________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણીસમું પર્વ
૨૦૭ હનુમાન પ્રત્યે અનુરાગી જોઈને સખીઓ તેમનાં ગુણ વર્ણવવા લાગી. હે કન્ય! આ પવનંજયના પુત્ર હનુમાનના અપાર ગુણોનું વર્ણન ક્યાં સુધી કરીએ ? અને રૂપ, સૌભાગ્ય તેના ચિત્રમાં તે જોયાં છે, માટે એને પસંદ કર, માતાપિતાની ચિંતા દૂર કર. કન્યા ચિત્રને જોઈને જ મોહિત થઈ હતી અને સખીઓએ ગુણોનું વર્ણન કર્યું ત્યારે તે લજ્જાથી નીચી નમી ગઈ. હાથમાં કીડા કરવા કમળ લીધું હતું તે ચિત્રપટ પર ફેંકયું. બધાને લાગ્યું કે એને હુનુમાન પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. પછી તેના પિતા સુગ્રીવે તેનું ચિત્રપટ બનાવરાવીને એક સજ્જન પુરુષ સાથે તે વાયુપુત્રને મોકલ્યું. સુગ્રીવનો સેવક શ્રીનગરમાં ગયો અને કન્યાનું ચિત્રપટ હનુમાનને બતાવ્યું. અંજનાનો પુત્ર સુતારાની પુત્રીનું ચિત્રપટ જોઈને મોહિત થયો. એ વાત સાચી છે કે કામનાં પાંચ જ બાણ છે, પરંતુ કન્યાના પ્રેરાયેલા તે પવનપુત્રને સો બાણ થઈને વાગ્યાં. તે મનમાં વિચારવા લાગ્યા કે મેં હજારો લગ્ન કર્યા છે, મોટા મોટા ઠેકાણે હું પરણ્યો છું, ખરદૂષણની પુત્રી અને રાવણની ભાણેજને પણ પરણ્યો છું. છતાં જ્યાં સુધી હું આ પદ્મરાગાને ન પરણું ત્યાં સુધી જાણે હું કોઈને પરણ્યો જ નથી. આમ વિચારીને તે મહાઝુદ્ધિસંયુક્ત એક જ ક્ષણમાં સુગ્રીવના નગરમાં પહોંચી ગયા. સુગ્રીવે સાંભળ્યું કે હનુમાન પધાર્યા છે તો તે ખૂબ આનંદિત થઈને સામે આવ્યા, ખૂબ ઉત્સાહથી તેમને નગરમાં લઈ ગયા. રાજમહેલની સ્ત્રીઓ ઝરૂખાની જાળીમાંથી એમનું અદ્ભુત રૂપ જોઈને બધી પ્રવૃત્તિ છોડીને આશ્ચર્ય પામી ગઈ. સુગ્રીવની પુત્રી પારાગા એનું રૂપ જોઈને ચકિત થઈ ગઈ. કેવી છે કન્યા? અતિસુકુમાર શરીરવાળી, પવનંજયના પુત્ર સાથે પદ્મરાગાનાં ખૂબ ઠાઠમાઠથી લગ્ન થયાં. જેવો વર એવી કન્યા. બન્ને અત્યંત હર્ષ પામ્યાં. હનુમાન સ્ત્રી સહિત પોતાના નગરમાં આવ્યા. રાજા સુગ્રીવ અને રાણી સુતારા પુત્રીના વિયોગથી કેટલાક દિવસો સુધી શોકમાં રહ્યાં. હનુમાનને મહાલક્ષ્મીવાન અને સમસ્ત પૃથ્વી પર યશસ્વી જોઈને પવનંજય અને અંજના ઊંડા સુખના સમુદ્રમાં ડૂબી ગયાં. ત્રણ ખંડના ધણી રાવણ, સુગ્રીવ સમાન પરાક્રમી જેને ભાઈ છે અને હુનુમાન સરખા મહાભટ વિધાધરોના જે અધિપતિ છે તે લંકા નગરીમાં સુખેથી રમે છે, સમસ્ત લોકોને સુખદાયક સ્વર્ગલોકમાં જેમ ઇન્દ્ર રમે છે તેમ. તેની અત્યંત સુંદર, વિસ્તીર્ણ કાંતિવાળી અઢાર હજાર રાણીઓનાં મુખકમળના ભ્રમર બનીને રમતાં તેને આયુષ્ય વીતવાની ખબર પડતી નથી. જેને એક
સ્ત્રી હોય તે પણ કુરૂપ અને આજ્ઞારહિત હોય તો પણ તે પુરુષ ઉન્મત્ત થઈને રહે છે તો જેને અઢાર હજાર પદ્મિની, પતિવ્રતા, આજ્ઞાકારિણી લક્ષ્મી સમાન સ્ત્રીઓ હોય તેના પ્રભાવની શી વાત કરવી? ત્રણ ખંડના અધિપતિ, અનુપમ જેની કાંતિ છે, જેની આજ્ઞા સમસ્ત વિધાધર અને ભૂમિગોચરી રાજાઓ મસ્તક ઉપર ચડાવે છે, તે બધા રાજાઓએ તેને અર્ધચક્રીપદનો અભિષેક કરાવ્યો અને પોતાના સ્વામી માન્યા. જેના ચરણો વિધાધરોના અધિપતિઓ દ્વારા પૂજાય છે, જેમના લક્ષ્મી, કીર્તિ, કાંતિ અને પરિવાર સમાન બીજાં કોઈની છે નહિ, જેમનો દેહ મનોજ્ઞ છે તે રાજા દશમુખ ચંદ્રમા સમાન મોટા મોટા પુરુષરૂપ ગ્રહોથી મંડિત, આલાદ ઉપજાવનાર કોના ચિત્તનું હરણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com