________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ
૩૪૧ અને નથી લજ્જા પામતો. તે મહામોહથી નિરંતર કષ્ટ પામે છે. જેમ આંધળો માણસ સર્પોથી ભરેલા કૂવામાં પડે તેમ કામાંધ જીવ સ્ત્રીના વિષયરૂપ વિષમ કૂપમાં પડે છે. તે તાપસી નૃત્યકારિણીનાં ચરણમાં આળોટીને અત્યંત આધીન થઈ કન્યાની માગણી કરવા લાગ્યો. પછી તેણે તાપસીને બાંધી રાખ્યો. રાજાને પ્રશ્ન હતો તેથી રાજાએ રાત્રે આવીને તાપસીને બંધાયેલો જોયો. સવારમાં તેનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. તે અપમાનથી લજ્જિત થઈને તે અત્યંત દુઃખ ભોગવતો, પૃથ્વી પર ભટકીને મૃત્યુ પામ્યો, અનેક કુયોનિમાં જન્મમરણ કર્યા અને કર્માનુયોગથી દરિદ્રીને ઘેર ઉત્પન્ન થયો. જ્યારે એ ગર્ભમાં આવ્યો તે જ વખતે તેની માતાએ તેના પિતાને ક્રૂર વચનો સંભળાવીને ઝઘડો કર્યો, ઉદાસ થઈ ને તે વિદેશ ગયો અને આનો જન્મ થયો. બાળક અવસ્થા હતી ત્યારે ભીલના દેશના મનુષ્યોને બંધ કર્યા, તેમાં એની માતા પણ બંધનમાં પડી. એ આખાય કુટુંબ વિનાનો પરમદુ:ખી થયો. કેટલાક દિવસો પછી તાપસી થઈને અજ્ઞાન તપ કરીને
જ્યોતિષી દેવામાં અગ્નિપ્રભ નામનો દેવ થયો. એક સમયે અનંતવીર્ય કેવળીને ધર્મમાં નિપુણ એક શિષ્ય પૂછયું: હે નાથ! મુનિસુવ્રતનાથના મુક્તિગમન બાદ તમે કેવળી થયા, તમારા જેવા સંસારના તારક બીજા કોણ થશે? ત્યારે તેમણે કહ્યું કે દેશભૂષણ-કુળભૂષણ થશે, તે કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ કરશે અને જગતમાં સારરૂપ જિનનો ઉપદેશ પામીને લોકો સંસારસમુદ્રને તરશે. આ વચન અગ્નિપ્રર્ભ સાંભળ્યાં અને તે પોતાના સ્થાનકે ગયો. આ દિવસોમાં કુઅવધિથી અમને પર્વત પર રહેલા જાણીને “અનંતવીર્ય કેવળીનું વચન મિથ્યા કરું એવો ગર્વ કરીને પૂર્વના વેરથી ઉપદ્રવ કરવા આવ્યો. તે તમને બળભદ્ર નારાયણ જાણીને ભયથી ભાગી ગયો. હે રામ ! તમે ચરમશરીરી, તદ્દભવ મોક્ષગામી બળભદ્ર છો અને લક્ષ્મણ નારાયણ છે. તમે તેના સહિત અમારી સેવા કરી અને અમારા ઘાતિકર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે પ્રાણીઓનાં વેરનું કારણ બધું વેરના અનુબંધથી છે, એમ જાણીને અને જીવોના પૂર્વભવનું શ્રવણ કરીને હે પ્રાણીઓ! રાગદ્વેષ ત્યજી સ્થિર થાવ. આવા મહાપવિત્ર કેવળીનાં વચન સાંભળી સુર, નર, અસુર વારંવાર નમસ્કાર કરવા લાગ્યા અને ભવદુઃખથી ડર્યા. ગરુડન્દ્ર પરમ હુર્ષિત થઈને કેવળીનાં ચરણારવિંદને નમસ્કાર કરી, અત્યંત સ્નેહદૃષ્ટિ ફેલાવતો, જેના મણિકુંડળ ઝગમગે છે એવો એ રઘુવંશમાં ઉદ્યોત કરનાર રામને કહેવા લાગ્યો, હે ભવ્યોત્તમ! તમે મુનિઓની ભક્તિ કરી તેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. એ મારા પૂર્વભવના પુત્રો છે. તમે જે માગશો તે હું આપીશ. ત્યારે શ્રી રઘુનાથ ક્ષણેક વિચારીને બોલ્યા કે તમે દેવોના સ્વામી છો, કોઈવાર અમારા ઉપર આપત્તિ આવે તો અમને યાદ કરજો, સાધુની સેવાના પ્રસાદથી આ ફળ મળ્યું કે તમારા જેવાનો મેળાપ થયો. ત્યારે ગરુડ કહ્યું કે તમારું વચન હું માન્ય રાખું છું. જ્યારે તમારે કામ પડે ત્યારે હું તમારી નિકટ જ છું. આમ કહ્યું ત્યારે અનેક દેવ મેઘના ધ્વનિ સમાન વાજિંત્રો વગાડવા લાગ્યા. સાધુઓના પૂર્વભવ સાંભળીને કેટલાક ઉત્તમ મનુષ્યો મુનિ થયા, કેટલાકે શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. તે દેશભૂષણ-કુળભૂષણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com