________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦
ઓગણચાળીસમું પર્વ
પદ્મપુરાણ પાછલા ભવના પણ પિતા હતા, તે અમારા વિયોગના શોકાગ્નિથી તપ્ત થઈ, સર્વ આહાર ત્યજી મૃત્યુ પામ્યા અને ગુરુડેંન્દ્ર થયા. ભવનવાસી દેવોમાં ગરુડકુમાર જાતિના દેવોના અધિપતિ મહાલોચન નામના અત્યંત સુંદર અને પરાક્રમી દેવ આવીને આ સભામાં બેઠા છે. પેલો અનુધર તાપસી વિહાર કરતો કરતો કૌમુદીનગરમાં ગયો, પોતાના શિષ્યોથી વીંટળાઈને બેઠો હતો. ત્યાં રાજા સુમુખ, તેની રાણી રતિદેવી અને તેની એક મદના નામની નૃત્યકારિણી હતી. તેણે સાધુદત્ત મુનિની સમીપે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી તે કુદેવ, કુગુરુ, કુધર્મને તૃણવત્ જાણતી. એક દિવસ રાજાએ તેને કહ્યું કે આ અનુધર તાપસી મહાન તપસ્વી છે. ત્યારે મદનાએ કહ્યું કે હું નાથ! અજ્ઞાનીને તપ કેવું ? તે તો લોકોમાં પાખંડરૂપ છે. આ સાંભળી રાજાએ ક્રોધ કર્યો અને કહ્યું કે તું તપસ્વીની નિંદા કરે છે. ત્યારે તેણીએ કહ્યું કે આપ ગુસ્સે ન થાવ, થોડા જ દિવસોમાં એની ચેષ્ટા જણાઈ જશે. આમ કહીને ઘરે જઈને પોતાની નાગદત્તા નામની પુત્રીને શીખવાડીને તાપસીના આશ્રમમાં મોકલી. તે દેવાંગના સમાન ઉત્તમ ચેષ્ટા કરનારી. વિભ્રમમાં પડેલા તાપસીને પોતાનું શરીર દેખાડવા લાગી. તેનાં અતિસુંદર અંગઉપાંગ જોઈને અજ્ઞાની તાપસીનું મન મોહિત થયું, આંખો ચંચળ બની ગઈ. જે અંગ ઉપર નેત્ર જતાં ત્યાં જ મન બંધાઈ જતું. તાપસી કામબાણથી પીડિત થયો. વ્યાકુળ થઈને દેવાંગના સમાન આ કન્યાની સમીપે આવીને પૂછવા લાગ્યો કે તું કોણ છે અને અહીં ક્યાં આવી છે? સંધ્યાકાળે તો બધા જ નાનામોટા પોતાના સ્થાનમાં રહે છે. તું અત્યંત સુકુમાર એકલી વનમાં શા માટે વિચરે છે? ત્યારે તે કન્યા મધુર શબ્દોથી તેનું મન હરતી દીનતાથી બોલી હે નાથ ! તમે દયાળુ અને શરણાગત-પ્રતિપાળ છો, આજે મારી માતાએ મને ઘરમાંથી કાઢી મૂકી એટલે હવે હું તમારા જેવો વેશ પહેરીને તમારા સ્થાનમાં રહેવા ઇચ્છું છું, તમે મારા ઉપર કૃપા કરો. રાતદિવસ તમારી સેવા કરીને મારો આ લોક અને પરલોક સુધરી જશે. ધર્મ, અર્થ, કામ એમાંથી એવો ક્યો પદાર્થ છે કે જે તમારામાં ન હોય. તમે ૫૨મ નિધાન છો, મેં પુણ્યના યોગથી તમને મેળવ્યા છે. કન્યાએ જ્યારે આમ કહ્યું, ત્યારે એનું મુખ અનુરાગી જાણી, વિકળ તાપસી કામથી પ્રજ્વલિત થઈને બોલ્યોઃ હે ભદ્રે! હું શું કૃપા કરું ? તું કૃપા કરીને પ્રસન્ન થા, હું જિંદગીભર તારી સેવા કરીશ એમ કહીને હાથ હુલાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કન્યાએ પોતાના હાથથી રોકીને આદર સહિત કહ્યું કે હું નાથ ! આમ કરવું ઉચિત નથી. હું કુમારી કન્યા છું, મારી માતાને ઘેર જઈને પૂછો, ઘર પણ પાસે જ છે. જેવી મારા ઉપર તમારી કરુણા થઈ છે, તેમ મારી માને પ્રસન્ન કરો. તે તમને આપે તો જે ઇચ્છા હોય તે કરજો. કન્યાનાં આ વચન સાંભળી મૂઢ તાપસી વ્યાકુળ થઈ તત્કાળ કન્યાની સાથે રાત્રે તેની માતા પાસે આવ્યો. તેની સર્વ ઇન્દ્રિયો કામથી વ્યાકુળ હતી. જેમ મત્ત હાથી જળના સરોવરમાં પેસે તેમ તાપસીએ નૃત્યકારિણીના ઘરમાં પ્રવેશ કર્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન! કામથી ગ્રસાયેલ પ્રાણી નથી સ્પર્શ કરતો, નથી સ્વાદ લેતો, નથી સૂંઘતો, નથી દેખતો, નથી સાંભળતો, નથી જાણતો, નથી ડરતો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com