________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ વીસમું પર્વ
પદ્મપુરાણ નથી કરતા? જેનું સુદર્શન ચક્ર સર્વ કાર્યની સિદ્ધિ કરનારું દેવાધિષ્ઠિત છે, જેમાં મધ્યાહુનના સૂર્યનાં કિરણો સમાન કિરણોનો સમૂહ છે, જે ઉદ્ધત પ્રચંડ રાજાઓ આજ્ઞા ન માને તેમનો વિધ્વંશ કરનાર, અતિદેદીપ્યમાન, નાના પ્રકારનાં રત્નોથી શોભતા હતા, દંડરત્ન દુષ્ટ જીવોને માટે કાળ સમાન, ભયંકર, ઉગ્ર તેજવાળું જાણે કે ઉલ્કાપાતનો સમૂહુ જ છે એવું પ્રચંડ તેમની આયુધશાળામાં પ્રગટ થયું હતું તે રાવણ આઠમા પ્રતિવાસુદેવ, જેની કીર્તિ સુંદર છે, પૂર્વોપાર્જિત કર્મના વિશે કુળની પરિપાટીથી ચાલતી આવેલી લંકાપુરીમાં સંસારનાં અદભૂત સુખ ભોગવતાં હતાં. તે રાક્ષસ જાતિના વિદ્યાધરોના કુળના તિલક છે, લંકામાં પ્રજાને કોઈ જાતનું દુઃખ નથી, શ્રી મુનિસુવ્રતનાથના મોક્ષ પામ્યા પછી અને શ્રી નમિનાથના જન્મ પહેલાં રાવણ થયો. પણ પરમાર્થરહિત ઘણા મૂઢ લોકોએ તેમનું કથન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. તેમને માંસભક્ષી ઠરાવ્યા છે, પરંતુ તે માંસહારી નહોતા, અન્નનો આહાર કરતા. એક સીતાના અપહરણનો અપરાધ કર્યો, તેના કારણે મરાયા અને પરલોકમાં કષ્ટ પામ્યા. કેવો છે શ્રી મુનિસુવ્રતનાથનો સમય? સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની ઉત્પત્તિનું કારણ છે. એ સમય વીત્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે તેથી તત્ત્વજ્ઞાનરહિત વિષયી જીવોએ મોટા પુરુષનું વર્ણન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. પાપાચારી, શીલવ્રતરહિત પુરુષોની કલ્પનાજાળરૂપ ફાંસીમાં અવિવેકી, મંદભાગી મનુષ્યોરૂપી મૃગલા બંધાઈ ગયા છે. ગૌતમ સ્વામી કહે છે કે આમ જાણીને હું શ્રેણિક ! ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા વંદ્ય એવા શ્રી જિનરાજના શાસ્ત્રરૂપી રત્નને તું અંગીકાર કર. જિનરાજનું શાસ્ત્ર કેવું છે? સૂર્યથી અધિક તેનું તેજ છે. અને તે કેવો છો? જેણે જિનશાસ્ત્રના શ્રવણથી વસ્તુનું સ્વરૂપ જાણી લીધું છે અને મિથ્યાત્વરૂપ કાદવનું કલંક ધોઈ નાખ્યું છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણનું ચક્ર અને રાજ્યાભિષેકનું વર્ણન કરનાર ઓગણીસમું પર્વ પૂર્ણ થયું.
વીસમું પર્વ (ત્રેસઠ શલાકા પુરુષોના પૂર્વભવ આદિનું વર્ણન). હવે મહાવિનયવાન, નિર્મળ બુદ્ધિવાળા રાજા શ્રેણિકે વિધાધરોનું સકળ વૃત્તાંત સાંભળીને ગૌતમ ગણધરનાં ચરણારવિંદને નમસ્કાર કરી આશ્ચર્યપૂર્વક પૂછયું: હે નાથ ! આપની કૃપાથી આઠમા પ્રતિનારાયણ રાવણના જન્મ અને કાર્યની બધી હકીકત મેં જાણી. તે ઉપરાંત રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરોના કુળના ભેદ પણ સારી રીતે જાણ્યા. હવે હું તીર્થકરોનાં પૂર્વભવ સહિત સકળ ચરિત્ર સાંભળવા ઇચ્છું છું. તેમનું ચરિત્ર બુદ્ધિની નિર્મળતાનું કારણ છે તથા આઠમા બળભદ્ર શ્રીરામચંદ્રજી સકળ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે તે ક્યા વંશમાં ઉત્પન્ન થયા, તેમનું સકળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com