________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તોતેરમું પર્વ
૪૬૫ થાવ. અને તે વખતે કૈલાસના શિખર સમાન ઊંચા મહેલના મણિઓના ઝરૂખામાં બેઠેલી બધી રાણીઓ સહિત મંદોદરી તેને જોવા લાગી. લાલ નેત્ર, પ્રતાપથી ભરેલ તેને જોઈને સૌનાં મન મોહિત થયાં. રાવણ ઊઠીને આયુધશાળામાં ગયો, જ્યાં અનેક દિવ્ય શસ્ત્ર અને સામાન્ય શસ્ત્રો ભર્યા છે; અમોઘ બાણ, ચક્રાદિક અને અમોઘ રત્નોથી ભરેલી વજશાળામાં જાણે ઇન્દ્ર ગયો. જે સમયે રાવણ આયુધશાળામાં ગયો તે સમયે અપશુકન થયાં, છીંક આવી. શુકનશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશા તરફ છીંક આવે તો મૃત્યુ, અગ્નિકોણમાં શોક, દક્ષિણમાં હાનિ, નૈઋત્યમાં શુભ, પશ્ચિમમાં મિષ્ટ આહાર, વાયુકોણમાં સર્વ સંપદા, ઉત્તરમાં કલહ, ઈશાનમાં ધનપ્રાપ્તિ, આકાશમાં સર્વ સંહાર, પાતાળમાં સર્વ સંપદા, આ દશે દિશાઓમાં છીંકનાં ફળ કહ્યાં છે. રાવણને મૃત્યુની છીંક આવી. આગળ માર્ગ રોકતો મોટો નાગ જોયો અને હા, હી, ધિક, ક્યાં જાય છે–એવાં વચનો સંભળાયાં. પવનથી છત્રના વૈડૂર્યમણિનો દંડ ભાંગી ગયો, ઉત્તરાસન પડી ગયું, જમણી બાજુએ કાગડો બોલ્યો ઈત્યાદિ બીજાં પણ અપશુકન થયાં, તે યુદ્ધથી રોકવા લાગ્યાં, વચનથી-કર્મથી રોકવા લાગ્યાં. જે નાના પ્રકારનાં શુકનશાસ્ત્રમાં પ્રવીણ પુરુષો હતા તે અત્યંત વ્યાકુળ થયા. મંદોદરી શુક્ર, સારણ ઇત્યાદિ મોટા મોટા મંત્રીઓને બોલાવી કહેવા લાગીઃ તમે સ્વામીને હિતની વાત કેમ નથી કહેતા? અત્યાર સુધી શું આપણી અને તેમની ચેષ્ટા નથી જોઈ ? કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા બંધનમાં પડ્યા છે તે લોકપાલ સમાન તેજસ્વી અદભુત કાર્ય કરનારા હતા. ત્યારે નમસ્કાર કરીને મંત્રીઓ મંદોદરીને કહેવા લાગ્યા છે સ્વામિની! રાવણ અતિઅભિમાની, યમરાજ જેવો દૂર પોતે જ પ્રધાન છે, આ લોકમાં એવો બીજો કોઈ નથી, જેવું વચન રાવણ માને, જે હોનહાર હોય છે તે પ્રમાણે બુદ્ધિ ઊપજે છે, બુદ્ધિ કર્માનુસારિણી છે, તે ઇન્દ્રાદિ કે દેવોથીય બીજી રીતે થતી નથી. તમારા પતિ બધાં ન્યાયશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જાણે છે, પરંતુ મોહથી ઉન્મત્ત થયા છે. અમે અનેક પ્રકારે કહ્યું તે કોઈ રીતે માનતા નથી, જે હઠ પકડી છે તે છોડતા નથી, જેમ વર્ષાકાળના સમાગમમાં મોટા પ્રવાહવાળી નદીને પાર કરવી કઠણ છે તેમ કર્મથી પ્રેરાયેલા જીવને સંબોધન કરવું કઠણ છે. જોકે સ્વામીનો સ્વભાવ દુર્નિવાર છે તો પણ તમારું કહ્યું તો કરશે, માટે તમે હિતની વાત કહો, એમાં દોષ નથી. મંત્રીઓએ આમ કહ્યું ત્યારે પટરાણી, સાક્ષાત, લક્ષ્મી સમાન નિર્મળ જેનું ચિત્ત છે, તે કંપાયમાન પતિની સમીપ જવા તૈયાર થઈ. નિર્મળ જળ સમાન વસ્ત્ર પહેરી, રતિ કામની સમીપે જાય તેમ ચાલી. તેના શિર પર છત્ર ફરે છે, અનેક સાહેલીઓ ચામર ઢોળે છે, જેમ અનેક દેવીઓ સાથે ઇન્દ્રાણી ઇન્દ્ર પાસે જાય તેમ આ સુંદર વદનવાળી પતિ પાસે ગઈ. નિશ્વાસ નાખતી, પગ કંપતાં જેની કટિમેખલા શિથિલ થઈ ગઈ છે, ભરતારના કાર્યમાં સાવધાન, અનુરાગથી ભરેલી તેની સ્નેહદૃષ્ટિથી જોવા લાગી. જેનું ચિત્ત શસ્ત્રોમાં અને બખ્તરમાં છે તે આદરથી સ્પર્શે છે. તે મંદોદરીને કહે છે, હું મનોહરે ! હંસ સમાન ગતિવાળી દેવી! એવું શું કામ છે કે તમે શીઘ્રતાથી આવો છો. હે પ્રિય! સ્વપ્નના નિધાનની પેઠે મારું મન શા માટે હરો છો ? ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com