________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાડત્રીમું પર્વ
૩૨૩ કર્તવ્યોમાં કુશળ, મહાનીતિવાન, ગુણોથી વિરાજમાન, શ્રીમાન પૃથ્વીના નાથ, મહારાજેન્દ્ર અતિવીર્ય વિજયનગરના પૃથ્વીધરને આજ્ઞા કરે છે કે જે કોઈ પૃથ્વી પર સામત છે તે ભંડાર સહિત, સર્વ સેના સહિત મારી પાસે રહે છે, આર્યખંડના અને પ્લેચ્છ ખંડના ચતુરંગ સેના સહિત નાના પ્રકારનાં શસ્ત્રોના ધારક મારી આજ્ઞા મસ્તકે ચડાવે છે. અંજનગિરિ જેવા આઠસો હાથી અને પવનના પુત્ર જેવા ત્રણ હજાર તુરંગ, અનેક પ્યાદા સહિત, મહાપરાક્રમી, મારા ગુણોથી જેનું મન આકર્ષાયું છે એવા રાજા વિજયશાર્દૂલ આવ્યા છે અને અંગદેશના રાજા મૃગધ્વજ, રર્ફોર્મિ અને કલકેશરી એ પ્રત્યેક પાંચ હજાર તુરંગ, છસો હાથી અને રથ-પ્યાદા સહિત આવ્યા છે. ઉત્સાહી, ન્યાયમાં પ્રવીણ બુદ્ધિવાળા પાંચાલ દેશના રાજા પોં પરમ પ્રતાપ ધારણ કરનાર, પ્રચંડ બળને ઉત્સાહ આપતા હજાર હાથી અને સાત હજાર તુરંગો તેમ જ રથ-પ્યાદા સહિત અમારી નિકટ આવ્યા છે. મગધ દેશના રાજા મોટી સેના સાથે આવ્યા છે, જેમ સેંકડો નદીઓના પ્રવાહ સાથે રેવાનો પ્રવાહ સમુદ્રમાં આવે તેમ મગધ દેશનો રાજા સુકેશ મોટી સેના સાથે આવ્યો છે. તેની સાથે કાળી ધટા સમાન આઠ હજાર હાથી, અનેક–રથ અશ્વોનો સમૂહું છે અને વજનાં આયુધો છે, મ્લેચ્છોના અધિપતિ સમુદ્ર, મુનિભદ્ર, સાધુભદ્ર, નંદન ઇત્યાદિ રાજાઓ મારી સમીપે આવ્યા છે, જેનું પરાક્રમ રોકી ન શકાય એવા રાજા સિંહવીર્ય આવ્યા છે. અમારા બેય મામા રાજા વંગ અને સિંહરથ મોટી બળવાન સેના સાથે આવ્યા છે, વત્સ દેશના સ્વામી મારુદત અનેક પ્યાદા, હાથી, રથ, ઘોડા સહિત આવ્યા છે. રાજા પ્રૌઇલ સૌવીર પ્રબળ સેના સાથે આવ્યા છે. આ મહાપરાક્રમી, પૃથિવી પર પ્રસિદ્ધ, દેવસરખા દસ અક્ષૌહિણી સેના સાથે આવ્યા છે તે રાજાઓ સાથે હું મોટી સેના સાથે અયોધ્યાના રાજા ભરત પર ચડયો છું. તારા આવવાની રાહ જોઉં છું. માટે આજ્ઞાપત્ર પહોંચતાં જ શીધ્ર આવી જા. કોઈ કારણે વિલંબ કરીશ નહિ. જેમ કિસાન વર્ષા ચાહે તેમ હું તારું આગમન ચાહું છું. લેખકે પત્રના સમાચાર વાંચ્યા ત્યારે રાજા પૃથ્વીધરે કાંઈક કહેવાની તૈયારી કરી. તે પહેલાં લક્ષ્મણ બોલ્યા-અરે દૂત! ભારત અને અતિવીર્યને વિરોધ શા કારણે થયો ? ત્યારે તે વાયુગત નામનો દૂત કહેવા લાગ્યો કે હું બધી વાતોનો મર્મી છું. બધું ચરિત્ર જાણું છું લક્ષ્મણે કહ્યું કે અમારે તે સાંભળવાની ઈચ્છા છે. તેણે કહ્યું તો સાંભળો. અમારા રાજા
અતિવીર્ય એક શ્રુતબુદ્ધિ નામનો દૂત ભારત પાસે મોકલ્યો હતો. તેણે જઈને કહ્યું કે હું ઇન્દ્ર તુલ્ય રાજા અતિવીર્યનો દૂત છું. જેને સમસ્ત રાજા પ્રણામ કરે છે, જે ન્યાય સ્થાપવામાં અત્યંત બુદ્ધિમાન છે, તે પુરુષોમાં સિંહ સમાન, જેના ભયથી દુશ્મનોરૂપી મૃગ સૂઈ શકતા નથી તેમને મન આ પૃથ્વી વનિતા સમાન છે. જે પૃથ્વી ચારે તરફના સમુદ્રોરૂપી કટિમેખલાવાળી છે, જેમ પરણેલી સ્ત્રી આજ્ઞામાં રહે તેમ સમસ્ત પૃથ્વી આજ્ઞાને વશ છે, તે પૃથ્વીપતિ મારા મુખ દ્વારા તમને આજ્ઞા કરે છે કે હે ભરત! શીધ્ર આવીને મારી સેવા કર અથવા અયોધ્યા ત્યજીને સમુદ્રને પાર જા. આ વચન સાંભળીને શત્રુઘે અત્યંત ક્રોધરૂપ દાવાનળથી પ્રજ્વલિત થઈ કહ્યું, અરે દૂત! તારે આવાં વચન કહેવાં યોગ્ય નથી. તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com