________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકતાળીસમું પર્વ
૩૪૫ રામે કહ્યું કે હે પ્રિયે! હે પંડિત! તે સાધુ ક્યાં છે? કે સુંદર રૂપ અને આભૂષણ પહેરનારી! ધન્ય છે તારા ભાગ્યને! તે નિગ્રંથ યુગલને જોયા, જેમનાં દર્શનથી જન્મજન્મનાં પાપ ટળે છે, ભક્તિવંત પુરુષનું પરમ કલ્યાણ થાય છે. રામે જ્યારે આમ કહ્યું ત્યારે સીતા કહેવા લાગ્યા કે એ આવ્યા, એ આવ્યા. તે જ વખતે બન્ને મુનિઓ રામની નજરે પડ્યા, જે જીવદયાના પાલક, ઇર્ષા સમિતિ સહિત, સમાધાનરૂપ મનવાળા હતા, પછી શ્રી રામે સીતા સહિત સન્મુખ થઈ, નમસ્કાર કરી, અત્યંત શ્રદ્ધા-ભક્તિ સહિત મુનિઓને આહારદાન કર્યું. અરણ્યની ભેંસોનું અને વનની ગાયોનું દૂધ, પર્વત પરની દ્રાક્ષ, નાના પ્રકારના વનધાન્ય, સુંદર ઘી, મિષ્ટાન્ન ઇત્યાદિ મનોહર વસ્તુઓથી મુનિને વિધિપૂર્વક પારણું કરાવ્યું. તે મુનિ ભોજનના સ્વાદની લોલુપતાથી રહિત, નિરંતરાય આહાર કરવા લાગ્યા. જ્યારે રામે પોતાની સ્ત્રી સહિત ભક્તિથી આહારદાન કર્યું. ત્યારે પંચાશ્ચર્ય થયા રત્નોની વર્ષા, પુષ્પવૃષ્ટિ, શીતળ મંદ મંદ પવનનું વાવું, દુંદુભિ વાજાઓનું વાગવું અને જયજયકારનો ધ્વનિ. જે સમયે રામે મુનિઓને આહાર આપ્યો તે વખતે વનમાં એક ગીધ પક્ષી પોતાની ઇચ્છાનુસાર વૃક્ષ પર બેઠું હતું. તેને અતિશય સંયુક્ત મુનિઓને જોઈને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું કે કેટલાક ભવ પહેલાં હું મનુષ્ય હતો, મેં પ્રમાદથી અને અવિવેકથી મારો જન્મ નિષ્ફળ ગુમાવ્યો, તપ-સંયમ કાંઈ કર્યું નહિ, મૂઢબુદ્ધિ એવા મને ધિકાર! હવે હું પાપના ઉદયથી ખોટી યોનિમાં આવી પડ્યો છું, હવે ક્યો ઉપાય કરું? મને મનુષ્યભવમાં કહેવાતા મિત્ર પણ વાસ્તવમાં મહાશત્રુ એવા પાપી જીવોએ ભરમાવ્યો તેથી તેમના સંગમાં મેં ધર્મરત્નનો ત્યાગ કર્યો અને ગુરુઓનાં વચનની અવગણના કરીને મહાપાપ આચર્યું. મેં મોહથી અંધ બની અજ્ઞાન તિમિરથી ધર્મને ન ઓળખ્યો, હવે મારા કર્મના વિચારથી હૃદયમાં બળું છું. પછી ખૂબ વિચાર કરીને નક્કી કર્યું કે દુઃખ નિવારવા માટે આ સાધુનું શરણ ગ્રહણ કરું. એ સર્વ સુખના દાતા છે, એમનાથી મારા પરમ અર્થની પ્રાપ્તિ નિશ્ચયથી થશે. આ પ્રમાણે પૂર્વભવના ચિંતવનથી પ્રથમ તો ખૂબ શોક થયો, પછી સાધુના દર્શનથી તત્કાળ અત્યંત હર્ષ પામી પોતાની બેય પાંખ હલાવી, આંસુભર્યા નેત્ર, અત્યંત વિનયપૂર્વક પક્ષી વૃક્ષના અગ્રભાવ પરથી ભૂમિ પર પડ્યું. તે પક્ષી ખૂબ મોટું હતું, તેના પડવાના અવાજથી હાથી, સિંહાદિ વનના જીવ ભયથી ભાગી ગયા અને સીતાનું ચિત્ત પણ વ્યાકુળ બન્યું. જુઓ, આ ધીઠ પક્ષી મુનિઓનાં ચરણોમાં ક્યાંથી આવીને પડ્યું, કઠોર અવાજ કરીને ઘણું રોક્યું, પરંતુ તે પક્ષી મુનિઓનાં ચરણોના પ્રક્ષાલન જળમાં આવીને પડ્યું, ચરણોદકના પ્રભાવથી ક્ષણમાત્રમાં તેનું શરીર રત્નોની રાશિ સમાન નાના પ્રકારના તેજથી મંડિત થઈ ગયું, પગ તો સુવર્ણની પ્રભા ધરવા લાગ્યા, બેય પાંખ વૈડૂર્યમણિ સમાન થઈ ગઈ, શરીર નાના પ્રકારનાં રત્નોની છબી બની ગયું, ચાંચ માણેક સમાન લાલ થઈ ગઈ. પછી એ પક્ષી પોતાને અને પોતાના રૂપને જોઈને અત્યંત હર્ષ પામી, મધુર અવાજથી નૃત્ય કરવા તૈયાર થયું. દેવોના દુંદુભિ સમાન જેનો અવાજ છે, તે નેત્રોમાંથી આનંદના આંસુ વહાવતું શોભવા લાગ્યું. જેમ મોર મેઘના આગમનથી નૃત્ય કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com