતો કરતા કે જુઓ, વિદ્યાધરોના નાથ રાવણે સીતાનું હરણ કરેલું તેને શ્રી રામ પાછી લાવ્યા અને ઘરમાં રાખી એ શું યોગ્ય છે? રામ મહાજ્ઞાની, કુળવાન ચક્રી, મહા શૂરવીર, તેમના ઘરમાં જો આવી રીત ચાલે તો બીજા લોકોની શી વાત કરવી ? આ પ્રમાણે શઠ જનો વાતો ચલાવતા.
( રાજ્ય કરતા હોવા છતાં પણ ભરતના ચિત્તની વિરક્તિ અને દીક્ષાની તૈયારી )
આ સ્વર્ગલોકને પણ લજજા ઉપજાવે એવી અયોધ્યાપુરીમાં ભરત ઇન્દ્રસમાન ભોગોમાં પણ રિત માનતા નહોતા. અનેક સ્ત્રીઓના પ્રાણવલ્લભ હોવા છતાં તે નિરંતર રાજ્યલક્ષ્મીથી ઉદાસ રહેતા અને સદા ભોગોની નિંદા કરતા. ભરતનો મહેલ નાના પ્રકારનાં રત્નોથી નિર્માયિત, મોતીઓની માળાથી શોભિત, જ્યાં વૃક્ષો ફૂલેફાલે છે, સર્વ ઋતુના વિલાસો થઈ રહ્યા છે, વીણા મૃદંગાદિક વાગી રહ્યા છે, દેવાંગના સમાન અતિ સુંદર સ્ત્રીઓથી પૂર્ણ છે, ચારેકોર મદોન્મત્ત હાથીઓ ગર્જે છે, શ્રેષ્ઠ તુરંગો હણહણે છે, જે રત્નોના ઉદ્યોતથી પ્રકાશરૂપ રમણીય ક્રીડાનું સ્થાન છે, દેવોને પણ રુચિ ઉપજે એવું છે, પરંતુ સંસારથી ભયભીત અતિ ઉદાસ ભરતને તેમાં રુચિ નથી, જેમ પારધીથી ભયભીત મૃગને કોઈ ઠેકાણે વિશ્રામ મળતો નથી. ભરત આમ વિચાર કરે છે કે મેં આ મનુષ્યદેહ અતિકષ્ટથી પ્રાપ્ત કર્યો છે તે પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. આ યૌવન ફીણના પુંજ સમાન અતિ અસાર દોષોથી ભરેલું છે, આ ભોગ અતિ વિરસ છે, આમાં સુખ નથી. આ જીવન અને કુટુંબનો સંબંધ સ્વપ્ન સમાન છે, જેમ વૃક્ષ ૫૨ પક્ષીઓનો મેળાપ રાત્રે થાય છે અને પ્રભાત થતાં દશે દિશામાં ઊડી જાય છે. આમ જાણી જે મોક્ષના કારણરૂપ ધર્મ ન કરે તે જરાથી જર્જરિત થઈ શોકરૂપ અગ્નિમાં જલે છે. નવયૌવન મૂઢોને વહાલું લાગે છે, તેમાં ક્યો વિવેકી રાગ કરે, કોઈ ન કરે. આ નિંદાના સમૂહનો નિવાસ સંધ્યાના ઉદ્યોત સમાન વિનશ્વર છે, આ શરીરરૂપી યંત્ર અનેક પ્રકારની વ્યાધિઓના સમૂહનું ઘર છે, પિતાના વીર્ય અને માતાના રુધિરથી ઉપજ્યું છે, આમાં રિત કેવી ? જેમ ઇંધનથી અગ્નિ તૃત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com