________________
૧૦૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
આઠમું પર્વ થઈ અને સવાર થયું. રાવણ પ્રભાતની ક્રિયા કરીને સિંહાસન પર બિરાજ્યો. એકાએક એક અવાજ સંભળાયો, જાણે કે વર્ષાકાળનો મેઘ જ ગમ્યું. તેનાથી આખી સેના ભયભીત થઈ ગઈ અને સેનાના હાથી જે વૃક્ષો સાથે બાંધ્યા હતા તે બંધન તોડાવવા લાગ્યા, કાન ઊંચા કરીને અશ્વો હણહણવા લાગ્યા. ત્યારે રાવણે કહ્યું કે આ શું છે? આ મરવા માટે આપણા ઉપર કોણ ચડી આવ્યું? આ વૈશ્રવણ આવ્યો અથવા ઇન્દ્રનો પ્રેરાઈનો સોમ આવ્યો અથવા આપણને નિશ્ચળ રહેલા જોઈને કોઈ બીજો શત્રુ આવ્યો? પછી રાવણની આજ્ઞા મેળવીને સેનાપતિ પ્રહસ્ત તે તરફ જોવા ગયો. તેણે પર્વતના આકાર જેવો મદોન્મત્ત, અનેક લીલા કરતો એક હાથી જોયો.
તેણે આવીને રાવણને વિનંતી કરી કે હે પ્રભો! મેઘની ઘટા સમાન આ હાથી છે. એને પકડવાને ઇન્દ્ર પણ સમર્થ નથી થયો. રાવણે હસીને જવાબ આપ્યો, હે પ્રહસ્ત! પોતાની પ્રશંસા પોતે કરવી યોગ્ય નથી, હું આ હાથીને ક્ષણમાત્રમાં વશ કરીશ. એમ કહીને તેણે પુષ્પક વિમાનમાં બેસીને હાથીને જોયો. તે સારાં સારાં લક્ષણોવાળો, ઇન્દ્રનીલમણિ સમાન અતિસુંદર હતો. તેનું શરીર શ્યામ, તેનું તાળવું કમળ સમાન લાલ, તેનાં નેત્ર મનોહર, ઉજ્જવળ અને ગોળ હુતા, દાંત સાત હાથ ઊંચા, નવ હાથ પહોળા, કાંઈક પીળાશ પડતા હતા. પીઠ સુંદર, આગલું અંગ ઊંચું, પૂછડું લાંબું, સૂંઢ મોટી, નખ અત્યંત સ્નિગ્ધ, કુંભસ્થળ ગોળ અને કઠોર, ચરણ પ્રબળ અને મદઝરતો, જેના મદની સુગંધથી જેની ઉપર ભમરા ગુંજારવ કરતા હતા, દુંદુભિ-વાજાના ધ્વનિ જેવી ગર્જના કરતો, તાડવૃક્ષના પત્ર સમાન કાન હુલાવતો; મન અને નેત્રોને હુરતી સુંદર લીલા કરતા હાથીને રાવણે જોયો. તેને જોઈને રાવણ ખૂબ પ્રસન્ન થયો. હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. પછી તે પુષ્પક વિમાનમાંથી ઊતરીને, કમર મજબૂત બાંધી તેની આગળ જઈ શંખ ફૂંકવા લાગ્યો. તેના શબ્દથી દશે દિશા અવાજથી ભરાઈ ગઈ. શંખનો ધ્વનિ સાંભળી ચિત્તમાં ક્ષોભ પામી હાથી ગરજ્યો અને રાવણની સામે આવ્યો. રાવણે પોતાના ઉત્તરાસનનો દડો બનાવીને શીધ્ર જ હાથી તરફ ફંક્યો. રાવણ ગજકેલિમાં પ્રવીણ હતો. હાથી પેલા દડાને સૂંધવા લાગ્યો એટલે રાવણ આકાશમાં ઊછળીને હાથીના કુંભસ્થળ ઉપર પડ્યો અને હાથની થપાટ મારી. હાથીએ તેને સૂંઢથી પકડવાનો પ્રયત્ન કર્યો એટલે રાવણ અત્યંત ઝડપથી બેય દાંતની વચ્ચેથી નીચે સરકી ગયો, અનેક ક્રિીડા કરીને દશમુખ હાથીની પીઠ ઉપર ચડી ગયો. હવે હાથી વિનયી શિષ્યની જેમ ઊભો રહી ગયો. તે વખતે આકાશમાં રાવણ ઉપર ફૂલોની વર્ષા થઈ અને દેવોએ જયજયકાર કર્યો. રાવણની સેના ખૂબ હર્ષિત થઈ અને રાવણે હાથીનું નામ “મૈલોક્યમંડન” રાખ્યું. રાવણે હાથીની પ્રાપ્તિનો મોટો ઉત્સવ કર્યો અને સર્મેદશિખર પર્વત પર જઈ યાત્રા કરી. વિદ્યાધરોએ નૃત્ય ક્યું. તે રાત્રે ત્યાં જ રહ્યા. પ્રભાત થયું, સૂર્ય ઊગ્યો તે જાણે દિવસે રાવણને મંગળ કલશ દેખાડ્યો. પછી રાવણ પોતાના પડાવમાં આવ્યો, સિંહાસન ઉપર બેઠો અને સભામાં હાથીની કથા કહેવા લાગ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com