________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ સાડત્રીસમું પર્વ
પદ્મપુરાણ ભરતની સેવા કરે કે ભરત તેની સેવા કરે? અને ભરત અયોધ્યાનો ભાર મંત્રીઓને સોંપીને પૃથ્વીને વશ કરવા નિમિત્તે સમુદ્રની પેલે પાર જાય કે બીજે ક્યાંય જાય, પણ તારો
સ્વામી આવા ગર્વના વચન કહે છે તે ગધડો મત્ત હાથીની જેમ ગાજે છે અથવા તેનું મૃત્યુ નજીક છે માટે આવા વચન કહે છે અથવા વાયુને વશ થયો છે? રાજા દશરથ વૈરાગ્યના યોગથી તપોવનમાં ગયા છે એમ જાણીને તે દુર આવી વાત કહે છે. જોકે પિતાજીની ક્રોધરૂપ અગ્નિ મુક્તિની અભિલાષાથી શાંત થઈ છે તો પણ પિતાની અગ્નિમાંથી અમે તણખા સમાન નીકળ્યા છીએ તે અતિવીર્યરૂપ કાષ્ઠને ભસ્મ કરવા માટે સમર્થ છીએ. હાથીઓના રુધિરરૂપ કીચડથી જેના કેશ લાલ થયા છે એવો સિંહ ભલે શાંત હોય પણ તેનાં બચ્ચાં હાથીઓનો નાશ કરવા સમર્થ છે. આમ બોલીને શત્રુઘ્ર બળતા વાસના વન સમાન તડતડાટી કરી અત્યંત ગુસ્સે થયો. તેણે સેવકોને આજ્ઞા કરી કે આ દૂતનું અપમાન કરી કાઢી મૂકો. પછી સેવકોએ આજ્ઞા માનીને અપરાધીને શ્વાનની જેમ તિરસ્કાર કરી કાઢી મૂક્યો. તે પોકાર કરતો નગર બહાર નીકળ્યો. ધૂળથી મેલાં બનેલાં અંગોવાળો અને દુર્વચનથી દગ્ધ એવા દૂતે પોતાના સ્વામી પાસે જઈને પોકાર પાડયા. સમુદ્ર સમાન ગંભીર, પરમાર્થના જાણનાર રાજા ભરત અપૂર્વ દુર્વચન સાંભળીને કાંઈક ગુસ્સે થયા. ભરત અને શત્રુઘ્ર બન્ને ભાઈ નગરમાંથી સેના સહિત શત્રુ પર ચડયા, મિથિલાનગરીના સ્વામી રાજા જનક અને તેમના ભાઈ કનક મોટી સેના સાથે આવીને ભેગા થયા, સિહોદર આદિ અનેક રાજા ભરતને આવીને મળ્યા. ભરત મોટી સેના સાથે નન્દાવર્તપુરના સ્વામી રાજા અતિવીર્ય પર ચડયા. જેમ પિતા પ્રજાની રક્ષા કરે તેમ. રાજા અતિવીર્ય પણ દૂતનાં વચન સાંભળી અત્યંત ગુસ્સે થયો. ક્ષોભ પામેલા સમુદ્રની જેમ સર્વ સામંતોથી મંડિત તે ભરત સામે જવાને તૈયાર થયો છે. આ સમાચાર સાંભળી શ્રી રામચંદ્ર પોતાનું લલાટ બીજના ચંદ્રની જેમ વર્ક કરીને પૃથ્વધરને કહેવા લાગ્યા કે અતિવીર્યનું ભરત સાથેનું આવું વર્તન ઉચિત જ છે કેમ કે તેણે પિતા સમાન મોટા ભાઈનો અનાદર કર્યો છે. ત્યારે રાજા પૃથ્વીધરે રામને કહ્યું કે તે દુષ્ટ છે, અમે એને પ્રબળ જાણીને એની સેવા કરીએ છીએ. પછી મંત્રણા કરીને અતિવીર્યને જવાબ લખ્યો કે હું કાગળની પાછળ જ આવું છું અને દૂતને વિદાય કર્યો. શ્રી રામને કહ્યું કે અતિવીર્ય મહાપ્રચંડ છે તેથી હું જાઉં છું અને દૂતને વિદાય કર્યો. શ્રી રામે કહ્યું કે તમે તો અહીં જ રહો અને હું તમારા પુત્ર અને લક્ષ્મણને લઈને અતિવીર્યની સમીપ જઈશ. આમ કહીને રથ પર ચઢી મોટી સેના સહિત પૃથ્વીધરના પત્રને સાથે લઈ સીતા અને લક્ષ્મણ સહિત નન્દાવર્તનગર તરફ ચાલ્યા. તે શીધ્ર ગમન કરીને નગર પાસે જઈ પહોંચ્યા. અહીં પૃથ્વી પરના પુત્ર સહિત સ્નાન-ભોજન કરી રામ, લક્ષ્મણ, સીતા એ ત્રણે મંત્રણા કરવા લાગ્યાં. જાનકીએ શ્રી રામને કહ્યું કે હે નાથ! જોકે મારે બોલવાનો અધિકાર નથી. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે નક્ષત્રોનું કાંઈ કામ હોતું નથી, તો પણ હું દેવ! હિતની ઈચ્છાથી હું કંઈક કહું છું. જેમ કે વાંસની વેલીમાંથી પણ મોતી લેવું તેમ અમારા જેવા પાસેથી પણ હિતની વાત સાંભળવી (કોઈક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com