________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ
૫૦૫ રહે માટે અવ્રત છોડીને નિયમાદિક ધારણ કરો.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના આગમનનું વર્ણન કરનાર વ્યાસીનું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્યાંસી પર્વ (રામ-લક્ષ્મણની રાજ્યવિભૂતિનું વર્ણન) ત્યાર પછી રાજા શ્રેણિકે નમસ્કાર કરી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે દેવ! શ્રી રામલક્ષ્મણની લક્ષ્મીનો વિસ્તાર સાંભળવાની મારી અભિલાષા છે. ગૌતમ સ્વામી બોલ્યા, હે શ્રેણિક! રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના વૈભવનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું. રામલક્ષ્મણ પાસે બેતાલીસ લાખ હાથી, એટલા જ રથ, નવ કરોડ અશ્વ, બેંતાલીસ કરોડ પાયદળ, ત્રણ ખંડના દેવ વિધાધર સેવકો હતા. રામનાં ચાર રત્નો હતા-ધુળ, મૂશળ, રત્નમાળા અને ગદા. લક્ષ્મણનાં સાત રત્નો-શંખ, ચક્ર, ગદા, ખડગ, દંડ, નાગશપ્યા. અને કૌસ્તુભમણિ. રામ-લક્ષ્મણ બન્નેય વીર, ધીર, ધનુષધારી હતા. તેમના ઘેર લક્ષ્મીનો નિવાસ હતો. ઇન્દ્રના ભવનતુલ્ય ઊંચા દરવાજાવાળો ચતુશાલ નામનો કોટ, વૈજયંતી નામની સભા અતિ મનોજ્ઞ, પ્રસાદકૂટ નામનું અતિ ઊંચું દશેય દિશાઓનું અવલોકનગૃહ, વિંધ્યાચળ પર્વત જેવું વર્ધમાનક નામનું નૃત્ય જોવાનું ગૃહ, અનેક સામગ્રી સહિત કાર્ય કરવાનું ગૃહ, કૂકડાના ઈડાં સમાન અદ્દભૂત શીતકાળમાં સૂવાનું ગૃહ, ગ્રીખમાં બપોરે રહેવા માટેનું ધારામંડપગૃહ, તે ઉપરાંત રાણીઓનાં રત્નમયી અત્યંત સુંદર ગૃહો, બન્ને ભાઈઓના સૂવાની શય્યાના પાયા સિંહના આકારના પારાગ મણિના બનેલા હતા જે અંભોદકાંડ નામની વીજળી જેવા ચમત્કારવાળા હતા. વર્ષાઋતુમાં રહેવાનો મહેલ અતિ શ્રેષ્ઠ, ઉગતા સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા તુલ્ય ઉજ્જવળ ચામર અને છત્ર, સુંદર વિષમોચક નામની પાપડી જેના પ્રભાવથી સુખેથી આકાશમાં ગમન કરાય, અમૂલ્ય વસ્ત્રો, દિવ્ય આભૂષણો, અભેદ્ય બખ્તર, મનોહર મણિઓનાં કુંડળ, અમોઘ ગદા, ખગ, કનકબાણ, અનેક શસ્ત્રો, પચાસ લાખ હુળ, કરોડથી અધિક ગાય, અક્ષય ભંડાર અને અયોધ્યા આદિ અનેક નગર, જ્યાં ન્યાયની પ્રવૃત્તિ ચાલતી. પ્રજા બધી સુખી-સંપદાથી પૂર્ણ હતી, વનઉપવન નાના પ્રકારનાં ફળફૂલોથી શોભતાં, સુવર્ણ રત્નમય પગથિયાવાળી ક્રિીડા કરવા માટે યોગ્ય વાવો, પુર તથા ગ્રામોમાં લોકો અત્યંત સુખી હતા, ખેડૂતોને કોઈ જાતનું દુઃખ નહોતું, ગોવાળો પાસે અનેક ગાયો-ભેંસો હતી, લોકપાળ જેવા સામંતો અને ઇન્દ્ર જેવા વૈભવવાળા અનેક તેજસ્વી રાજાઓ તેમના સેવક હતા. રામને આઠ હજાર સ્ત્રીઓ હતી અને લક્ષ્મણને દેવાંગના જેવી સોળ હજાર સ્ત્રીઓ હતી. સૌને મનવાંછિત સુખ આપનાર સમસ્ત સામગ્રી અને ઉપકરણો હતાં. શ્રી રામે ભગવાનનાં હજારો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com