________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪
એકતાળીસમું પર્વ
પદ્મપુરાણ ધાતુવાળો મહાન પર્વત વંશગિરિ, જ્યાં રામચંદ્ર જિનમંદિરોની પંક્તિ બનાવડાવીને તેને શોભાયમાન કર્યો તે દિશાઓને પોતાની કાંતિથી પ્રકાશમાન કરે છે. રિવ સમાન જેની પ્રભા છે, રામે તેના પર સુંદર મંદિરો બનાવરાવ્યાં તેથી રામગિરિ કહેવાયો અને તે પ્રમાણે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં રામગિરનું વર્ણન કરનાર ચાળીસમું પર્વ પૂર્ણ થયું.
***
એકતાળીસમું પર્વ (જટાયુ પક્ષીનું ઉપાખ્યાન )
પછી રાજા અનરણ્યના પૌત્ર, દશરથના પુત્ર રામ-લક્ષ્મણ, સીતા સાથે દક્ષિણ દિશાના સમુદ્ર તરફ ચાલ્યા. કેવા છે બન્ને ભાઈ ? પરમસુખના ભોક્તા. નગર, ગ્રામથી ભરેલા અનેક દેશોને ઓળંગીને તેમણે વનમાં પ્રવેશ કર્યો, જ્યાં મૃગોના સમૂહ હતા અને માર્ગ સૂઝતો નહિ. ઉત્તમ પુરુષોની વસતિ નહોતી. તે વિષમ સ્થાનોમાં ભીલ પણ વિચરી શકતા નહિ. જાતજાતનાં વૃક્ષો અને વેલોથી ભરેલા અત્યંત અંધકારરૂપ, જ્યાં પર્વતની ગુફામાંથી ઝરણાં ઝરે છે તે વનમાં જાનકીના સંગને કારણે ધીરે ધીરે દ૨૨ોજ એક કોસ ચાલતા, બન્ને ભાઈ નિર્ભયપણે અનેક ક્રીડા કરતા નર્મદા નદી પર પહોંચ્યા. તેના રમણીક તટ પ્રચૂર ઘાસથી સઘન હતા, છાયા આપનાર અનેક વૃક્ષ ફળ-પુષ્પાદિથી શોભિત હતાં, તેની સમીપમાં પર્વત હતો. આવું સ્થાન જોઈને બન્ને ભાઈ કહેવા લાગ્યા કે આ સુંદર વન! આ સુંદર નદી ! આમ કહીને વૃક્ષોની રમણીય છાયામાં સીતા સહિત બેઠા. થોડીવાર ત્યાં બેસીને ત્યાંનાં રમણીય સ્થાનો જોઈને જળક્રીડા કરવા લાગ્યાં. પછી અત્યંત મીઠાં પાકાં ફળફૂલોનું ભોજન બનાવ્યું, જે સુખની વાતો કરતા હતા, ત્યાં રસોઈનાં સાધનો અને વાસણો માટીનાં અને વાંસનાં બનાવ્યાં, સીતાએ વનના ધાન્યમાંથી સુગંધી આહાર તૈયાર કર્યો. ભોજનના સમયે બન્ને વી૨ મુનિના આગમનની અભિલાષાથી બારણે પડગાહન કરવા ઊભા રહ્યા. તે વખતે બે ચારણ મુનિ પધાર્યા, જેમનાં નામ સુગુપ્તિ અને ગુપ્તિ હતાં, તેમનાં શરીર જ્યોતિપટલથી સંયુક્ત હતાં, તેમનું દર્શન હતું, મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી વિરાજતા હતા, મહાવ્રતના ધારક, પરમ તપસ્વી, સકળ વસ્તુની અભિલાષાથી રહિત, નિર્મળ ચિત્તવાળા, માસોપવાસી, અત્યંત ધીરવીર, શુભ ચેષ્ટાના ધારક, નેત્રોને આનંદ આપનાર, શાસ્ત્રોક્ત આચારસંયુક્ત એવા તે આહાર માટે પધાર્યા. સીતાએ તેમને દૂરથી જોયા. અત્યંત હર્ષથી ઉભરાતી આંખે અને રોમાંચિત શરીરે તે પતિને કહેવા લાગીઃ હે નાથ ! હે નરશ્રેષ્ઠ! જુઓ, જુઓ, તપથી દુર્બળ બનેલ શ૨ી૨વાળા દિગંબર કલ્યાણરૂપ ચારણયુગલ પધાર્યાં. ત્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com