SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ આઠમું પર્વ પદ્મપુરાણ તે વખતે એક વિધાધર આકાશમાંથી રાવણની પાસે આવ્યો. તે ખૂબ ધ્રૂજતો હતો, તેને પરસેવો વળી ગયો હતો, તે જર્જર શરીરવાળો અને ઘાયલ થયેલો હતો. તેણે હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરી. હે દેવ! આજે દસ દિવસ થયા. રાજા સૂર્યરજ અને રક્ષ૨જ વાનરવંશી વિદ્યાધરો તમારા બળથી બળવાન, તમારો પ્રતાપ જોઈને કિઠકંધનગર લેવા માટે પાતાળલંકાના અલંકારોદયથી નીકળીને ખૂબ ઉત્સાહથી ચાલ્યા હતા. બન્ને ભાઈઓ તમારા બળના અભિમાનથી જગતને તૃણ સમાન માની, કિકંધપુર જઈને તેને ઘેરી લીધું. ત્યાં ઈન્દ્રનો યમ નામનો દિગ્પાલ તેના સૈન્ય સહિત યુદ્ધ કરવા નીકળ્યો. યમ અને વાનરવંશીઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરસ્પર ઘણા માણસો મરી ગયા. યુદ્ધનો કકળાટ સાંભળીને યમ પોતે નીકળ્યો. ક્રોધથી અતિ ભયંકર, જેનું તેજ સહન ન થઈ શકે એવા યમના આવતાં જ વાનરવંશીઓનું સૈન્ય નાઠું, અનેક શસ્ત્રોથી ઘાયલ થયા. આ વાત કહેતા કહેતાં તે વિધાધર મૂર્છા પામી ગયો, રાવણે તેને શીતોપચાર કરીને જાગ્રત કર્યો અને પૂછ્યું પછી શું થયું? ત્યારે તેણે થાક ખાઈને હાથ જોડીને કહ્યું કે હે નાથ ! સૂર્ય૨જનો નાનો ભાઈ રક્ષ૨જ પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા લાગ્યો. તેણે યમની સાથે ઘણો સમય યુદ્ધ કર્યું, પણ બળવાન યમે તેને પકડી લીધો, એટલે સૂર્ય૨જ યુદ્ધ કરવા લાગ્યો. યમે તેના પર આયુધનો પ્રહાર કર્યો તેથી રાજા ઘાયલ થઈને મૂર્છિત બની ગયો એટલે તેના પક્ષના સામંતો રાજાને ઉપાડીને મેઘલા વનમાં લઈ ગયા અને ત્યાં શીતોપચાર કરીને તેને જાગ્રત કર્યો. મહાપાપી યમે પોતાનું યમપણું સત્ય કરતો હોય તેમ એક બંદીગૃહ બનાવ્યું. તેનું નામ તેણે નરક પાડયું, ત્યાં વૈતરણી વગેરે રચના કરી. જે જે વાનરો તેનાથી જિતાયા અને પકડાયા હતા તે બધાને તેણે નરકમાં મોકલ્યા. ત્યાં કેટલાક મરી ગયા અને કેટલાક દુ:ખ ભોગવે છે. તે નરકમાં સૂર્ય૨જ અને રક્ષ૨જને પણ રાખ્યા છે. એ હાલ હું જોઈને અત્યંત દુ:ખી થઈને આપની પાસે આવ્યો છું. આપ એમના રક્ષક છો અને જીવનમૂળ છો. તેમને આપનો વિશ્વાસ છે. મારું નામ શાખાવલટ છે. મારા પિતાનું નામ રણદક્ષ અને માતાનું નામ સુશ્રોણી છે. હું રક્ષરજનો પ્યારો ચાકર છું અને આપને આ વૃત્તાંત કહેવા આવ્યો છું. હવે હું આપને બધું જણાવીને નિશ્ચિંત થયો છું. આપના પક્ષને દુ:ખી અવસ્થામાં જાણીને આપે જે કર્તવ્ય હોય તે કરવું. રાવણે તેને ધૈર્ય આપી તેના ઘા રુઝવવાની યોગ્ય વ્યવસ્થા કરાવી. પોતે તત્કાળ સૂર્યરજ અને રક્ષ૨જને છોડાવવા યમ ઉપર ચાલ્યો. તેણે કહ્યું કે શું રંક એવો યમ મારી સાથે યુદ્ધ કરી શકવાનો છે? જેણે વૈતરણી આદિ ક્લેશકારક યોજના કરી છે તેમાંથી હું મિત્રોને આજે જ છોડાવીશ; અને તેણે જે નરકની ગોઠવણ કરી છે તેનો નાશ કરીશ. દુર્જનની દુષ્ટતા તો જુઓ ! જીવોને કેવા સંતાપ પહોંચાડે છે? એમ વિચારીને પોતે જ ચાલ્યા. પ્રહસ્ત સેનાપતિ આદિ અનેક રાજા મોટી સેના લઈ આગળ ચાલ્યા. તેઓ વિધાધરોના અધિપતિ કિકૂંપુરની સમીપ આવ્યા ત્યાં દૂરથી જ નગરનાં ઘરોની શોભા જોઈને આશ્ચર્ય પામ્યા. હિંકૂપુરની દક્ષિણ દિશામાં યમ વિદ્યાધરનું બનાવેલું કૃત્રિમ નરક જોયું. ત્યાં એક ઊંડો ખાડો ખોદી રાખ્યો હતો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy