________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૪ તોંતેરમું પર્વ
પદ્મપુરાણ ગ્રહો બધા કૂર આવ્યાં તેથી એ અવિવેકી રણક્ષેત્રનો અભિલાષી થયો. જેને પ્રતાપના ભંગનો ભય છે અને શૂરવીરતાના રસથી યુક્ત, જોકે તેણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તો પણ તે યોગ્ય-અયોગ્યને દેખી શકતો નથી. ગૌતમ સ્વામી કહે છે કે મગધાધિપતિ! મહામાની રાવણ પોતાના મનમાં જે વિચારે છે તે સાંભળ-સુગ્રીવ ભામંડળાદિક બધાને જીતી, કુંભકર્ણ ઇન્દ્રજિત મેઘનાદને છોડાવી લંકામાં લાવીશ, પછી વાનરવંશીઓના વંશનો નાશ કરીશ, ભામંડળનો પરાભવ કરીશ, ભૂમિગોચરીઓને ધરતી પર રહેવા નહિ દઉં અને શુદ્ધ વિદ્યાધરોને પૃથ્વી પર સ્થાપીશ. ત્યારે ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ, ચક્રવર્તી બળભદ્ર, નારાયણ અમારા જેવા વિદ્યાધરના કુળમાં જ જન્મશે; આમ વૃથા વિચાર કરતો હતો. હું મગધેથર! જે માણસે જેવા કર્મનો સંચય કર્યો હોય તેવું જ ફળ તે ભોગવે છે. એમ ન હોય તો શાસ્ત્રના અભ્યાસીઓ કેમ ભૂલ કરે ? શાસ્ત્ર છે તે સૂર્ય સમાન છે. તેનો પ્રકાશ થતાં અંધકાર કેવી રીતે રહે? પરંતુ જે ઘુવડ જેવા મનુષ્યો છે તેમને પ્રકાશ મળતો નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના યુદ્ધના નિશ્ચયનું વર્ણન કરનાર બોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
તોંતેરમું પર્વ (મંદોદરીની યુદ્ધ કરવાની મના છતાં રાવણની હઠ ન છોડવી)
બીજે દિવસે સવારમાં જ રાવણ મહાદેદીપ્યમાન આસ્થાન મંડપમાં આવ્યો. સૂર્યનો ઉદય થતાં જ સભામાં કુબેર, વરુણ, ઈશાન, યમ, સોમ સમાન મોટા મોટા રાજાઓ વડે સેવ્ય, જેમ દેવોથી મંડિત ઇન્દ્ર બિરાજે તેમ રાજાઓથી મંડિત સિંહાસન પર રાવણ બિરાજ્યો. અત્યંત કાંતિમાન, જેમ ગ્રહુતારા-નક્ષત્રોથી યુક્ત ચંદ્રમા શોભે તેમ. અત્યંત સુગંધી મનોજ્ઞ વસ્ત્ર, પુષ્પમાળા અને ગજમોતીના હારથી જેનું ઉપસ્થળ શોભે છે, મહાસૌભાગ્યરૂપ સૌમ્યદર્શન સભાને જોઈને વિચારવા લાગ્યો કે ભાઈ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદ અહીં નથી દેખાતા, તેમના વિના આ સભા શોભતી નથી, બીજા કુમુદરૂપ પુરુષો ઘણા છે, પણ તે પુરુષો કમળરૂપ નથી. જોકે રાવણ સુંદર શરીરવાળો હતો, તેનાં નેત્રકમળ ખીલેલાં હતાં, તો પણ પુત્ર અને ભાઈની ચિંતાથી તેનું મુખ કરમાયેલું લાગતું હતું. અત્યંત ક્રોધરૂપ જેની ભૂકુટિ વાંકી થઈ છે. જાણે ક્રોધનો ભરેલો આશીવિષ સર્પ જ છે, તે હોઠને કરડતો વિકરાળ સ્વરૂપ જોઈને મંત્રીઓ ડર્યા. આજ કેમ આવો કોપ થયો છે એની વ્યાકુળતા થઈ. ત્યારે હાથ જોડી, જમીન પર મસ્તક અડાડી રાજા મય, ઉગ્ર, શુક્ર, લોકાક્ષ, સારણ ઈત્યાદિ જમીન તરફ જોતાં, જેમનાં કુંડળ હાલે છે, વિનંતી કરવા લાગ્યાઃ હે નાથ ! તમારી પાસે રહેલા બધા જ યોદ્ધા પ્રાર્થના કરે છે કી આપ પ્રસન્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com