________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
વીસમું પર્વ
૨૦૯
ચરિત્ર કહો. તીર્થંકરોના નામ, તેમનાં માતાપિતાનાં નામ વગેરે સાંભળવાની મારી ઈચ્છા છે અને આપ તે કહેવાને યોગ્ય છો. જ્યારે શ્રેણિકે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ગૌતમ ગણધર ભગવાનના ચરિત્રના પ્રશ્નથી ખૂબ આનંદ પામ્યા. તે મહાબુદ્ધિમાન અને ૫રમાર્થમાં પ્રવીણ છે. તેમણે કહ્યું કે હું શ્રેણિક! પાપના નાશનું કારણ અને ઇન્દ્રાદિ વડે નમસ્કાર કરવા યોગ્ય એવા ચોવીસ તીર્થંકરોનાં નામ, તેમના પિતાદિનાં નામ, સર્વ પૂર્વભવ સહિત હું કહું છું તે તું સાંભળ. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત ( અથવા સુવિધિનાથ), શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, ( વિમળ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિ સુવ્રત, મિ, નેમિ, પાર્શ્વ અને મહાવીર કે જેમનું હાલમાં શાસન પ્રવર્તે છે, આ ચોવીસ તીર્થંકરોનાં નામ કહ્યાં. હવે એમનાં પૂર્વભવની નગરીનાં નામ કહું છું. પુણ્યરકિણી, સુસીમા, ક્ષેમા, રત્નસંચયપુર આ ચાર નગરીમાં ઋષભદેવ આદિ ત્રણ ત્રણ ક્રમશઃ એકેક નગરમાં વાસુપૂજ્ય પર્યંત પૂર્વભવમાં નિવાસ કરતા હતા. બાકીના બાર તીર્થંકરો ક્રમશઃ પૂર્વભવમાં મહાનગર, અરિષ્ટપુર, સુંભદ્રિકા, પુરિકિણી, સુસીમા, ક્ષેમા, વીતશોકા, ચંપા, કૌશાંબી, હસ્તિનાગપુર, સાકેતા અને છત્રાકા૨પુ૨માં નિવાસ કરતા હતા. આ બધી રાજધાનીઓ સ્વર્ગપુરી સમાન સુંદર, મહાવિસ્તૃત અને ઉત્તમોત્તમ ભવનોથી સુશોભિત હતી. હવે તેમના પરભવનાં નામ સાંભળો. વજ્રનાભિ, વિમળવાહન, વિપુલખ્યાતિ, વિપુલવાહન, મહાબળ, અતિબળ, અપરાજિત, નંદિષણ, પદ્મ, મહાપદ્મ, પદ્મોત્તર, પંકજગુલ્મ, નલિનગુલ્મ, પદ્માસન, પદ્મરથ, દઢરથ, મેઘરથ, સિંહરથ, વૈશ્રવણ, શ્રીધર્મા, સૂરશ્રેષ્ઠ, સિદ્ધાર્થ, આનંદ અને સુનંદ આ તીર્થંકરોના પૂર્વભવના નામ કહ્યાં. હવે એમના પૂર્વભવના પિતાનાં નામ સાંભળો. વજ્રસેન, મહાતેજ, રિપુદમન, સ્વયંપ્રભ, વિમળવાહન, સીમંધર, પિહિતાશ્રવ, અરિંદમ, યુગંધર, સર્વજનાનંદ, અભયાનંદ, વજ્રદંત, વજનાભિ, સર્વગુપ્તિ, ગુપ્તિમાન, ચિંતારક્ષ, વિમળવાહન, ધનરવ, ધીર, સંવર, ત્રિલોકીવિ, સુનંદ, વીતશોક, અને પ્રોષ્ઠિલ. આ પૂર્વભવના પિતાનાં નામ કહ્યાં. હવે ચોવીસ તીર્થંકરો જે જે દેવલોકમાંથી આવ્યા તે દેવલોકનાં નામ સાંભળો. સર્વાર્થસિદ્ધિ, વૈજયન્ત, ગૈવેયક, વૈજયન્ત, ઊર્ધ્વત્રૈવેયક, વૈજયન્ત, મધ્ય ચૈવેયક, વૈજયન્ત, અપરાજિત, આરણ સ્વર્ગ, પુષ્પોત્તર વિમાન, કાપિષ્ઠ સ્વર્ગ, શુક્ર સ્વર્ગ, સહસ્ત્રાર સ્વર્ગ, પુષ્પોત્તર પુષ્પોત્તર, સર્વાર્થસિદ્ધિ, વિજય, અપરાજિત, પ્રાણત, વૈજયન્ત, આનત અને પુષ્પોત્તર આ ચોવીસ તીર્થંકરોનાં આવવાનાં સ્થાન કહ્યાં.
હવે ચોવીસ તીર્થંકરોનાં જન્મનગર, જન્મનક્ષત્ર, માતાપિતા, વૈરાગ્યનું વૃક્ષ અને મોક્ષના સ્થાનનું ક્થન કરું છું, તે સાંભળો. અયોધ્યાનગરી, પિતા નાભિરાજ, માતા મરુદેવીરાણી, ઉત્તરાષાઢ નક્ષત્ર, વટવૃક્ષ, કૈલાસ પર્વત, પ્રથમ જિન, હું મગધ દેશના ભૂપતિ! તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવો. અયોધ્યાનગરી, જિતશત્રુ પિતા, વિજયાં માતા, રોહિણી નક્ષત્ર, સપ્તચ્છદ વૃક્ષ, સમ્મેદશિખર, અજિતનાથ, હૈ શ્રેણિક! તને મંગળનું કારણ થાવ. શ્રા વસ્તીનગરી, જિતારિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com