________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ
૫૦૭ થતો નથી. અને સમુદ્ર જળથી તૃપ્ત થતો નથી તેમ ઈન્દ્રિયોના વિષયોથી તૃપ્તિ થતી નથી. આ વિષયો જીવે અનાદિથી અનંતકાળ સુધી સેવ્યા છે, પરંતુ તૃપ્તિ થઈ નથી. આ જીવ કામમાં આસક્ત થયેલો ભલું-બૂરું જાણતો નથી, પતંગિયાની જેમ વિષયરૂપ અગ્નિમાં પડે છે અને ભયંકર દુ:ખ પામે છે. આ સ્ત્રીઓના સ્તન માંસનાં પિંડ છે, અત્યંત બીભત્સ છે તેમાં શી રીતે કરવી ? સ્ત્રીઓનું મુખરૂપી બિલ દાંતરૂપી કીડાથી ભરેલું, તાંબૂલના રસથી લાલ છરીના ઘા જેવું, તેમાં શોભા કઈ છે? સ્ત્રીઓની ચેષ્ટા વાયુના વિકાર સમાન વિરૂપ ઉન્માદથી ઉપજેલી છે તેમાં પ્રીતિ કેવી? ભોગ રોગ સમાન છે, મહાખેદરૂપ દુઃખના નિવાસ છે એમાં વિલાસ કેવો? આ ગીત-વાજિંત્રોના નાદ રુદન સમાન છે. તેમાં પ્રીતિ કેવી ? ૨દનથી પણ મહેલના ઘુમ્મટ ગુંજે છે અને ગીતથી પણ ગુંજે છે. સ્ત્રીઓના શરીર મળમૂત્રાદિથી ભરેલાં, ચામડીથી વેષ્ટિત એના સેવનમાં શું સુખ ઉપજે? વિષ્ટાના કુંભનો સંયોગ અતિ બીભત્સ, અતિ લજ્જાકર, મહાદુઃખરૂપ છે તેને નારીના ભોગોમાં મૂઢ જીવ સુખરૂપ માને છે. દેવોના ભોગ ઈચ્છા ઉત્પન્ન થતાં જ પૂર્ણ થાય છે. તેનાથી પણ જીવ તૃપ્ત થયો નથી તો મનુષ્યોના ભોગથી કેવી રીતે તૃપ્ત થાય? જેમ દાભની અણી પર જે ઝાકળનાં ટીપાં બાઝયા હોય તેનાથી શું તરસ છીપે છે? જેમ લાકડા વેચનારો માથા પર ભાર લઈને દુઃખી થાય છે તેમ રાજ્યના ભારને વહેનાર દુઃખી થાય છે. અમારા વડીલ પૂર્વજોમાંનો એક સૌદાસ નામનો રાજા ઉત્તમ ભોજનથી તૃપ્ત ન થયો અને પાપી અભક્ષ્ય ભોજન કરીને રાજ્યભ્રષ્ટ થયો. જેમ ગંગાના પ્રવાહમાં માંસનો લોભી કાગડો મરેલા હાથીને ચૂંથતાં તૃપ્ત ન થયો અને સમુદ્રમાં ડૂબી મર્યો તેમ આ વિષયાભિલાષી જીવો ભવસમુદ્રમાં ડૂબે છે. આ લોક દેડકાની જેમ મોહરૂપ કાદવમાં ડૂબેલા છે, લોભરૂપ સર્પથી ડસાયેલા નરકમાં પડે છે. આમ ચિંતવન કરતાં શાંત ચિત્તવાળા ભરતને કેટલાક દિવસો અત્યંત વિરસથી વીત્યા. જેમ મહાબળવાન સિંહ પાંજરામાં પડીને ખેદખિન્ન રહે, તેને નિરંતર વનમાં જવાની ઈચ્છા રહે તેમ ભરતને મહા વ્રત ધારણ કરવાની ઈચ્છા રહે છે, ઘરમાં તે સદા ઉદાસ જ રહે છે, મહાવ્રત સર્વ દુઃખનો નાશ કરે છે. એક દિવસ તેણે શાંતચિત્તે ઘર તજવાની તૈયાર કરી ત્યારે કૈકેયીના કહેવાથી રામ-લક્ષ્મણે તેમને રોકયા અને અત્યંત સ્નેહથી કહ્યું, હે ભાઈ ! પિતા વૈરાગ્ય પામ્યા ત્યારે પૃથ્વીનું રાજ્ય તને આપ્યું છે, સિંહાસન પર બેસાડયો છે માટે તું અમારા સર્વ રઘુવંશીઓને સ્વામી છે માટે તું લોકોનું પાલન કર. આ સુદર્શન ચક્ર, આ દેવ અને વિધાધરો તારી આજ્ઞામાં છે, આ પૃથ્વીને તું નારીની જેમ ભોગવ, હું તારા શિર પર ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર લઈને ઊભો રહીશ, ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે અને લક્ષ્મણ જેવો સુંદર તારો મંત્રી છે. જો તું અમારું વચન નહિ માને તો હું ફરીથી પરદેશ ચાલ્યો જઈશ, મૃગોની જેમ વનમાં રહીશ. હું તો રાક્ષસોના તિલક રાવણને જીતીને તારા દર્શન માટે આવ્યો છું. હવે તું નિષ્ફટક રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિવ્રત ધારણ કરીશ. આ પ્રમાણે શ્રી રામે ભરતને કહ્યું. ત્યારે વિષયરૂપ વિષથી અતિવિરક્ત મહાનિસ્પૃહ ભરતે કહ્યું,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com